બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં આજે ગરમીએ રેકોર્ડ તોડ્યો! રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 45 ડિગ્રીને પાર

ગરમીનો પ્રકોપ / ગુજરાતમાં આજે ગરમીએ રેકોર્ડ તોડ્યો! રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 45 ડિગ્રીને પાર

Last Updated: 07:21 PM, 18 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. ગરમીનો પારો આજે 45 ડિગ્રી નોંધાવા પામ્યો છે. રાજ્યમાં પાંચ શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો છે.

કમોસમી વરસાદ બાદ રાજ્યમાં એકાએક ગરમીનો પારો ઉંચકાવા પામ્યો છે. જેમાં રાજ્યમાં આજે ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45 ડિગ્રી ગરમી નોંધાવા પામી હતી. જ્યારે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45 ડિગ્રી ગરમી નોંધાયું છે. જ્યારે પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રી પાર પહોંચ્યો હતો. ભૂજ અને રાજકોટમાં 44 ડિગ્રીએ ગરમી પહોંચી હતી. ડીસા અને ગાંધીનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું છે.

vlcsnap-2024-05-18-18h57m48s021

લોકોને કામ વગર બહાર ન નીકળવા મનપાની અપીલ

રાજકોટમાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાવા પામી છે. રાજકોટનાં ઈતિહાસમાં પહેલી વખત 44 ડિગ્રી ગરમી નોંધાઈ છે. રાજકોટમાં ગરમીનો પારો 44 ડિગ્રી નોંધાવવા પામ્યો હતો. તેમજ લોકોને કામ સિવાય બહાર ન નીકળવા મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે.

vlcsnap-2024-05-18-18h59m24s338

ગરમીથી જનજીવન પર અસર જોવા મળી

બનાસકાંઠાના ડીસામાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ડીસામાં બે વર્ષ બાદ ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે. ગરમીના અસર જનજીવન પર જોવા મળી હતી.રાજસ્થાનના રણ પ્રદેશ તરફથી ફૂંકાઈ રહેલા સૂકા પવનોના કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે.

vlcsnap-2024-03-26-07h32m15s043

રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગર જીલ્લાનું નોંધાવા પામ્યું હતું. તાપમાનનો પારો અંદાજિત 45 ડિગ્રી ને પાર પહોંચેલ છે. ત્યારે જિલ્લામાં બે દિવસ થી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બની જતા જનજીવન અને પશુ-પંખીઓ પર તેની અસર જોવા મળી રહી છે. હાલમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે.

vlcsnap-2024-05-18-18h57m57s155

આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાની શક્યતા

ધાંગધ્રા સરકારી હોસ્પિટલનાં અધિક્ષક ર્ડા. કમલેશ ધરજીયાએ જણાવ્યું હતું કે, નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ કરીને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવે છે સાથે ઘરમાં બનાવેલ લીંબુ શરબત, છાસ તેમજ લસ્સીનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવા જણાવેલ છે. તેમજ ગત ઉનાળાની સરખામણીએ હાલ માં તાપમાનનો પારો ઘણો ઊંચો છે . આગામી દિવસોમાં આ ગરમીનો પારો વધુ ઉંચે જવાની શક્યતા સેવાઈ રહી છે આથી શહેરી જનોને સાવધાન રહેવા તકેદારી રાખવા જણાવાયેલ છે. શહેર ની અંદર ગરમી વધતા લોકો બજારોમાં નીકળતા પણ ઓછા થયા છે. સાથે શહેર માં ઠંડા પીણાં સરબત લચ્છી તેમજ સોડા વગેરે પ્રવાહી પીવાનો આગ્રહ રાખે છે. જયારે આ ગરમીમાં લોકોને પોતાનું ધ્યાન રાખવા સુ કરવું તેની માહિતી આપી હતી.

vlcsnap-2024-05-18-18h58m12s718

કામ વગર બહાર ન નીકળવા લોકોને અપીલ

જેમાં 11 થી 5 સુધી બપોરના સમયે કામ વગર બહાર ન જવું તેમજ લિકવિડ પીવાનો આગ્રહ રાખવો જેથી શરીર માં પાણી ઓછું ન થાય સાથે ગર્ભવતી મહિલાઓએ બહાર ન નીકળવું સાથે ઉલટી થાય કે માથું દુખે તો નજીકની હોસ્પિટલમાં જઈ ને સારવાર લેવી તેવા સૂચનો પણ કરવામાં આવ્યા હતા. હાલમાં રણકાઠાના ગામોમાં 45 થી વધુ તાપમાન રહે છે.મે મહિનામાં માવઠા બાદ અંત તરફ આગળ વધી રહેલો ઉનાળો આકરો બનતો જાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગત એક સપ્તાહમાં સતત 40 ડિગ્રીથી વધું રહેલાં ગરમીના પારાએ આજે 45 ડિગ્રી સાથે 7 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો છે. આ સાથે સિઝનનો સૌથી વધુ તાપમાન અને રાજ્યના સૌથી હોટેસ્ટ જિલ્લામાં સ્થાન પામ્યો છે.

વધુ વાંચોઃ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ગરમીને લઈને આગાહી

ગરમીથી જનજીવન પર અસર જોવા મળી

બનાસકાંઠાના ડીસામાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ડીસામાં બે વર્ષ બાદ ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે. ગરમીના અસર જનજીવન પર જોવા મળી હતી.રાજસ્થાનના રણ પ્રદેશ તરફથી ફૂંકાઈ રહેલા સૂકા પવનોના કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Surendranagar Heatwave Meteorological Department
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ