બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કુતિયાણા નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ ઢેલીબેન ઓડેદરાની દાદાગીરી, પાણી માટે તોડી નર્મદાની પાઈપ લાઈન
Last Updated: 06:40 PM, 15 May 2024
કુતિયાણા નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ ઢેલીબેન ઓડેદરાની દાદાગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખે પાણી માટે નર્મદા લાઇનમાં તોડફોડ કરી હતી.
ADVERTISEMENT
મારા વિરુદ્ધ અધિકારીઓને જે પગલા લેવા હોય તે લઇ શકે છેઃ ઢેલીબેન
તેમણે કુતિયાણાને પાણી નહી મળતું હોવાથી નર્મદાની પાણીની પાઇપ લાઈનમાં તોડફોડ કરી વિરોધ વ્યક્ત કર્યો.. આ મામલે અધિકારીઓને અનેક વખત રજુઆત કરવા છતા કોઇ ઉકેલ ન આવતા તેમણે પાઇપમાં તોડફોડ કરી હતી. તેમણે કહ્યુ હતું કે આ લાઇન તોડીને હું મારા ગામને પાણી પુરુ પાડીશ , મારા વિરુદ્ધ અધિકારીઓને જે પગલા લેવા હોય તે લઇ શકે છે.
ADVERTISEMENT
પાઇપલાઇનમાં તોડફોડ માટે જેસીબી બોલાવ્યું
ઢેલીબેન ઓડેદરાએ જેસીબી બોલાવીને ઉપલેટાથી પોરબંદર આવતી પાઇપલાઇનમાં તોડફોડ કરી હતી.. તેમણે કહ્યું હતું કે મારી વાત કોઇ અધિકારીએ કાને ધરી નથી જેથી મારે આ કરવા મજબુર થવું પડ્યું છે..
મહત્વની વાત તો એ હતી કે પાંચ-પાંચ કલાક સુધી નર્મદાની લાઇનમાં તોડફોડનું કામ ચાલુ હોવા છતા એકપણ અધિકારી ત્યાં ફરક્યા ન હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
લગામ ક્યારે / ખનીજ ચોરો બેફામ, રાષ્ટ્રીય સંપત્તિને કર્યું મોટું નુકસાન, તંત્રના આંખ આડા કાન
Dinesh Chaudhary
સાબાશ / રાજકોટના યુવકે વિશ્વની ફલક પર વગાડ્યો ડંકો, કામ જ એવુ કર્યું કે WHO, NASA ગદગદ થયું
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.