બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ખાવામાં ખતરો! કેવી રીતે ઓળખવું પનીર અસલી છે કે નકલી? 4 ટ્રિક કાઢશે કામ

Asli Nakli Paneer / ખાવામાં ખતરો! કેવી રીતે ઓળખવું પનીર અસલી છે કે નકલી? 4 ટ્રિક કાઢશે કામ

Last Updated: 08:54 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પનીરમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. તેને નિયમિત રીતે ડાયટમાં સામેલ કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે

જો તમે તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે તમારા આહારમાં પનીરને અલગ-અલગ રીતે સામેલ કરો છો, તો એ જાણવું ખૂબ જ જરૂરી છે કે પનીર અસલી છે કે ભેળસેળયુક્ત. અન્યથા તે સ્વાસ્થ્યને ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. તમે બજારમાંથી છૂટક પનીર ખરીદો કે પેકેટ કરેલુ પનીર તમે આ સરળ પદ્ધતિઓ દ્વારા તેની શુદ્ધતા ચકાસી શકો છો.

panir kachu1

પનીર શાકાહારીઓ માટે સુપરફૂડ ગણાય છે અને તહેવારો જેવા પ્રસંગોએ પનીરની સબ્જી બનાવવાનું અનિવાર્ય છે. પનીરમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. તેને નિયમિત રીતે ડાયટમાં સામેલ કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. પનીરમાંથી શાકભાજી ઉપરાંત પરાઠા, ખીર, મીઠાઈ અને બીજી ઘણી વાનગીઓ બનાવી શકાય છે. જો કે કાચું પનીર ખાવું સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. વધુ માંગને કારણે દુકાનદારો ઘણીવાર વિવિધ પ્રકારની ભેળસેળ સાથે પનીર બનાવી વેચે છે, જેના કારણે તમે જે પનીર ખાઈ રહ્યા છો તે અસલી છે કે નકલી તે અનુમાન લગાવવું મુશ્કેલ છે. ભેળસેળવાળું પનીર ખાવાથી ન માત્ર અજીબ લાગે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ અત્યંત હાનિકારક છે, તો આજે અમે કેટલીક એવી પદ્ધતિઓ વિશે જાણીશું જેના દ્વારા તમે સરળતાથી જાણી શકશો કે પનીર અસલી એટલે કે શુદ્ધ છે કે ભેળસેળવાળું છે.

આ રીતે અસલી અને નકલી પનીરની કરો ઓળખ

પનીરના સ્વાદ

રિયલ પનીર સ્વાદમાં થોડું મલાઈ જેવું હોય છે, પરંતુ જો તમે તેને ખાધા પછી અલગ જ સ્વાદ અનુભવો તો તેમાં ભેળસેળ કરાયેલી હોઇ શકે છે. પનીર દૂધમાંથી બનતું હોવાથી તેનો સ્વાદ માત્ર દૂધનો જ હોય ​​છે.

પનીરને ટેક્સચર

પનીરનો એક નાનો ટુકડો લો અને તેને તમારા હાથથી મેશ કરો. તે ક્ષીણ સ્વરૂપમાં આવે છે, તો તેનો અર્થ આ પનીર મિલાવટ વાળુ છે. અસલી અને શુદ્ધ પનીર આના જેવું ક્ષીણ થતું નથી.

પનીરની નરમાઈ

નકલી પનીરનું ટેક્સચર થોડું કઠણ અને રબર જેવું હોય છે, જ્યારે અસલી પનીર નરમ અને સ્પંજી હોય છે. ખરીદતી વખતે તમે તેને થોડું દબાવીને ચકાસી શકો છો કે તે અસલી છે કે નકલી.

વધુ વાંચો : ઘરે બેઠા જાતે જ કરો તમારા બાઈકની સર્વિસ, ફોલો કરો આ ઈઝી સ્ટેપ્સ

પેકેજ્ડ પનીરની સામગ્રી તપાસો

તમે બજારમાંથી છુટક પનીરને બદલે પેકેજ્ડ પનીર ખરીદી રહ્યા છો તો પેકેજ પર લખેલી વિગતો વાંચો. અસલી પનીર દૂધ અને લીંબુના રસ અથવા સરકોમાંથી બનાવવામાં આવે છે. કંઈપણ અલગથી ઉમેરવામાં આવતું નથી, પરંતુ જો પનીરમાં બીજું કંઈપણ શામેલ હોય તો તેને ખરીદવું ન જોઇએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ