બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / મેચ પહેલા હાથ જોડ્યાં અને કહ્યું 'આ બંધ કરો ભાઇ...', રોહિત શર્માનો Video વાયરલ
Last Updated: 12:53 PM, 18 May 2024
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની શરૂઆત પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટન્સીથી હટાવવાનો નિર્ણય કર્યો. ગુજરાત ટાઈટન્સ પાસેથી ટ્રેડ દ્વારા ટીમમાં શામેલ કરવામાં આવેલા હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપવામાં આવી.
ADVERTISEMENT
તેને લઈને ફેંસે ખૂબ નારાજગી વ્યર્ત કરી અને શરૂઆતની મેચમાં ખૂબ જ વિવાદ થયો હતો. એવામાં મુંબઈની છેલ્લી મેચ પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં રોહિત શર્મા કોઈની સામે હાથ જોડીને કંઈક અપીલ કરતા જોવા મળી રહ્યા છે.
Ro - "bhai audio band karo haa...
— Isha (@isha45___) May 17, 2024
Ek audio ne mera waat laga diya hai" 😭 pic.twitter.com/FCde6F8oXL
ADVERTISEMENT
14માંથી ફક્ત 4 મેચ જીત્યુ મુંબઈ
મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માને અચાનક પદથી હટાવ્યા બાદ ખૂબ જ વિવાદ થયો હતો. ફેંસે આ સીઝનની શરૂઆતી મેચોમાં ટીમના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાનો ખૂબ જ વિરોધ કર્યો હતો. તેમના વિરૂદ્ધ મેચ વખતે હૂટિંગ કરી અને આખરે રોહિત શર્માને જ બીચ બચાવ કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
તેમના ફેંસને હૂટિંગ ન કરવા માટે કહ્યા બાદ મામલો થોડો ઠંડો થયો. 17 મેએ મુંબઈની ટીમ લખનૌઉ સુપર જાયન્ટ્સના સામે પોતાની પહેલી લીગ મેચ રમવા ઉતરી. અહીં પણ ટીમને હારનો સામનો કરવો પડ્યો. આ સીઝનની 14માંથી ટીમને ફક્ત 4મેચમાં જીત મળી.
Clear audio of Rohit Sharma and Abhishek Nayar's conversation, he didn't said that it's his last IPL.
— Aryan 🇮🇳 (@Iconic_Hitman) May 10, 2024
Please don't make any conclusions on half said words.🙏pic.twitter.com/9lbtZRQvQB
ADVERTISEMENT
રોહિત શર્માનો વીડિયો વાયરલ
ADVERTISEMENT
લખનૌઉની સામે મુંબઈની છેલ્લી મેચ પહેલા એક વીડિયો સામો આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં રોહિત શર્મા મુંબઈના જુના સાથીઓ સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. એક શખ્સ તેમનો વીડિયો બનાવી રહ્યો છે રોહિત શર્મા તેને કહે છે ભાઈ આ ઓડિયો બંધ કરો હો... કસમથી પેલા એક ઓડિયોએ મારી વાટ લગાવી દીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.