નિદાન /
“ડૉક્ટર, મને ગર્ભાશયનું કેન્સર છે… હવે મારી સારવાર કેવી રીતે થશે?”
58 વર્ષીય કલ્પનાબેન પટેલ (નામ બદલેલ છે) ના મનમાં કેન્સરના નિદાન બાદ આ સૌથી મોટો પ્રશ્ન હતો. રિપોર્ટ હાથમાં આવ્યા પછી તેમના માટે માત્ર કેન્સરનું નામ જાણવું પૂરતું નહોતું. હવે આગળની સારવાર શું હશે, સર્જરી કેટલી જરૂરી છે અને સર્જરી બાદ કઈ સારવાર લેવી પડશે, આ તમામ પ્રશ્નોના જવાબ તેઓ જાણવા માગતા હતા.