બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / રોકાણ માટે પૈસા તૈયાર રાખજો! આવતા અઠવાડિયે આવી રહ્યા છે બે નવા IPO, 8 નવા શેરનું થશે લિસ્ટિંગ

શેર માર્કેટ / રોકાણ માટે પૈસા તૈયાર રાખજો! આવતા અઠવાડિયે આવી રહ્યા છે બે નવા IPO, 8 નવા શેરનું થશે લિસ્ટિંગ

Last Updated: 12:48 PM, 18 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક દિવસોમાં સતત નવા IPO અને લિસ્ટિંગ જોવા મળી રહ્યા છે અને નવા IPOને રોકાણકારોનો પણ પૂરો સહયોગ મળી રહ્યો છે. એવામાં આવતા અઠવાડિયે બે નવા IPO લોન્ચ થશે.

જો તમે શેરબજાર અથવા IPO માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનું વિચારી રહ્યા છો, તો આવનારું અઠવાડિયું તમારા માટે ખાસ રહેવાનું છે. હવે અત્યારે તો દેશમાં સામાન્ય ચૂંટણીઓ થઈ રહી છે અને તેના કારણે શેરબજારમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. એવામાં આવતા અઠવાડિયે પણ બે નવા IPO લોન્ચ થવા જઈ રહ્યા છે.

IPO-VTV

હવે છેલ્લા કેટલાક દિવસોમાં સતત નવા IPO અને લિસ્ટિંગ જોવા મળી રહ્યા છે અને નવા IPOને રોકાણકારોનો પણ પૂરો સહયોગ મળી રહ્યો છે. એવામાં આવતા અઠવાડિયે બે નવા IPO લોન્ચ થશે જેમાં એક મેઈનબોર્ડ IPO છે તો બીજો SME IPO છે. આ સાથે જ આવતા અઠવાડિયામાં 8 નવા શેર પણ લિસ્ટ થવાના છે.

ipo-news_0 (1).jpg

આવતા અઠવાડિયે Awfis Space Solutions એકમાત્ર મેઈનબોર્ડ આઈપીઓ છે. ઉપરાંત, જીએસએમ ફોઈલ્સનો બીજો એસએમઈ ઈશ્યુ 24 મેના રોજ લોન્ચ કરવામાં આવશે. Awfis Space Solutions 22 મેના રોજ ખુલશે અને 27 મે સુધી સબ્સ્ક્રાઇબ થશે. આ આઇપીઓનિ લિસ્ટિંગ 30મેના રોજ થશે. આ IPO માટે રિટેલ રોકાણકારે ઓછામાં ઓછા 39 શેર માટે અરજી કરવી પડશે. કંપનીએ IPO પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર ₹364-₹383 નક્કી કર્યું છે.

IPO_0_0

તેની સામે GSM Foils નો SME IPO 24 મેના રોજ લોન્ચ થશે. 28મી મે સુધી સબસ્ક્રાઈબ કરી શકાશે. આ રૂ. 11.01 કરોડનો IPO છે. શેરનું લિસ્ટિંગ 31 મેના રોજ થશે. આ IPOમાં એક લોટ 4000 શેરનો છે.

વધુ વાંચો: હવેથી મ્યુચ્યુઅલ ફંડ્સમાં KYC કરવું સરળ થયું, SEBIએ બદલી નાખ્યો આ ખાસ નિયમ

સાથે જ રૂલ્કા ઇલેક્ટ્રિકલ્સનો રૂ. 26.40 કરોડનો SME IPO 16 મેના રોજ ખૂલ્યો છે જે અને 21 મેના રોજ બંધ થશે અને હરિઓમ આટાનો રૂ. 5.54 કરોડનો SME IPO 16 મેના રોજ ખુલ્યો હતો અને 21 મેના રોજ બંધ થયો હતો. આ શેર 24મી મેના રોજ લિસ્ટ થશે.

સંકળાયેલા મુદ્દાઓ

IPO news Share Market Ipo investment IPO Alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ