બ્રેકિંગ ન્યુઝ
Vidhata
Last Updated: 03:14 PM, 12 April 2024
ઑસ્ટ્રેલિયા અને કેનેડાને પગલે, ન્યુઝીલેન્ડે પણ દેશમાં નોકરીની પાત્રતા માટેની જરૂરિયાતો ઉમેરીને ઇમિગ્રન્ટ્સની વધતી સંખ્યાને રોકવા માટે તેના વર્કિંગ વિઝાના નિયમોને કડક બનાવી દીધા છે. 2023માં ન્યુઝીલેન્ડમાં લગભગ રેકોર્ડ માઈગ્રેશનનો આંકડો નોંધાયો હતો. આ પછી ન્યુઝીલેન્ડે માન્યતા પ્રાપ્ત એમ્પ્લોયર વર્કર વિઝા સ્કીમ-એમ્પ્લોયમેન્ટ વિઝા પ્રોગ્રામમાં તાત્કાલિક સુધારાની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
નવા ફેરફારો એ તમામ ભારતીય પ્રવાસીઓને ભારે અસર કરી શકે છે કે જેઓ ન્યુઝીલેન્ડમાં નોકરી શોધી રહ્યા છે. ઇમિગ્રેશન મંત્રી એરિકા સ્ટેનફોર્ડે જણાવ્યું કે અર્થતંત્રના પુનઃનિર્માણ માટે સરકારની યોજના માટે અમારા ઇમિગ્રેશન સેટિંગ્સને યોગ્ય બનાવવું મહત્ત્વપૂર્ણ છે. 2023માં માઇગ્રન્ટ્સનો ધસારો રેકોર્ડ ઊંચાઈ પર હતો.
ADVERTISEMENT
વિઝાના નિયમોને કડક કર્યા બાદ જે નવી આવશ્યકતાઓ ઉમેરવામાં આવી છે, તેમાં એ પ્રવાસીઓ કે જે ઓછા સ્કિલ લેવલ 4 અને 5ની ભૂમિકાઓ માટે અરજી કરી રહ્યા છે, તેઓએ હવે અંગ્રેજી ભાષામાં એફિશિયન્ટ હોવું જરૂરી છે.
મોટાભાગના અધિકૃત એમ્પ્લોયર વર્ક વિઝા (AEWV)ની ભૂમિકાઓ માટે મિનિમમ સ્કિલ અને વર્ક એક્સપિરિયન્સની લિમિટ પણ લગાવવામાં આવી છે.
લેવલ 4 અને 5 ની ભૂમિકાઓ માટે પ્રવાસીઓને લાવવાની મંજૂરી મેળવતા પહેલા તમામ કંપનીઓએ ફરજિયાત કામ અને આવક સાથે જોડાવું જરૂરી છે.
મોટા ભાગના લેવલ 4 અને 5 ની ભૂમિકાઓ માટે મહત્તમ સતત પ્રવાસને પણ ઘટાડીને ત્રણ વર્ષ કરી દેવામાં આવ્યા છે.
2018માં કરવામાં આવેલી ન્યુઝીલેન્ડની વસ્તી ગણતરી દર્શાવે છે કે દેશની વસ્તીમાં ભારતીયોનો હિસ્સો 4.7 ટકા છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારતીય મૂળના લગભગ 2,50,000 વ્યક્તિઓ અને NRI ન્યુઝીલેન્ડમાં રહે છે અને તેમાંથી મોટા ભાગના કાયમી ધોરણે ત્યાં સ્થાયી થયા છે.
વધુ વાંચો: ફરવાની મોજ સાથે કમાણી પણ: 9 દેશમાં આ વિઝા લઈ કરો સફર, ઓફિસની કોઈ રામાયણ નહીં
ન્યુઝીલેન્ડની વસ્તી લગભગ 5.1 મિલિયન છે. કોરોના રોગચાળાના અંત પછી, ન્યુઝીલેન્ડમાં પ્રવાસીઓની સંખ્યામાં ઝડપથી વધારો જોવા મળ્યો છે. આનાથી ગયા વર્ષે ચિંતા વધી હતી કે તે ફુગાવાને વેગ આપી રહી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.