બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ડ્રગ્સ બને છે ક્યાં? ડ્રગ્સ રેકેટમાં ગોલ્ડન ક્રેસન્ટ શું છે? ગુજરાતના દરિયાકિનારાનો ઉપયોગ કેમ?

સટીક / ડ્રગ્સ બને છે ક્યાં? ડ્રગ્સ રેકેટમાં ગોલ્ડન ક્રેસન્ટ શું છે? ગુજરાતના દરિયાકિનારાનો ઉપયોગ કેમ?

Last Updated: 07:34 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Drugs seized News: ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 5 હજાર 388 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. વર્ષ 2022-23માં 512 કેસ નોંધાયા હતા

એક તરફ દેશ ભરમાં ચૂંટણીનો માહોલ છે અને બીજી તરફ રાજ્યમાં અને સરહદ પર સુરક્ષા વધારાઈ છે ત્યારે રાજ્યમાં દિવસેને દિવસે ડ્રગ્સ પકડાવાની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે આજે અરબી સતત બીજા દિવસે 60 કરોડની કિંમતનું 173 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. આ સાથે પોરબંદર નજીક દરિયા કિનારેથી કોસ્ટગાર્ડ, NCB અને ATSને મળેલા ઇનપુટના આધારે અરબી સમુદ્રમાંથી ડ્રગ્સનો 600 કરોડનું 86 કિલો હેરોઈન ડ્રગ્સ ઝડપાયું છે.આ ઉપરાંત સુરેન્દ્રનગરમાંથી SOGએ 86 હજારની કિંમતના MD ડ્રગ્સ સાથે મહિલાને ઝડપી છે. તો ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીને ગુજરાત ATS અને NCBએ ઝડપી પાડી છે. આ વાત તો ફક્ત બે દિવસની કરી છે પરંતુ છેલ્લા બે વર્ષનો ડ્રગ્સ પકડવાનો આંકડો જોઈએ તો અંચબિત થઈ જવાય તેમ છે.

D 1

ગુજરાતમાં કેટલું ડ્રગ્સ આવ્યું?

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 5 હજાર 388 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. વર્ષ 2022-23માં 512 કેસ નોંધાયા હતા, જેમાં દ્વારકામાંથી બે વર્ષમાં 1 લાખ 76 હજારનું MD ડ્રગ્સ ઝડપાયું તો વડોદરામાં 56 લાખ 32 હજારનું MD ડ્રગ્સ જપ્ત કરાયો છે. વડોદરા ગ્રામ્યમાંથી 25 લાખ 37 હજારથી વધુનું MD ડ્રગ્સ જપ્ત કરાયો છે. સપ્ટેમ્બર 2021માં મુન્દ્રાપોર્ટ પરથી 2988 કિલો હેરોઇન જપ્ત કરાયું છે. 2988 કિલો હેરોઇનની બજાર કિમંત 21 હજાર કરોડ હતી.

ડ્રગ્સ પકડવામાં કોની ભૂમિકા?

NCB

ATS

કોસ્ટગાર્ડ અને નેવી

ક્યા દેશોની ભૂમિકા?

ઇરાન

પાકિસ્તાન

અફઘાનિસ્તાન

ડ્રગ્સ બને છે ક્યા?

મ્યાનમાર

થાઇલેન્ડ

લાઓસ

આ 3 દેશો 80 ટકા હેરોઇન બનાવે છે

ગુજરાતના દરિયાકિનારાનો ઉપયોગ કેમ?

દેશનો દરિયા કિનારો 7517 કિ.મી લાંબો છે. જેમાં પણ ગુજરાત પાસે 1640 કિ.મી લાંબો દરિયા કિનારો છે. કિનારા પર 144થી વધુ નાના-મોટા ટાપુ છે, સાથો સાથ પાકિસ્તાની દરિયાઇ સરહદ નજીક છે. ડ્રગ્સની હેરફેર પાકિસ્તાન અને ઇરાન કરે છે. પાકિસ્તાનનું કરાચી બંદર અને ઇરાનના ચાબહાર બંદરની ભૂમિકા મુખ્ય રહે છે. ભૌગોલિક રીતે ગુજરાતનો દરિયાકિનારો નજીક છે અને ગુજરાતનો ઉપયોગ અવર-જવર માટે કરવામાં આવે છે. ડ્રગ હેન્ડલર્સને અન્ય દેશની સીમામાં પહોંચાડવા પ્રયાસ કરે છે તેમજ ગુજરાતથી મુંબઇ સહિત દેશના અનેક રાજ્યમાં મોકલવામાં આવે છે. ડ્રગ્સ ગુજરાતમાં પણ ધનિકવર્ગમાં ડ્રગ્સની ખરીદીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં MD ડ્રગ્સ અનેક વાર પકડાયું છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગે ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ પકડાય છે. જેમાં દ્વારકા,પોરબંદર,ગીરસોમનાથથી અનેક વાર ડ્રગ્સ ઝડપાયું છે. સુરક્ષા એજ્ન્સીઓ પહેલાના પ્રમાણમાં વધુ સતર્ક છે જ્યારે અનેક વખત પેટ્રોલિંગના ડરથી ડ્રગ્સ ફેંકી દે છે અને જેના કારણે દરિયાકિનારેથી અનેક વખત પેકેટ મળ્યા છે

વાંચવા જેવું: 'જૂના પુસ્તકો આપી જાઓ, જરૂરિયાતમંદ લઈ જાઓ', અહીં શરૂ થયો પુસ્તક એક્ત્રીકરણ કાર્યક્રમ

ગોલ્ડન ક્રેસન્ટ શું છે?

ગોલ્ડન ક્રેસન્ટ એટલે સોનેરી અર્ધચંદ્ર. પાકિસ્તાન,અફઘાનિસ્તા અને ઇરાન આ 3 દેશોમાં ડ્રગ્સનું ઉત્પાદન થાય છે. આ ભાન નકશા પર મળીને એક આકૃતિ તૈયાર કરે છે. આ આકૃતિ અર્ધ ચંદ્ર જેવી થાય છે તેથી ગોલ્ડન ક્રેસન્ટ કહેવાય. ક્રેસન્ટ પહેલા આ ઇજારો ગોલ્ડન ટ્રાયેન્ગલ પાસે હતો. ભારતના પૂર્વોત્તરમાં મ્યાનમાર, થાઇલેન્ડ અને લાઓસ મળીને બનાવે છે. દુનિયાભર માટે હેરોઇન અહીં બને છે. ગોલ્ડન ક્રેસન્ટમાં બનતા ડ્રગ્સની ટ્રાન્સપોર્ટની જવાબદારી પાકિસ્તાન-ઇરાનની છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ