બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગુજરાતમાં આજે ક્યાં કેવો વરસાદ? બફારામાંથી મળી રાહત, આગાહી પર કરો નજર

માવઠું / ગુજરાતમાં આજે ક્યાં કેવો વરસાદ? બફારામાંથી મળી રાહત, આગાહી પર કરો નજર

Last Updated: 07:21 PM, 15 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Unseasonal Rains: દ્વારકા, બનાસકાંઠા, વલસાડ અને સુરેન્દ્રનગરમાં આજે કમોસમીનો વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના અંબાજી પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદનો માર યથાવત છે. ગુજરાતમાં ચારેબાજુ કમોસમી વરસાદ પડ્યો છે. ચોમાસા પહેલા મે મહિનામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન ચિંતા સતાવી રહી છે. દ્વારકા, બનાસકાંઠા, વલસાડ અને સુરેન્દ્રનગરમાં આજે કમોસમીનો વધુ એક માર વરસ્યો છે.

અંબાજી પંથકમાં ફરી કમોસમી વરસાદ

અંબાજીમાં વરસાદની ફરી વખત એન્ટ્રી થઈ છે. એક દિવસના વિરામ બાદ બનાસકાંઠાના અંબાજી પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અચાનક વરસાદ શરૂ થતાં યાત્રિકો ભીંજાયા હતા. ત્યારે યાત્રિકોએ વરસાદથી બચવા રસ્તા પરના શેડનો સહારો લીધો હતો. વરસાદથી રસ્તાઓ પાણી-પાણી થયા હતાં.

56 1

વઢવાણના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. લીંબડી, ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર શિયાણી, પનાળા, જાંબુ, જોબાળા ગામે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતિત બન્યા હતાં.

66

80 DWK RAIN WASP AV

ભાણવડમાં માવઠું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભાણવડના હાથલા, ગળુ, રાણપરના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. વરસાદથી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

80

બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં વરસાદ

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વરસાદમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ચોથાર નેસડા,ચંદનગઢ,રાછેણામાં વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ વરસ્યો છે.

122

વાંચવા જેવું: મહુડી જૈનતીર્થના ટ્રસ્ટી પર ભ્રષ્ટાચારના આક્ષેપ, 14 કરોડથી વધારે રૂપિયાની ઉચાપતનો દાવો

વરસાદે લગ્ન પ્રસંગની મજા બગાડી

વલસાડના કપરાડામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. વડોલી ગામે લગ્ન પ્રસંગ દરમિયાન વરસાદ વરસતા અફરાતફરી મચી હતી. વરસાદથી લગ્ન પ્રસંગમાં લોકોની મજા બગડી હતી

110

કચ્છમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ

કચ્છમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે. નખત્રાણા, ભુજ, માધાપર, સુખપર, પાવરપટ્ટી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં.

વાંચવા જેવું: મહુડી જૈનતીર્થના ટ્રસ્ટી પર ભ્રષ્ટાચારના આક્ષેપ, 14 કરોડથી વધારે રૂપિયાની ઉચાપતનો દાવો

રાજકોટમાં કમોસમી વરસાદ

રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. કોટડાસાંગાણી, માણેકવાડામાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.

rjt

કમોસમી વરસાદની આગાહી

આજે દ્વારકા, ભાવનગર, પોરબંદર, મોરબી, રાજકોટ,જૂનાગઢ,અમરેલી, ગીર સોમનાથ દીવ, નવસારી, ડાંગ, વલસાડ. દાદરાનગર હવેલી અને દમણમાં વરસાદ થવાની આગાહી કરી છે. આ દરમિયાન રાજ્યમાં 30થી 40ની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા સેવવામાં આવી છે. આ સાથે 16 મેએ રાજ્યના અમરેલી, રાજકોટ, ગીરસોમનાથ, દીવ, નવસારી, વલસાડ, ડાંગ અને તાપીમાં વરસાદ થવાની આગાહી કરી છે. આ ઉપરાંત 17 મેએ નવસારી, ડાંગ અને વલસાડમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Weather Updates Gujarat Weather Unseasonal Rains
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ