બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / માત્ર 19,500 માં રહેવા-ખાવા-પીવાથી લઇને Wi-Fi પણ ફ્રી, લોકોએ પૂછ્યું ''ભાઇ, લોકેશન બતાઓ''
Last Updated: 08:55 PM, 11 June 2026
આજકાલ લોકો વર્ક ફ્રોમ હોમવાળી નોકરીને વર્ક ફ્રોમ હિલ સ્ટેશનમાં બદલવાનું સપનું જુએ છે. પરંતુ બધા ઘણીવાર પ્રશ્ન થાય છે કે, પર્વતોમાં રહેવાનો ખર્ચ કેટલો થશે? શું જો તમને પણ આ જ ડર હોય તો ચિંતા કરશો નહીં. દિલ્હીના અજય શર્મા હાલમાં મનાલીની ખીણોમાંથી પોતાનું રિમોટ કામ સંભાળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેને શેર કરેલું તેનું માસિક બજેટ જોઈને તમે વિચારશો કે બસ આટલું જ.
ADVERTISEMENT
ADVERTISEMENT
અજયે શેર કર્યું કે તેને મનાલીમાં 1BHK ફ્લેટ ભાડે લીધો છે. સૌથી રસપ્રદ વાત એ છે કે 14,000 રૂપિયાના ભાડામાં તેનું વીજળી બિલ અને Wi-Fi સામેલ છે. રિમોટ વર્ક માટે ઇન્ટરનેટ એક મહત્વનું એલિમેન્ટ છે અને અહીંયા તે બાબત પણ ભાડામાં આવરી લેવામાં આવે છે.

ADVERTISEMENT
જેમાં તેને સમજાવ્યું કે ઠંડી પર્વતીય હવામાં બેસ્ટ ફિલ થાય છે. જેમાં તે અનહેલ્થી ફૂડ ખાવા કરતાં પોતાનું ભોજન જાતે રાંધવાનું પસંદ કરે છે. જેમાં તેમનો માસિક રાશન ખર્ચ 3500 રૂપિયા થાય છે. ક્યારેક ક્યારેક બહાર ખાવાનો ખર્ચ 500 રૂપિયા જેટલો થાય છે. પર્વતોમાં રહેતા હોવા છતાં તેઓ તેમની ફિટનેસ સાથે કોમ્પ્રોમાઇઝ કરતો નથી. સ્થાનિક જીમમાં માસિક ફી 1500 રૂપિયા છે. તેઓ મનાલી આવવા-જવા માટે કાર કે ઓટોનો ઉપયોગ કરતો નથી. તેના બદલે ચાલીને જાય છે. આ પૈસા બચાવે છે અને તેનું હેલ્થ જાળવી રાખે છે. અજયના માસિક બજેટને જોતાં પર્વતોમાં શાંતિપૂર્ણ લાઈફ જીવવાનો કુલ ખર્ચ 19,500 થી 21,000 રૂપિયાની વચ્ચે છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર આ વીડિયો આવતાની સાથે જ અજયનું બજેટ વાયરલ થઈ ગયું હતું. દિલ્હી, મુંબઈ અને બેંગલુરુમાં રહેતા કોર્પોરેટ કર્મચારીઓ ઘણીવાર ફ્લેટ ભાડા પર 25,000 થી 30,000 રૂપિયા ખર્ચ કરે છે, આ બજેટ લોટરીથી કમ નથી. જેમાં એક યુઝર કોમેન્ટ કરી કહી રહ્યા છે કે, "આ અપેક્ષા કરતાં ઘણું સસ્તું છે." અમુકે તો કોમેન્ટમાં તે ફ્લેટવાળાનો નંબર પણ માંગ્યો હતો. જેથી તેઓ પણ ત્યાં જઈ શકે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.