બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઇટમાં એવું શું થયું કે મુસાફરોને દોઢ કલાક બેસાડી રખાયા, પોલિસ પણ દોડતી થઈ ગયેલી

અફવા / દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઇટમાં એવું શું થયું કે મુસાફરોને દોઢ કલાક બેસાડી રખાયા, પોલિસ પણ દોડતી થઈ ગયેલી

Last Updated: 11:51 AM, 16 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્લીથી વડોદરા આવતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની વાતથી અફરાતફરી મચી ગઈ હતી, બોમ્બની વાત અફવા સાબિત થતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો. અફવાને કારણે ફ્લાઈટને દિલ્લી એરપોર્ટ પર ગ્રાઉન્ડ કરાઈ હતી.

વડોદરા: ગઈ કાલે રાત્રે દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા અફરાતફરી મચી હતી. જો કે બોમ્બની ધમકી અફવા સાબિત થતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. અફવાને કારણે દિલ્હી એરપોર્ટ પર ફલાઇટને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી. AI 819 ફલાઇટનું NSG, CISF અને સ્થાનિક પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે ચેકિંગમાં કોઈ વાંધાજનક વસ્તુઓ મળી નહોતી. બોમ્બની માહિતીને લઈને ફ્લાઈટ ગઈ કાલે કેન્સલ કરાઈ હતી જે આજે વડોદરા આવશે.

ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવા

બુધવારે રાતે દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. ફ્લાઈટમાં બોમ્બ હોવાની વાતથી અફરાતફરી મચી ગઈ હતી. જયારે એર ઇન્ડિયા ફ્લાઈટ AI-819ને ધમકી મળી ત્યારે ફ્લાઈટ ટેક ઓફ કરવા માટે તૈયાર હતી. ધમકી મળતા જ ફ્લાઈટને ગ્રાઉન્ડ કરી દેવામાં આવી હતી. ફ્લાઈટને 10 કિલોમીટર દૂર ગ્રાઉન્ડ કરવામાં આવી હતી. ધમકી મળતા જ NSG, CISF અને સ્થાનિક પોલિસ દોડતી થઈ ગઈ હતી. NSG, CISF અને સ્થાનિક પોલિસે મોડી રાત સુધી ફ્લાઈટમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી.

વધુ વાંચો: પોઇચા: 20 કલાકની જહેમત બાદ અંતે એક મૃતદેહ NDRFને હાથ લાગ્યો, એકનો આબાદ બચાવ, હજુ 6ની શોધખોળ શરૂ

ધમકી મળતા જ ફ્લાઈટને ગ્રાઉન્ડ કરીને મુસાફરોને દોઢ કલાક ફ્લાઈટમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. ફલાઈટમાં 180 યાત્રીઓ સવાર હતા. ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી અફવા સાબિત થતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ફ્લાઈટને કેન્સલ કરી દેવામાં આવી હતી. જે હવે આજે દિલ્હીથી વડોદરા આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Bomb Threat Air India flight AI-819 Delhi-Vadodara Flight Bomb Scare
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ