બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

VTV / બિઝનેસ / ટેક અને ઓટો / નવી મારુતિ સ્વિફ્ટ સહિત આ 3 કાર થશે મે મહિનામાં લોન્ચ, છેલ્લીવાળીની અલગ જ કેપેસિટી

Upcoming Cars / નવી મારુતિ સ્વિફ્ટ સહિત આ 3 કાર થશે મે મહિનામાં લોન્ચ, છેલ્લીવાળીની અલગ જ કેપેસિટી

Last Updated: 06:21 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કારનું બિનસત્તાવાર બુકિંગ કેટલાક પસંદગીના એરેના ડીલરશિપ પર શરૂ થઈ ગયું

Car Launch In May 2024: ફોર વ્હીકલમાં પરિવારની સૌથી વધુ પસંદગી હોય તો તે કાર પર હોય છે. કારના શોખીનો માટે આવતો મહિનો એટલે કે મે મહિનો ખૂબ જ રોમાંચક રહેવાનો છે. મે મહિનામાં ઓછામાં ઓછી ત્રણ નવી કાર લોન્ચ થવા જઈ રહી છે. જેમાં મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ અને ફોર્સ મોટર્સના મોડલ સામેલ હશે.

કારના શોખીનો માટે મે મહિનો ખૂબ જ રોમાંચક રહેવાનો છે. મે મહિનામાં ઓછામાં ઓછી ત્રણ નવી કાર લોન્ચ થવા જઈ રહી છે. જેમાં મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ અને ફોર્સ મોટર્સના મોડલ સામેલ હશે. આ ત્રણ કંપનીઓ માર્કેટમાં નવી કાર લોન્ચ કરવા જઈ રહી છે. આ પૈકી ફોર્સ મોટર્સ જે SUV લોન્ચ કરશે તે ઑફ-રોડિંગ ક્ષમતાઓ સાથે આવશે.

maruti-kar

નવી મારુતિ સ્વિફ્ટ

મારુતિ સુઝુકીની લોકપ્રિય કાર સ્વિફ્ટનું નવું મોડલ આવવાનું છે. તેને મેના બીજા સપ્તાહમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ કારનું બિનસત્તાવાર બુકિંગ કેટલાક પસંદગીના એરેના ડીલરશિપ પર શરૂ થઈ ગયું છે. નવી સ્વિફ્ટમાં કેટલાક કોસ્મેટિક ફેરફાર જોવા મળી શકે છે. નવી 2024 મારુતિ સ્વિફ્ટમાં સુઝુકીનું ઓલ-ન્યુ 1.2L, 3-સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ Z-સિરીઝ પેટ્રોલ એન્જિન હાલના K-Series, 4-સિલિન્ડર એન્જિનની જગ્યાએ મળી શકે છે.

tata-kar

ટાટા અલ્ટ્રોઝ રેસર એડિશન

ટાટા અલ્ટ્રોઝ રેસર એડિશનના લોન્ચિંગ વિશે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તે પહેલાથી જ કેટલાક તબક્કે બતાવવામાં આવી છે. આ મોડલ 1.2 લિટર, 3 સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે આવી શકે છે, જે 120bhp પાવર અને 170Nm ટોર્ક જનરેટ કરી શકે છે. તેની સાથે 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળી શકે છે. નિયમિત અલ્ટ્રોઝની તુલનામાં, અલ્ટ્રોઝ રેસરમાં કેટલાક કોસ્મેટિક ફેરફારો જોવા મળશે. તેના બોનેટ અને છત પર ટ્વીન રેસિંગ પટ્ટાઓ સાથે ડ્યુઅલ-ટોન કલર સ્કીમ મળી શકે છે.

વધુ વાંચો: LICની સ્કીમ છે કે નોટો છાપવાનું મશીન! જેમાં રોજના 45 રૂપિયાના રોકાણ પર થશે 25 લાખનો ફાયદો, સમજો કેલ્ક્યુલેશન

ફોર્સ ગુરખા

ફોર્સ મોટર્સે ટૂંક સમયમાં લોન્ચ થનારી 5 ડોર ગુરખા અને અપડેટેડ 3 ડોર ગુરખાની એક ઝલક બચાવી છે. બંને મોડલનો લુક એકદમ એકબીજાને મળતો જોવા મળે છે. ફરક માત્ર બમ્પર અને પાછળના દરવાજાનો હોઈ શકે છે. આ ઑફ-રોડ SUV ફોર્સ સિગ્નેચર ટુ-સ્લેટ ગ્રિલ, સ્ક્વેર હેડલેમ્પ ક્લસ્ટર અને નવા 16-ઇંચના એલોય વ્હીલ્સ (245/70 R16 ટાયર સાથે) મળી શકે છે. 5-ડોર અને 3-ડોર વર્ઝન બંને માટે વિવિધ એસેસરીજ પણ ઉપલબ્ધ હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ