બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

logo

'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન

logo

ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો

logo

મુંબઇમાં આજે PM મોદીનો મેગા રોડ શો

VTV / મનોરંજન / બોલિવૂડ / 9 વર્ષ બાદ પુન: બોલિવુડમાં રિએન્ટ્રી કરશે આ દિગ્ગજ એક્ટર, ગોવામાં ફિલ્મનું શૂટિંગ શરૂ

મનોરંજન / 9 વર્ષ બાદ પુન: બોલિવુડમાં રિએન્ટ્રી કરશે આ દિગ્ગજ એક્ટર, ગોવામાં ફિલ્મનું શૂટિંગ શરૂ

Last Updated: 12:33 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ બોલિવૂડ એક્ટર લાંબા સમયના બ્રેક બાદ એક્ટિંગની દુનિયામાં પરત ફરી રહ્યો છે અને તે આમિર ખાનના પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહેલી ફિલ્મમાં એક્ટિંગ કરતો જોવા મળશે.

બોલિવૂડ ફિલ્મોના ચાહકો માટે સારા સમાચાર છે, ઇમરાન ખાન નવ વર્ષના લાંબા બ્રેક બાદ બોલિવૂડમાં કમબેક કરવા માટે તૈયાર છે. જો અહેવાલોનું માનીએ તો, ઈમરાન તેની ફિલ્મી કારકિર્દીનો બીજો તબક્કો તેના મામા આમિર ખાન સાથે શરૂ કરી રહ્યો છે.

છેલ્લી ફિલ્મ કટ્ટી બટ્ટી હતી

બોલિવૂડનો હેન્ડસમ હંક ઈમરાન ખાન આ દિવસોમાં ચર્ચામાં છે. ઈમરાન ખાન ઘણા સમયથી બોલિવૂડની દુનિયાથી દૂર છે. તેની છેલ્લી ફિલ્મ કટ્ટી બટ્ટી વર્ષ 2015માં રિલીઝ થઈ હતી, એ બાદથી તે કોઈ ફિલ્મમાં જોવા મળ્યા નહતા. હવે ઈમરાન ખાનને લઈને એક નવો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ઈમરાન ફરી એકવાર પોતાની શાનદાર એક્ટિંગથી બધાનું દિલ જીતવા માટે તૈયાર છે.

એક્ટિંગની દુનિયામાં પરત ફરી રહ્યો છે ઈમરાન ખાન

ઈમરાન ખાન લાંબા સમયના બ્રેક બાદ એક્ટિંગની દુનિયામાં પરત ફરી રહ્યો છે અને તે આમિર ખાનના પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહેલી ફિલ્મમાં એક્ટિંગ કરતો જોવા મળશે. જાણીતું છે કે આમિર ખાને 1988માં આવેલી ફિલ્મ 'કયામત સે કયામત તક'માં ઈમરાનને બાળ કલાકાર તરીકે અને 2008માં ફિલ્મ 'જાને તુ યા જાને ના'માં લીડ રોલમાં લોન્ચ કર્યો હતો.

ઇમરાને તેના કમબેક પ્રોજેક્ટને લોક કરી દીધો

અહેવાલો અનુસાર, ગયા વર્ષે ફિલ્મોમાં પાછા ફરવાની વાત કરી હતી અને હવે આઠ મહિના પછી, ઇમરાને તેના કમબેક પ્રોજેક્ટને લોક કરી દીધો છે. રિપોર્ટ અનુસાર આમિર ખાન પ્રોડક્શન દ્વારા નિર્મિત કોમેડી ફિલ્મ 'હેપ્પી પટેલ'માં હેપ્પી પટેલની ભૂમિકા ભજવશે.

વધુ વાંચો: એવું તો શું થયું કે અરિજિતસિંહે પાકિસ્તાની અભિનેત્રીની માંગી માફી? કારણ જાણી થશે ગર્વ

જો રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મનું શૂટિંગ પણ ગોવામાં શરૂ થઈ ગયું છે, જેનું નિર્દેશન વીર દાસ કરી રહ્યા છે. 'હેપ્પી પટેલ' વીર દાસની પહેલી ફિલ્મ હશે જેનું નિર્દેશન તેઓ કરશે. આ પહેલા ઈમરાન અને વીરે 'દિલ્હી બેલી'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મને પણ આમિર ખાને પ્રોડ્યુસ કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ