બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:00 PM, 18 May 2024
લોકસભા ચૂંટણી વચ્ચ કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ હાલનાં ચૂંટણીનાં મુદ્દાઓ તેમજ કોંગ્રેસ પર લાગતા આરોપો પર ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ભાજપ ઈચ્છે છે કે અમારા પરિવાર પર જેટલા પણ અપશબ્દો બોલવામાં આવે તેની પર અમે ચૂપ રહીએ. તેમણે ભાજપ પર નિશાન તાકતા કહ્યું કે, તમે ઈચ્છો છો કે મારા શહીદ પિતા અને દાદીનો દેશદ્રોહી કહે અને અમે ચૂપ રહીએ. આ તો તમારા ફાયદાની વાત છે.
ADVERTISEMENT
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે અમારા પરિવારે જો દેશ માટે કુર્બાની આપી છે. તો ક્યાં અમને શરમ આવવી જોઈએ? અમે કેમ ચૂપ રહીએ, હું બોલીશ. મને ખૂબ જ ગર્વ છે કે મારા દાદીએ દેશ માટે 33 ગોળીઓ ખાઈ હતી. આ દેશ માટે મારા પિતાજી શહીદ થયા હતા હું બોલીશ.
ADVERTISEMENT
પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, ભાજપ દ્વારા વોટ માટે લોકોને વિનંતી કરવામાં આવે છે. તે શું ઈમોશનલ સ્પીચ નથી. અમે બોલીએ તો ઈમોશનલ સ્પીચ કહેવામાં આવે છે. અમે તો સાચુ કહીએ છીએ. હું તો 19 વર્ષની ઉંમરમાં પિતાનાં ટુકડા ઘરે લાવી હતી. હું કેમ ન બોલું.
ADVERTISEMENT
તેમણે ભાજપ દ્વારા કરવામાં આવેલ નિવેદનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે તમે કહો છો કે મારિ પિતાજીએ કાયદાઓ બદલ્યા, ઈન્દિરીજીની વિરાસતને ટેક્સ વગર લેવા માટે કાયદાઓ બદલ્યા.. શું બકવાસ છે. તમે જૂઠાણું ફેલાવી રહ્યા છો અને અમે ચૂપ રહીએ? મને મારા પરિવાર પર ગર્વ છે અને મને કોઈ પણ નારાજ નહી કરે.
ADVERTISEMENT
પ્રિયંકા ગાંધીએ એક ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, હું મારા ઘરે જાઉ છું. ત્યારે અમારા ગામની એક મહિલાએ મને રોકી હતી. હું રોકાઈ હતી અને તે મહિલાએ બંને હાથ મારા માથા પર મૂકીને બોલી કે વિજય ભવ: મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. કેમકે તેમની સાથે અમારો આ સબંધ છે. આ સબંધ કોઈ સમજી નહી શકે. જ્યારે અમે મુશ્કેલીમાં રહેતા હતા. ત્યારે અમેઠી અને રાયબરેલીની જનતા અમારી પડખે ઉભી રહી હતી. તે અમે બિલકુલ ભૂલ શકતા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.