બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / 17 વર્ચ્યુઅલ કાર્ડ, 42 ઈ-મેઈલ આઈડી, હિન્દુવાદીઓને મૌલવીની ધમકી કેસમાં પાકિસ્તાની કનેક્શનનો ઘટસ્ફોટ

સુરત / 17 વર્ચ્યુઅલ કાર્ડ, 42 ઈ-મેઈલ આઈડી, હિન્દુવાદીઓને મૌલવીની ધમકી કેસમાં પાકિસ્તાની કનેક્શનનો ઘટસ્ફોટ

Last Updated: 06:50 PM, 16 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે, અત્યાર સુધીની તપાસમાં મૌલવી સહિત 3 આરોપીની ધરપકડ કરાઈ છે. મૌલવી સોહેલ પાસેથી 2 કાર્ડ અને જન્મના પ્રમાણપત્ર મળી આવ્યા છે.

સુરતના હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને ધમકી આપવાના કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. મૌલવી મોહમ્મદ સોહેલ અબુ બકર ટીમોલ બાદ બિહારના મુઝફ્ફરપુર અને મહારાષ્ટ્રના નાંદેડમાંથી 1-1 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદ કરીને સમગ્ર પ્રકરણ અંગે માહિતી આપી હતી.

surat c 1 1

મૌલવી સહિત 3 આરોપીની ધરપકડ કરાઈ

અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે, અત્યાર સુધીની તપાસમાં મૌલવી સહિત 3 આરોપીની ધરપકડ કરાઈ છે. મૌલવી સોહેલ પાસેથી 2 કાર્ડ અને જન્મના પ્રમાણપત્ર મળી આવ્યા છે. 17 જેટલા વર્ચ્યુઅલ કાર્ડનો ઉપયોગ કરી હિન્દુવાદી નેતાઓને ધમકી આપતા હતા. 42 ઇ-મેઈલ આઇડી પરથી શેહનાઝ ધમકીઓ આપતો હતો. સોહેલ પાસેથી બે ઇલેક્શન કાર્ડ મળ્યા છે. હવાલાના માધ્યમથી મની ટ્રાન્સફર કરતા હતા. આરોપીઓના પાકિસ્તાન સાથે સંપર્ક હોવાના પુરાવા પણ મળ્યા છે.

વાંચવા જેવું: સરકારી પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ, આ પરીક્ષાની તારીખ થઈ જાહેર

મૌલવી પાસેથી જન્મના પ્રમાણપત્ર મળ્યા

આરોપીઓને પાકિસ્તાનથી નાણા પૂરા પાડવામાં આવ્યા હોવાના પુરાવા મળ્યા છે. આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ-અલગ વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા. સુરેશ રાજપૂત, ઉપદેશ રાણા, નિશાંત શર્માને ગૃપ કોલથી ધમકી આપી હતી. મહત્વપૂર્ણ છે કે, આ કેસમાં અત્યાર સુધી મૌલવી મોહમ્મદ સોહેલ અબુ બકર ટીમોલ, મહારાષ્ટ્રના નાંદેડથી શકીલ સત્તાર શેખ ઉર્ફ રઝા અને બિહારના મુઝફ્ફરપુરથી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ શાબિરની ધરપકડ કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Surat Crime News Surat News Maulvi Mohammad Sohail Case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ