બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / VTV વિશેષ / સરદારને પાટીદાર સુધી જ સિમિત કેમ રાખવામાં આવે છે? ધાનાણીની ટિપ્પણી બાદ વાર-પલટવાર!

મહામંથન / સરદારને પાટીદાર સુધી જ સિમિત કેમ રાખવામાં આવે છે? ધાનાણીની ટિપ્પણી બાદ વાર-પલટવાર!

Last Updated: 09:32 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: પરેશ ધાનાણીએ કહ્યું કે અમે સરદાર પટેલના સાચા વારસદારો છીએ અને અમારા હરીફ એટલે કે ભાજપ સરદાર પટેલના નકલી વારસદારો છે અને આ લડાઈ નકલીની સામે અસલીની છે.

અત્યારે ગુજરાતના રાજકારણમાં જે વિષય ચર્ચાઈ રહ્યો છે તેને લઈને જવાબદાર માધ્યમો અનેકવાર ચર્ચા કરી ચુક્યા છે. ચર્ચા એ છેડાઈ છે કે સરદાર પટેલના સાચા વારસદારો કોણ. પરેશ ધાનાણીએ કહ્યું કે અમે સરદાર પટેલના સાચા વારસદારો છીએ અને અમારા હરીફ એટલે કે ભાજપ સરદાર પટેલના નકલી વારસદારો છે અને આ લડાઈ નકલીની સામે અસલીની છે. પરેશ ધાનાણીના નિવેદન પછીના વાર-પલટવારને બાજુ પર રાખી દઈએ અને વિનમ્રતાથી એક જ પ્રશ્ન પૂછીએ કે માણસની સરખામણી કોઈ બીજા માણસ સાથે થાય પણ માણસની સરખામણી કોઈ વિભૂતિ સાથે થઈ શકે ખરી?. અહીં બહુ જવાબદારી સાથે એ કહેવું જ પડે કે સરદાર પટેલ એક વિભૂતિ હતા અને જે વિરલ વિભૂતિ છે એના વારસદાર બનવા માટે એના જેવી જ અથવા તો એનાથી પણ ઉંચી કક્ષાએ પહોંચવું પડે. વર્તમાન સમયમાં એવા કોઈ નેતા છે કે જે સરદાર સાહેબે આંબેલી નૈતિક ઉંચાઈને આંબી શકે?. ગુજરાત અને રાજકારણમાં સરદાર સાહેબને રાજકીય રીતે પણ ભૂલવા દેવામાં આવતા નથી પણ એટલું ચોક્કસ કહેવાનું કે રાજકીય લાભ માટે સરદારના વારસદાર તરીકે પોતાને ઓળખાવવા કે સરદારને યાદ કરવા એ બિલકુલ યોગ્ય પણ નથી. બાકી સરદારના સાચા વારસદાર કોણ અથવા તો કોણ સાચુ, કોણ ખોટું એ જનતા પોતાની સમજણથી નક્કી કરી જ લેતી હોય છે. ત્યારે હાલ પુરતો તો ગુજરાતના રાજકારણમાં એ પ્રશ્નનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ કે સરદારના સાચા વારસદારો કોણ અને સરદારના સાચા વારસદાર હોવું એટલે શું.

સરદાર પટેલ અંગે નિવેદન

પરેશ ધાનાણીના નિવેદને ચર્ચા જગાવી છે. પાટીદાર, ક્ષત્રિય અને સરદાર પટેલ અંગે નિવેદન કર્યા અને ધાનાણીના નિવેદનથી રાજકીય આક્ષેપ-પ્રતિ આક્ષેપ શરૂ થયા છે. સરદારના સાચા વંશજો કોણ તે અંગે વાર-પલટવાર ચાલી રહ્યાં છે. સરદારના સાચા વારસદારો તરીકે પોતાને ઓળખાવાની હોડ જામી છે.

પરેશ ધાનાણીએ શું કહ્યું?

ધાનાણીએ કહ્યું કે, 1995માં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું છે. 18 વર્ણોએ સાથે મળીને ભાજપનું બી વટવૃક્ષ બનાવ્યું છે. તમામ વર્ણોને એવું લાગે છે કે ભાજપ વટવૃક્ષ બન્યું પણ ફળ કોઈને ચાખવા ન મળ્યા. ભાજપે રાજકોટમાં આયાતી ઉમેદવાર લાવવા પડ્યા છે. વર્ગવિગ્રહની આગ રાજકોટમાં લગાવવામાં આવી છે. હું વર્ગવિગ્રહની આગ બુઝાવવા રાજકોટ આવ્યો છું. ભાજપના સિંચનમાં સરદારના વારસો અને ક્ષત્રિય સમાજે કંઈ બાકી રાખ્યું નથી. 25 વર્ષ પછી સમાજને સમજાયું કે ભાજપ કોઈનું નથી. લોકો જાણી ગયા છે કે આ સરદારના નકલી વારસો છે. સરદારના નકલી વારસોએ વર્ગવિગ્રહની આગ લગાવી છે. વર્ગવિગ્રહને ડામવા સરદારના અસલી વારસ મેદાનમાં આવ્યા છે. આ લડાઈ નકલી વર્સીસ અસલીની થવાની છે. અમે ગુજરાતને ફરી ગાંધી અને સરદારનું ગુજરાત બનાવીશું

વાંચવા જેવું: 'સરકાર બની તો આર્થિક સર્વે કરાવશે કોંગ્રસ', પાટણમાં રાહુલ ગાંધી જુઓ શું બોલ્યા, પડશે અસર

ભાજપનો વળતો જવાબ

ભાજપે કહ્યું કે, કોંગ્રેસે સરદાર પટેલનું કેટલું અપમાન કર્યું છે તે સૌ જાણે છે. કોંગ્રેસ સરદાર પટેલનું નામ લેતા પણ ખચકાતી હતી. સરદાર પટેલને 1991માં ભારત રત્ન આપવામાં આવ્યો. નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા બનાવી છે. કોંગ્રેસને પૂછો કે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ક્યારેય ગયા છે? કોંગ્રેસના અધિવેશનમાં સરદાર પટેલની છબી ન જોવા મળે. સરદાર પટેલના સંતાનો ક્યાં છે તેમની કોંગ્રેસને ખબર છે? સરદાર પટેલના સાચા વારસદાર નરેન્દ્ર મોદી છે. પ્રધાનમંત્રીએ સરદારનું ઋણ ચુકવવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ ચૂંટણી જીતવા બિનજરૂરી ગતકડાં કરે છે. કોંગ્રેસે સરદાર પટેલને જે અન્યાય કર્યો છે તેના ફળ તેઓ હજુ ચાખે છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ