બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

VTV / સ્પોર્ટસ / T20 વર્લ્ડ કપને લઈને મોટા સમાચાર, આવતીકાલે અમદાવાદમાં જાહેર થશે ટીમ, આ ખેલાડીઓને તક

ટી20 વર્લ્ડ કપ / T20 વર્લ્ડ કપને લઈને મોટા સમાચાર, આવતીકાલે અમદાવાદમાં જાહેર થશે ટીમ, આ ખેલાડીઓને તક

Last Updated: 09:23 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે અમદાવાદમાં ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન થવાનું છે. ટીમ જાહેર કરનાર ભારત બીજો દેશ બનશે, સૌથી પહેલા ન્યૂઝીલેન્ડ ટીમ જાહેર કરી દીધી છે.

ટી 20 વર્લ્ડ કપ માટે ટીમો જાહેર થવા લાગી છે. સૌથી પહેલા ન્યૂઝીલેન્ડે ટીમ જાહેર કરી છે જે પછી હવે ભારત ટીમ જાહેર કરવા જઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) 30 એપ્રિલ (મંગળવાર)ના રોજ ટી20 વિશ્વકપ માટે પોતાની ટીમની જાહેરાત કરશે. આ માટે અમદાવાદમાં પસંદગીકારોની મિટિંગ યોજાશે, જે પછી ટીમની જાહેરાત કરવામાં આવશે.

વધુ વાંચો : T20 વર્લ્ડ કપ ટીમનું થયું એલાન, સિલેક્ટર્સે નહીં બાળકોએ જાહેર કર્યાં 15 ખેલાડીઓ, કેપ્ટન જુનો જ

રોહિત શર્મા રહેશે કેપ્ટન

ટીમની કેપ્ટનશીપ રોહિત શર્માના હાથમાં રહેશે. બીસીસીઆઈ સચિવ જય શાહે આ વાતની પુષ્ટિ કરી દીધી છે.

કયા ખેલાડીઓને મળી શકે તક

રોહિત શર્માની સાથે સાથે વિરાટ કોહલી અને ટી-20 નંબર-1 બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું વર્લ્ડકપ ટીમમાં સ્થાન લગભગ નક્કી છે. આ સાથે જ ઓપનર યશસ્વી જયસ્વાલ અને રિંકુ સિંહને પણ વર્લ્ડકપ રમવાની તક મળી શકે છે. વિકેટકીપર બેટ્સમેનોની વાત કરીએ તો ઋષભ પંત અને સંજૂ સેમસન વર્લ્ડકપ ટીમમાં હોઈ શકે છે. ઓલરાઉન્ડર્સની વાત કરીએ તો હાર્દિક પંડ્યા ટીમમાં એન્ટ્રી કરી શકે છે. શિવમ દુબેની એન્ટ્રી પણ નિશ્ચિત મનાય છે. રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલમાંથી એકને પણ તક મળી શકે છે. સ્પિન બોલર તરીકે કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ અને યુઝવેન્દ્ર ચહલને સ્થાન મળી શકે છે. ફાસ્ટ બોલિંગ યુનિટમાં જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંઘનું સ્થાન નિશ્ચિત લાગી રહ્યું છે. ત્રીજા સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર તરીકે મોહમ્મદ સિરાજને પણ સામેલ કરવામાં આવી શકે છે.

ભારતની સંભવિત ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યુસ્વેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, મોહમ્મદ સિરાજ

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ