બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / Politics / ગુજરાતના પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Last Updated: 06:37 PM, 15 May 2024
રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી કમલા બેનીવાલનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને 7 વખત ધારાસભ્ય રહી ચૂકેલા કમલા બેનીવાલે રાજસ્થાનના લોકોના દિલમાં સ્થાન મળવ્યું. કમલા બેનીવાલે ગેહલોત સરકારમાં મંત્રી પદ પણ સંભાળ્યું હતું. તે કોંગ્રેસના વરિષ્ઠ રાજકારણી હતા. તેઓ ગુજરાતની સાથે ત્રિપુરા, મિઝોરમના રાજ્યપાલ રહી ચૂક્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારમાં તેઓ ઘણા મહત્વના હોદ્દા પર રહ્યા હતા.
ADVERTISEMENT
ગુજરાતના પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલનું નિધન#Gujarat #Rajyapal #Kamlabeniwal #VTVGujarati #VTVCard pic.twitter.com/8aNKP9nxB3
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 15, 2024
રાજસ્થાન સરકારમાં પ્રથમ મહિલા મંત્રી બન્યા હતા
ADVERTISEMENT
કમલા બેનીવાલનો જન્મ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના ગોરીર ગામમાં એક જાટ પરિવારમાં થયો હતો. તેમનું પ્રાથમિક ભણતર ઝુંઝુનુમાં જ થયું હતું. તેમણે અર્થશાસ્ત્ર, રાજકીય વિજ્ઞાન અને ઇતિહાસમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમણે ઈતિહાસ વિષયમાં એમ.એ.નો અભ્યાસ કર્યો હતો. કમલા બેનીવાલને સ્વિમિંગ, ઘોડેસવારી અને કળાનો શોખ હતો. તેમણે 11 વર્ષની ઉંમરે ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો. 27 વર્ષની વયે 1954માં વિધાનસભાની ચૂંટણી જીતીને તેઓ રાજસ્થાન સરકારમાં પ્રથમ મહિલા મંત્રી બન્યા હતા. અશોક ગેહલોતની સરકારમાં કમલા બેનીવાલ ગૃહ, શિક્ષણ અને કૃષિ મંત્રાલય સહિત અનેક વિભાગોના મંત્રી રહી ચૂક્યાં છે. તે રાજ્યના નાયબ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે.
વાંચવા જેવું: ગુજરાતમાં આજે ક્યાં કેવો વરસાદ? બફારામાંથી મળી રાહત, આગાહી પર કરો નજર
રાજ્યપાલના પદ પર સેવા
ત્રિપુરા- 15 ઓક્ટોબર 2009થી 26 નવેમ્બર 2009 સુધી
ગુજરાત - 27 નવેમ્બર 2009થી 6 જુલાઈ 2014 સુધી
મિઝોરમ - 6 જુલાઈ 2014થી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.