બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'આલોચના તેને તબાહ કરી શકે છે', શર્મિન સહગલ ટ્રોલિંગ થતા શેખર સુમને તોડ્યું મૌન

મનોરંજન / 'આલોચના તેને તબાહ કરી શકે છે', શર્મિન સહગલ ટ્રોલિંગ થતા શેખર સુમને તોડ્યું મૌન

Last Updated: 01:20 PM, 18 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shekhar Suman Defends Sharmin Segal: સંજય લીલા ભણશાળીની ભાણી શર્મિન સહગલે 'હીરામંડીઃ ધ ડાયમંડ બજાર'માં આલમઝેબની ભુમિકા નિભાવી છે. સીરિઝની રિલીઝ બાદ તેમની કાસ્ટિંગને લઈને અને એક્ટિંગને લઈને તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. હવે આ મામલે કો-સ્ટાર શેખર સુમને શર્મિન સહગલનો બચાવ કર્યો છે.

ફેમસ ફિલ્મમેકર સંજય લીલા ભણશાળીની વેબ સીરિઝ 'હીરામંડીઃ ધ ડાયમંડ બજાર'માં શેખર સુમનની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ વિશ્વ સ્તર પર સૌથી વધારે જોવામાં આવેલી સીરિઝ બની ગઈ છે.

આમ તો આ મલ્ટીસ્ટારર સીરિઝ છે જેમાં મનીષા કોયરાલા, ઋચા ચડ્ઢા, અદિતિ રાવ હૈદરી અને સંજીદા શેખે મહત્વની ભુમિકા નિભાવી છે. પરંતુ સીરિઝની રિલીઝ બાદ શર્મિન સહગલ ટ્રોલ્સના નિશાને આવી ગઈ છે. સીરિઝમાં તેની એક્ટિંગને લઈને તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. હવે આ મામલામાં શેખર સુમને રિએક્શન આપ્યું છે.

શેખર સુમને કર્યું રિએક્ટ

સંજય લીલા ભણશાળીની ભાણી શર્મિન સહગલે 'હીરામંડીઃ ધ ડાયમંડ બજાર'માં આલમઝેબની ભુમિકા નિભાવી છે. સીરિઝની રિલીઝ બાદ તેમની કાસ્ટિંગને લઈને અને એક્ટિંગને લઈને તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. હવે આ મામલે કો-સ્ટાર શેખર સુમને શર્મિન સહગલનો બચાવ કર્યો છે. અને કહ્યું છે કે આ રીતે થઈ રહેલી આલોચના એક્ટ્રેસને બર્બાદ કરી શકે છે.

વધુ વાંચો: 'નાયક'ની થશે રિએન્ટ્રી! ફરીવાર અનિલ કપૂરનો સાથ આપવા આવી રહી છે રાની મુખર્જી, મેકર્સે આપી અપડેટ

આલોચના કરી શકે છે બર્બાદ

એક ઈન્ટરવ્યૂમાં શેખર સુમને કહ્યું, "મને નથી લાગતું કે ભણશાળી સાહેબે વિચાર્યું હશે કે તેની કોઈ વિપરીત અસર પડી શકે છે. તે ફક્ત તેમની ભાણી છે અને પહેલા પણ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તે યંગ છે અને તેના કારણે તેની આલોચના તેને બર્બાદ કરી શકે છે. લોકો ખરીખોટી સંભળાવવાની જગ્યા પર થોડુ સહજ બની શકત. તેના કારણે તેમને મજબૂરીમાં કોમેન્ટ સેક્શન બંધ કરવું પડ્યું. તેમણે જણાવ્યું હતું કે હીરામંડી માટે તેમને 16 વખત ઓડિશન આપવું પડ્યું હતું." શેખર સુમને આગળ કહ્યું કે આટલી વખત ઓડિશન આપવાથી ખબર પડે છે કે કાસ્ટિંગની પ્રક્રિયા નિષ્પક્ષ હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Heeramandi Shekhar Suman સંજય લીલા ભણશાળી Criticism શર્મિન સહગલ Defends Sharmin Segal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ