બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

VTV / સ્પોર્ટસ / T20 વર્લ્ડ કપ ટીમનું થયું એલાન, સિલેક્ટર્સે નહીં બાળકોએ જાહેર કર્યાં 15 ખેલાડીઓ, કેપ્ટન જુનો જ

VIDEO / T20 વર્લ્ડ કપ ટીમનું થયું એલાન, સિલેક્ટર્સે નહીં બાળકોએ જાહેર કર્યાં 15 ખેલાડીઓ, કેપ્ટન જુનો જ

Last Updated: 09:21 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂઝીલેન્ડે સૌથી પહેલા ટી 20 વર્લ્ડ કપ માટે ટીમનું એલાન કર્યું છે. કીવી બોર્ડે ટીમનું એલાન સિલેક્ટર્સને હાથે નહીં પરંતુ બાળકોને હાથે કરાવીને એક અનોખી પહેલ પણ કરી છે.

4 જુનથી વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકામાં રમાનારા T20 વર્લ્ડ કપ માટે ટીમો જાહેર થવા લાગી છે. સૌથી પહેલા ન્યૂઝીલેન્ડે તેની ટીમ જાહેર કરી છે પરંતુ ટીમ જાહેર કરવામાં ન્યૂઝીલેન્ડે એક અનોખી પહેલ કરી. હકીકતમાં સિલેક્ટર્સ કે બોર્ડ દ્વારા ટીમનું એલાન થતું હોય છે પરંતુ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે અનોખું કરવાનું વિચાર્યું અને બે બાળકોને હાથે ટીમ જાહેર કરાવી. કીવિ બોર્ડે માટિલ્ડા અને એંગસ નામના બે બાળકોને ટીમની જાહેરાત માટે બોલાવ્યાં અને તેમણે બન્નેએ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી.

વધુ વાંચો : VIDEO: ગરમીએ કિંગ ખાનનો પરસેવો છોડાવી દીધો, મેચ વચ્ચે શાહરુખ ખાન હેરાન પરેશાન

કેન વિલિયમસન કેપ્ટન

કીવિ બોર્ડે કેન વિલિયમસનને કેપ્ટન બનાવ્યો છે. ન્યુઝીલેન્ડની ટીમ 3 દિવસ પહેલા જ જાહેર કરવામાં આવી છે. આ ટીમમાં રચિન રવિન્દ્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગયા વર્ષના વનડે વર્લ્ડ કપમાં રવિન્દ્ર હીરો તરીકે ઉભરી આવ્યો હતો. ટ્રેન્ટ બોલ્ટનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કિવી ટીમમાં 15 મજબૂત નામ સામેલ કરવામાં આવ્યા છે. સિનિયર ખેલાડીઓ હાલમાં IPLમાં વ્યસ્ત છે પરંતુ યુવા ટીમે તાજેતરમાં પાંચ મેચની T20 શ્રેણી રમવા માટે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ત્યાં કિવી ટીમ શ્રેણી 2-2થી બરાબર કરવામાં સફળ રહી હતી. ટી20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડની નજર રહેશે.

4 જુનથી વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકામાં

ઉલ્લેખનીય છે કે ટી 20 વર્લ્ડ કપ 4 જુનથી વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકામાં રમાવાનો છે. T20 વર્લ્ડ કપ માટે ટીમોની જાહેરાત કરવાનો છેલ્લો દિવસ 1 મે નક્કી કરવામાં આવ્યો છે.

ન્યુઝીલેન્ડની ટીમ

કેન વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, ટ્રેન્ટ બોલ્ટ, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ડેરીલ મિશેલ, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ