બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / બિઝનેસ / ક્રેડિટ કાર્ડથી આ બિલો ભરવા પડશે મોંઘા, 1મેથી બદલાઈ જશે નિયમ, જુઓ શું થશે અસર

તમારા કામનું / ક્રેડિટ કાર્ડથી આ બિલો ભરવા પડશે મોંઘા, 1મેથી બદલાઈ જશે નિયમ, જુઓ શું થશે અસર

Last Updated: 08:01 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 મેથી, ક્રેડિટ ઇશ્યૂ કરતી બેંકો યુટિલિટી બિલ પેમેન્ટ પર 1 ટકા ચાર્જ લેવાનું શરૂ કરશે. આવી સ્થિતિમાં ક્રેડિટ કાર્ડ દ્વારા બિલ ભરવાની આદત તમને મોંઘી પડશે.

જો તમને પણ તમારા વીજળી અને પાણી સહિતના મહત્ત્વના બિલ ક્રેડિટ કાર્ડ દ્વારા ભરવાની આદત પડી ગઈ હોય તો તમારે ફરીથી વિચારવું પડશે. 1 મેથી, ક્રેડિટ ઇશ્યૂ કરતી બેંકો યુટિલિટી બિલ પેમેન્ટ પર 1 ટકા ચાર્જ લેવાનું શરૂ કરશે. આવી સ્થિતિમાં ક્રેડિટ કાર્ડ દ્વારા બિલ ભરવાની આદત તમને મોંઘી પડશે. આ ફીની જાહેરાત કરનાર યસ બેંક અને IDFC FIRST બેંક પ્રથમ હતી.

યસ બેંક અને IDFCએ ચાર્જ વધાર્યો

યસ બેંક અને IDFC ફર્સ્ટ બેંકે માહિતી આપી છે કે તેઓ 1 મેથી યુટિલિટી બિલ પેમેન્ટ પર 1 ટકા ચાર્જ લેશે. આ કારણે જો તમે ક્રેડિટ કાર્ડ દ્વારા 2000 રૂપિયાનું વીજળી બિલ ભરો છો તો તમારે 20 રૂપિયા વધારાના ચૂકવવા પડશે. જો કે આ બેંકોએ હાલ માટે ગ્રાહકોને થોડી રાહત પણ આપી છે. યસ બેંકે યુટિલિટી બિલ પર 15000 રૂપિયા સુધીની મફત વપરાશ મર્યાદા પણ આપી છે અને IDFC ફર્સ્ટ બેંકે 20000 રૂપિયા સુધીની મફત વપરાશ મર્યાદા આપી છે. આના કારણે તમે યસ બેંકમાંથી રૂ. 15 હજાર સુધીના યુટિલિટી બિલ અને IDFC ફર્સ્ટ બેન્કમાંથી રૂ. 20 હજાર સુધી કોઇપણ ફી ચૂકવ્યા વિના ચૂકવી શકશો. આનાથી વધુ ચુકવણી પર 1% ચાર્જ તેમજ 18% GST ચૂકવવો પડશે.

આ ફેરફાર શા માટે કરવામાં આવ્યો?

બેંકોએ આ ચાર્જ બે મુખ્ય કારણોસર લાદવાનો નિર્ણય કર્યો છે. સૌપ્રથમ યુટિલિટી બિલો પર વસૂલવામાં આવતા નીચા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) છે. MDR એ દરેક ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર વસૂલવામાં આવતો ચાર્જ છે. આ ચાર્જ યુટિલિટી બિલ પર સૌથી ઓછો છે. તેથી, જો વીજળી અને પાણી જેવા બિલો ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવવામાં આવે તો બેંકને ઓછા પૈસા મળે છે. બીજું, બેન્કોને એવી માહિતી મળી હતી કે કેટલાક ઉદ્યોગપતિઓ તેમના વ્યક્તિગત ક્રેડિટ કાર્ડનો ઉપયોગ બિઝનેસ સંબંધિત યુટિલિટી બિલ ચૂકવવા માટે કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ સાયબર ફ્રોડના શિકારથી બચવા શું કરશો? કંઇ નહીં, બસ ફોલો કરજો આ સ્ટેપ્સ, પૈસા રિટર્ન

ગ્રાહકો પર શું અસર થશે?

આ ફી લાદવામાં આવ્યા બાદ યુટિલિટી બિલ ભરવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો મોંઘો થઈ જશે. જો તમે હજુ પણ ક્રેડિટ કાર્ડ દ્વારા બિલની ચુકવણી કરવા માંગો છો, તો ઘણી બેંકો ફી માફ કરવાની ઓફર કરી શકે છે. આ સિવાય તમે UPI, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા પણ યુટિલિટી બિલ પેમેન્ટ કરી શકો છો. આ પદ્ધતિઓ દ્વારા ચુકવણી કરવા માટે તમારે કોઈ ફી ચૂકવવાની જરૂર નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ