બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / શું પ્રચંડ ગરમી શરીરના વિભિન્ન અંગોને નુકસાન પહોંચાડી શકે? રિસર્ચમાં ખુલી ચોંકાવનારી જાણકારી
Last Updated: 03:10 PM, 18 May 2024
દેશભરમાં ઝડપથી વધી રહેલી ગરમી અને લૂની સ્થિતિને સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય નિષ્ણાંત જણાવે છે કે ગરમી અને સમયની સાથે વધતા તાપમાનના કારણે હિટસ્ટ્રોક અને બેભાન થઈ જવા જેવી સમસ્યા થવાની સાથે જ શરીરના વિવિધ અંગો પર તેની નકારાત્મક અસર પણ જોવા મળે છે.
ADVERTISEMENT
સ્વાસ્થ્ય નિષ્ણાંતો કહે છે વધારે પડતી ગરમીથી બચવું ખૂબ જ જરૂરી છે. જે લોકોને પહેલાથી જ ડાયાબિટીઝ, હૃદય રોગ, બ્લડ પ્રેશર જેવી બીમારી છે તેમના માટે વધતા તાપમાનના બીજા પણ ગંભીર દુષ્પ્રભાવ થઈ શકે છે.
ADVERTISEMENT
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઉચ્ચ તાપમાનના સંપર્કમાં આવવાથી બચવું જરૂરી છે. તેનાથી હૃદય પર વધારે દબાણ વધી શકે છે. યાદશક્તિ ખરાબ થઈ શકે છે. નિર્જલીકરણના કારણે ઉર્જામાં કમી અને બેભાન થવા જેવી સમસ્યા વધી જાય છે. મસ્તિષ્કથી લઈને હૃદય ફેફસા, ત્વચા અને કિડનીના સ્વાસ્થ્ય પર પણ પ્રભાવ પડે છે.
વિવિઝ અંગો પર વધતા તાપમાનની અસર
માનસિક સમસ્યા
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વધારે ગરમીના સંપર્કમાં આવવાથી ભ્રમ કે સ્મૃતિ હાનિ જેવી સમસ્યા થઈ શકે છે.
હૃદય પર અસર
વધારે ગરમી હૃદય પર દબાણ કરે છે જેનાથી તેને વધારે મહેનત કરવી પડે છે. જો તમારૂ હૃદય શરીરના આંતરિક તાપમાનને સારી રીતે નિયંત્રિત નથી કરી શકતું તો ગરમીથી થાક કે હીટ સ્ટ્રોક થવાનો પણ ખતરો થઈ શકે છે.
ફેફસાની કાર્યક્ષમતા પર અસર
વધારે ગરમીમાં શ્વાસ લેવાથી ફેફસાની કાર્યક્ષમતા પણ પ્રભાવિક થઈ શકે છે. પહેલાથી જ ફેફસાની સમસ્યાના શિકાર લોકોને ગરમીમાં સોજા વધવાની સમસ્યા કે સીઓપીડી જેની બીમારીનો ખતરો થઈ શકે છે.
ત્વચા પર અસર
વધારે ગરમીની સ્થિતિમાં ત્વચા પર દાણા થઈ શકે છે. વધારે ગરમીની સ્થિતિમાં શરીર પોતાને ઠંડુ કરવા માટે વધારે પરસેવો પેદા નથી કરી શકતું. જેનાથી ત્વચાના લાલ થવા ગરમ થવાની બીજી પણ ઘણી અનેક સમસ્યાઓ જન્મ લે છે.
વધુ વાંચો: 'આલોચના તેને તબાહ કરી શકે છે', શર્મિન સહગલ ટ્રોલિંગ થતા શેખર સુમને તોડ્યું મૌન
કિડની રોગોનો ખતરો
જો તમે વધારે ગરમીના સંપર્કમાં રહો છો અને તેના કારણે ડિહાઈડ્રેશનનો શિકાર થઈ જાવ છો તો તેનાથી તમારી કિડનીની કાર્યક્ષમતા પણ પ્રભાવિત થઈ શકે છે. કિડની માટે સામાન્ય રીતે કચરાને ફિલ્ટર કરવું મુશ્કેલ થઈ જાય છે. જેના કારણે ઘણા પ્રકારની ગંભીર બીમારીઓનું જોખમ વધવાનો ખતરો થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT