બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / No એક્ઝામ, છતાંય દર મહિને મળશે ₹20000! જુઓ કોને થશે ફાયદો
Last Updated: 10:25 PM, 11 June 2026
NABARD એ દેશના હોંશિયાર વિદ્યાર્થીઓ માટે પ્રોજેક્ટ આધારિત શોર્ટ-ટર્મ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. આ ઇન્ટર્નશિપનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ગ્રામીણ વિસ્તારોની સામાજિક-આર્થિક સ્થિતિ અને બેંકિંગ પ્રોજેક્ટ્સનો પ્રાયોગિક અનુભવ આપવાનો છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓ પાસેથી નવા પ્રોજેક્ટ્સ માટેના મહત્વના સૂચનો અને આઈડિયા પણ લેવામાં આવશે.
ADVERTISEMENT
આ ઇન્ટર્નશિપ માટે રસ ધરાવતા વિદ્યાર્થીઓ નીચે આપેલા સત્તાવાર ટાઈમ-ટેબલને આધારે પોતાની અરજી સમયસર સબમિટ કરી શકે છે:
ADVERTISEMENT

ADVERTISEMENT
ઇન્ટર્નશિપ યોજનાનું નામ - નાબાર્ડ સ્ટુડન્ટ ઇન્ટર્નશિપ સ્કીમ (SIS 2026-27)
કુલ ઉપલબ્ધ બેઠકો (Seats) - 39 (જેમાં 34 પ્રાદેશિક કચેરીઓ માટે અને 5 હેડ ઓફિસ માટે)
ADVERTISEMENT
ઇન્ટર્નશિપનો સમયગાળો - ઓછામાં ઓછો 2 મહિના અને વધુમાં વધુ 3 મહિના
ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂઆત - 10 જૂન 2026
ADVERTISEMENT
અરજી કરવાની છેલ્લી તારીખ - 16 જૂન 2026
શોર્ટલિસ્ટ ઉમેદવારોની જાહેરાત - 17 જૂન 2026
ADVERTISEMENT
ઇન્ટરવ્યુ અને સંભવિત પરિણામ - 22 જૂન 2026
પસંદગી પ્રક્રિયા - 10મી, 12મી અને ગ્રેજ્યુએશનના માર્ક્સના આધારે શોર્ટલિસ્ટ કરીને પર્સનલ ઇન્ટરવ્યુ દ્વારા
નાબાર્ડની આ વિશેષ સ્કીમમાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાતના કડક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે:
કેન્દ્ર પસંદગીનો નિયમ: જો કોઈ વિદ્યાર્થી રાજ્યની રીજનલ ઓફિસ (RO) કે ટ્રેનિંગ એસ્ટાબ્લિશમેન્ટ (TE) માટે અપ્લાય કરવા માંગતો હોય, તો તે કાં તો તે જ રાજ્યમાં અભ્યાસ કરતો હોવો જોઈએ અથવા ત્યાંનો મૂળ નિવાસી હોવો જોઈએ. જો કે, મુંબઈ સ્થિત હેડ ઓફિસ (HO) માટે દેશભરમાંથી કોઈપણ વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

આ એક સંપૂર્ણ પેઇડ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ છે, જેમાં વિદ્યાર્થીઓને નીચે મુજબ આર્થિક લાભ આપવામાં આવશે..
માસિક સ્ટાઈપેન્ડ (Stipend): ઇન્ટર્નશિપના ગાળા દરમિયાન દર મહિને ₹20,000/- ફિક્સ ભથ્થું આપવામાં આવશે.
ફિલ્ડ વિઝિટ એલાઉન્સ: મેન્ટરની મંજૂરીથી ફિલ્ડ વિઝિટ કરવા પર પૂર્વોત્તરના 7 રાજ્યો (NER States) માટે દૈનિક ₹2000/- અને અન્ય તમામ રાજ્યો માટે દૈનિક ₹1500/- ભથ્થું મળશે (આ લાભ વધુમાં વધુ 30 દિવસ માટે માન્ય રહેશે).
ટ્રાવેલ એલાઉન્સ: હેડક્વાર્ટરથી ફિલ્ડ એરિયામાં જવા અને પરત આવવા માટે પેટ્રોલ/ટેક્સી બિલ અથવા વેલિડ પ્રૂફ રજૂ કરવા પર મહત્તમ ₹6000/- સુધીનો પ્રવાસ ખર્ચ રીઇમ્બર્સ કરવામાં આવશે.
અન્ય પરચૂરણ ખર્ચ: પ્રતિ વિદ્યાર્થી ₹2000/- નો વધારાનો ખર્ચ પણ મળવાપાત્ર રહેશે.
આ પણ વાંચોઃ ક્રાઇમ / મણિપુરમાં ભારે બબાલ, 6 લોકોની ઘાતકી હત્યા, લાશો જોઈને ધ્રુજી ઉઠ્યા લોકો
ઇચ્છુક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર જઈને નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે:
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.