બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / ગુજરાત / ગરમ હવાઓ ફૂંકાશે, આ જિલ્લાવાળા ત્રાસી જશે, હવામાન વિભાગે કરી અકળાવતી આગાહી

વાતાવરણ / ગરમ હવાઓ ફૂંકાશે, આ જિલ્લાવાળા ત્રાસી જશે, હવામાન વિભાગે કરી અકળાવતી આગાહી

Last Updated: 11:06 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રમાં 3 દિવસ ગરમીનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. સૂર્યનારયણના તાપથી લોકો રેબઝેબ થઈ રહ્યાં છે. રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે ફરીથી ગરમી પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠા વિસ્તારમાં હીટવેવની આગાહી છે.

આ જિલ્લામાં યેલો એલર્ટ

પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રમાં 3 દિવસ ગરમીનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. તો દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજ રેહતા ડિસ્કમ્ફર્ટ અલર્ટ અપાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેશે.

ગરમ રાતનો સામનો કરવા તૈયાર રહો

દેશના ઉત્તર-પૂર્વના કેટલાક રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યોમાં લોકોને ગરમીનો પ્રભાવ જોવા મળશે. આસામ, મેઘાલય, ત્રિપુરા, કેરળ, માહે અને તટીય કર્ણાટકમાં ભેજ અને ગરમ હવામાનને કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી તીવ્ર હીટવેવ ગંગા, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડ, ઓડિશાના ભાગોમાં જોવા મળશે તેવી આગાહી કરાઈ છે. પૂર્વ ઉત્તર પ્રદેશ અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગરમ રાતનો સામનો કરવો પડશે તવી પણ આગાહી કરાઈ છે.

વાંચવા જેવું: સરદારને પાટીદાર સુધી જ સિમિત કેમ રાખવામાં આવે છે? ધાનાણીની ટિપ્પણી બાદ વાર-પલટવાર!

40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં વીજળી સાથે તોફાન, 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને કરા પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં તેજ પવનની આગાહી કરાઈ છે. ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં જોરદાર પવન પણ ફૂંકાશે. દિલ્હી-એનસીઆર, હરિયાણા અને ચંદીગઢમાં લોકોને વીજળીની સાથે ધૂળની ડમરીઓનો સામનો કરવો પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ