બ્રેકિંગ ન્યુઝ
આપણે રોગચાળા પછીની દુનિયામાં જીવીએ છીએ, જ્યાં હવે ઓફિસમાં બેસીને અઠવાડિયાના 60-કલાકનું કામકાજ કરવાનું સામાન્ય નથી. રિમોટ વર્કનો કૉન્સેપ્ટ આવી ગયો છે, જેનાથી લોકોના જીવનમાં વધુ સુગમતા અને સ્વતંત્રતા આવી છે. આ વાતનો ફાયદો ઉઠાવીને હવે લોકો પાસે મનોહર સ્થળોએથી કામ કરવાનો વિકલ્પ પણ છે. 2020 માં, એસ્ટોનિયા વિશ્વનો સૌથી પહેલો એવો દેશ બન્યો કે જેને રિમોટ વર્કર્સને ડિજિટલ નોમેડ વિઝા આપ્યા હોય. એ પછી તો ઘણા દેશોએ પણ આમ કરવાનું શરુ કર્યું. ભારતીય પાસપોર્ટ ધારકો માટે પણ ઘણા એવા દેશો છે જે રિમોટ વર્ક કરવા માટે વિઝા આપે છે.
ADVERTISEMENT
સૌથી પહેલા જાણીએ ડિજિટલ નોમેડ્સ એટલે શું? તમે કોઈ સરસ દેશમાં સુંદર જગ્યા પર બેસીને તમારું રિમોટ વર્ક કામ કરો અને સામે દ્દેસખાતા સુંદર દ્રશ્યની મજા પણ માણો. સરળ શબ્દોમાં કહીએ તો, ડિજિટલ નોમેડ એવી વ્યક્તિ છે જેનું કામ સ્થાન-સ્વતંત્ર છે અને વિશ્વમાં ગમે ત્યાંથી કામ કરી શકે છે. એ માટે જુદા-જુદા દેશોમાં ચોક્કસ વિઝા હોય છે જે તેમને નિર્દિષ્ટ સમયગાળા માટે તેમના વતન ન હોય તેવા દેશમાં રિમોટ વર્ક કરવાનો કાનૂની અધિકાર આપે છે. આ વિઝા દરેક દેશમાં અલગ-અલગ નામોથી ઓળખાય છે અને તેની સાથે કેટલીક ચોક્કસ શરતો પણ હોય છે, જેમ કે તમે કયા પ્રકારનું કામ કરી શકો છો, તમે તે દેશમાં કેટલો સમય રહી શકો છો અને તમારી ન્યૂનતમ કમાણી કેટલી હોવી જોઈએ. આ તમામ વિઝા આવશ્યકપણે તમને તે દેશમાં અમુક ચોક્કસ સમય માટે દૂરથી કામ કરવાનો અધિકાર આપે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પોર્ટુગલ -
પોર્ટુગલ એવો યુરોપિયન દેશ છે કે જ્યાં ડિજિટલ નોમેડ વિઝા મેળવવાનું અન્ય દેશો કરતાં વધુ સરળ માનવામાં આવે છે. પોર્ટુગલ તેની શાંત જીવનશૈલી અને સરસ હવામાનને કારણે ડિજિટલ નોમેડ્સ માટે ટોચનું સ્થળ બની ગયું છે. પોર્ટુગલે ઑક્ટોબર 2022થી નોન-EU રિમોટ વર્કર્સ અને ફ્રીલાન્સર્સ માટે ખાસ ડિજિટલ નોમેડ વિઝા આપવાનું શરૂ કર્યું. મલ્ટીપલ એન્ટ્રી સાથે આ વિઝા એક વર્ષ માટે રહેવાની મંજૂરી આપે છે. જેના માટે અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. તેમની પાસે રિમોટ વર્કનો અથવા ફ્રીલાન્સ હોવાનો પુરાવો હોવો જરૂરી છે. આ વિઝા મેળવવા માટે દર મહિને ઓછામાં ઓછા €3,280 કમાવવાની જરૂરિયાત હોય છે. આ વિઝા મેળવવામાં લગભગ 90 દિવસનો સમય લાગે છે. આ વિઝાની કિંમત €90 છે.
ADVERTISEMENT
ગ્રીસ -
યુરોપમાં આ દેશ પણ ડિજિટલ નોમેડ વિઝા ઓફર કરે છે, જે તમામ બિન-EU રહેવાસીઓ માટે ખુલ્લો છે. વિઝા માટે અરજી કરવા માટે, તમારે ગ્રીસની બહારની કંપની સાથેના રોજગાર કરારનો પુરાવો અથવા સ્વતંત્ર કામનો પુરાવો હોવો જરૂરી છે. તમારી આવક ન્યૂનતમ માસિક પગાર €3500 હોવા જોઈએ. ગ્રીસમાં ડિજિટલ નોમેડ વિઝાની કિંમત 9,450 રૂપિયા છે, જેમાં તમે એક વર્ષ માટે ત્યાં રોકાઈ શકો છો. આ વિઝાની એપ્લિકેશન માટે પ્રક્રિયામાં બે અઠવાડિયાથી એક મહિનાનો સમય લાગી શકે છે.
ADVERTISEMENT
જર્મની -
એમ તો જર્મની સમર્પિત ડિજિટલ નોમેડ વિઝા ઓફર કરતુ નથી, પણ તે રિમોટ વર્કર્સ માટે યોગ્ય ફ્રીલાન્સ વિઝા ઓફર કરે છે. ફ્રીલાન્સ વિઝા માટે, જેઓ અરજી કરી રહ્યા છે, તેઓ ઉદાર વ્યવસાય (સર્જનાત્મક, તબીબી, સલાહકારી, શિક્ષણ, તકનીકી) માં જોડાયેલા હોવા જોઈએ. તેમને એક વર્ષ માટે નાણાકીય પર્યાપ્તતાનો પુરાવો આપવો પડે છે. ન્યૂનતમ માસિક આવક લગભગ €9000 હોવી જોઈએ. તેમને ફ્રીલાન્સ વર્કનો પુરાવો આપવો પડે છે. આ વિઝાની કિંમત આશરે €75 છે અને તે એક વર્ષ સુધી રહેવાની મંજૂરી આપે છે, જેમાં ઓછામાં ઓછું 6 મહિના ત્યાં રોકાવું પડે છે, અને આ વિઝાને ત્રણ વર્ષ સુધી લંબાવી શકાય છે. આ વિઝા એપ્લિકેશન માટે પ્રક્રિયામાં 3-4 મહિના લાગે છે.
ADVERTISEMENT
સ્પેન -
સ્પેન એવા તમામ વ્યાવસાયિકોને ડિજિટલ નોમેડ વિઝા આપે છે જેઓ સ્વ-રોજગાર ધરાવતા હોય અથવા સ્પેનની બહારની સંસ્થા માટે દૂરથી કામ કરતા હોય. આ વિઝા ડિજિટલ નોમેડ્સને સ્થાનિક સ્તરે પણ કામ કરવાની મંજૂરી આપે છે, પણ આ કાર્ય તેમની કુલ પ્રવૃત્તિના 20% કરતા વધારે ન હોવું જોઆએ. અરજદારો પાસે યુનિવર્સિટીમાંથી અંડરગ્રેજ્યુએટ અથવા અનુસ્નાતકની ડિગ્રી અથવા ત્રણ વર્ષના કાર્ય અનુભવનો પુરાવો હોવો આવશ્યક છે. વિઝા માટે, સ્પેનની બહાર રોજગારનો પુરાવો, કરાર આધારિત કામનો પુરાવો (જો સ્વ-રોજગાર હોય તો) આપવો પડશે. આ વિઝાની કિંમત 18,600 રૂપિયા છે. જેમાં એક વર્ષ માટે વિઝા મળે છે. આ વિઝા મેળવવા માટેની પ્રક્રિયામાં 10 દિવસ લાગે છે.
કોસ્ટા રિકા -
મધ્ય અમેરિકામાં આવેલો દેશ કોસ્ટ રિકા તમામ રાષ્ટ્રીયતાના લોકોને ડિજિટલ નોમેડ વિઝા ઓફર કરે છે, જો તેઓ કોસ્ટા રિકાની બહાર નોકરી કરતા હોય અને ઓછામાં ઓછી માસિક આવક $3,000 હોવી જોઈએ અને જો તેમની સાથે કોઈ ડિપેન્ડેન્ટની પણ અરજી કરી રહ્યા હોય તો તેમની માસિક આવક $4,000 હોવી જોઈએ. આ વિઝાની કિંમત $100 છે, જેમાં એક વર્ષ માટે રોકાઈ શકાય છે. આ વિઝા રિન્યૂ પણ કરાવી શકાય છે અને વધુ એક વર્ષ માટે લંબાવી શકાય છે. આ વિઝા માટેની પ્રક્રિયામાં 15 દિવસનો સમય લાગે છે.
સેશેલ્સ -
આફ્રિકામાં આવેલો સૌથી નાનો દેશ સેશેલ્સ પણ આ પ્રકારના વિઝા આપે છે, જેને અધિકૃત રીતે વર્કકેશન રીટ્રીટ પ્રોગ્રામ કહેવાય છે. સેશેલ્સ રિમોટ વર્કર્સને આ વિઝા ઓફર કરે છે. આ વિઝા દેશની બહાર નોકરી કરતા તમામ ફ્રીલાન્સર્સ, વ્યાવસાયિકો માટે એક વર્ષ માટે માન્ય છે. વિઝા માટે, તમારે રોજગારનો પુરાવો, આવકનો પુરાવો, બતાવવો પડશે. ઉપરાંત, તમારે દેશમાં પ્રવેશવાના 60 દિવસ પહેલા વિઝિટર પરમિટ અને ટ્રાવેલ ઓથોરાઈઝેશન માટે પણ અરજી કરવી પડશે. આ વિઝાની કિંમત €10 છે, આ વિઝા પ્રક્રિયા માટે કેટલાક અઠવાડિયાનો સમય લાગી શકે છે.
બહામાસ -
ડિજિટલ નોમેડ વિઝા અથવા બહામાસ એક્સટેન્ડેડ એક્સેસ ટ્રાવેલ સ્ટે (BEATS) રિમોટ વર્કર્સને આ સ્વર્ગ જેવા દેશમાં મલ્ટીપલ એન્ટ્રીઓ સાથે એક વર્ષ સુધી રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે. વ્યક્તિઓએ તેમના રોકાણ દરમિયાન કોઈપણ વધારાની આવક અથવા અન્ય કર ચૂકવવાની જરૂર નથી. BEATS વિઝા માટે, માન્ય પાસપોર્ટ, દેશની બહાર નોકરીનો પુરાવો, નાણાકીય પર્યાપ્તતાનો પુરાવો, તબીબી વીમો અને સ્વચ્છ ગુનાહિત રેકોર્ડ પ્રાથમિક જરૂરિયાતો છે. ભારતીય પાસપોર્ટ ધારકોએ અહીં વિઝિટર વિઝા માટે પણ અરજી કરવી જરૂરી છે. આ વિઝાની કિંમત $25 છે. એકવાર વિઝા મંજૂર થઈ જાય, પછી ધારકોએ $1,000 અને દરેક આશ્રિત માટે વધારાની $500 ની પરમિટ ફી ચૂકવવી પડશે. જો તેઓ પણ રિમોટ વર્કર હોય, તો ફી $1000 હશે. એક વર્ષ માટેના આ વિઝાને બે વાર રિન્યુ કરી શકાય છે અને ત્રણ વર્ષ માટે લંબાવી શકાય છે. આ વિઝા મેળવવા માટેની પ્રક્રિયામાં પાંચ દિવસ જ લાગે છે.
મોરેશિયસ -
મોરિશિયસ ડિજિટલ નોમેડ્સને જે વિઝા ઓફર કરે છે, તે સત્તાવાર રીતે પ્રીમિયમ ટ્રાવેલ વિઝા તરીકે ઓળખાય છે, આ મલ્ટીપલ એન્ટ્રી વિઝા ડિજિટલ નોમેડ્સને દેશમાં છ મહિના સુધી રહેવાની અને કામ કરવાની મંજૂરી આપે છે, જેને એક વર્ષ સુધી લંબાવી શકાય છે અને રિન્યૂ પણ કરાવી શકાય છે. અરજદાર પાસે માન્ય પાસપોર્ટ ઉપરાંત, આવકનો પુરાવો હોવો જોઈએ અને જો એકલા મુસાફરી કરતા હોય તો ઓછામાં ઓછી માસિક આવક $1,500 હોવી જોઈએ અને દરેક આશ્રિત બાળક માટે દર મહિને ઓછામાં ઓછા $500 ભરવા પડે છે. આ વિઝા મફતમાં મળે છે.
વધુ વાંચો: હવેથી જાપાન જવામાં ભારતીય ટુરિસ્ટોને પડશે સરળતા, શરૂ કરાયા eVisa, સમજો પ્રોસેસ
ઇન્ડોનેશિયા -
ઇન્ડોનેશિયામાં સત્તાવાર રીતે આને ડિજિટલ નોમેડ વિઝા નથી કહેવાતું, પણ એ ભારતીય રાષ્ટ્રીયતાના રિમોટ વર્કર્સને એક વર્ષના સમયગાળા માટે E33G વિઝા સાથે દેશમાં કામ કરવાની પરવાનગી આપે છે. વિઝા માટે, તમારે ફંડ્સનો પુરાવો અને $2,000 નું લઘુત્તમ બેંક બેલેન્સ અને દર વર્ષે $60,000 ની આવક દર્શાવતું એકાઉન્ટનું સ્ટેટમેન્ટ અને બહારની સંસ્થામાં નોકરીના પુરાવાની જરૂર પડશે. આ વિઝાની કિંમત $150 છે, જેમાં એક વર્ષ માટે રોકાઈ શકાય છે. આ વિઝા મેળવવાની પ્રક્રિયામાં 7-14 દિવસનો સમય લાગે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.