બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ઉનાળાની ગરમીમાં બાઈક ચલાવતા લોકો આ વાતનું રાખો ધ્યાન, નહીં તો થશે ભારે નુકસાન
Last Updated: 04:30 PM, 18 May 2024
ભારતમાં ઉનાળાની સીઝનમાં ભયંકર ગરમી પડી રહી છે. આ તપતપતી ગરમીમાં બાઇક ચલાવવું ચેલેન્જિંગ સાબીત થાય છે. ખતરનાક ગરમીને કારણે તમારા બાઇકના એન્જિન અને ટાયરો પર અસર પડે છે. જો આ ભીષણ ગરમીમાં પણ તમારા બાઇકમાં સ્મુથલી રાઇડ કરવી હોય તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે નીચે જણાવેલ બાબતોનું ધ્યાન રાખો છો તો તમારા બાઇકમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને તમારી રાઇડિંગ પણ આસાન બની રહેશે.
ADVERTISEMENT
એન્જિન ઓઇલ
ADVERTISEMENT
ઉનાળાની ઋતુમાં એન્જિન ઓઈલ જલ્દી ગરમ થઈ જાય છે અને પાતળું પણ થઈ જાય છે. જેથી ઉનાળામાં એવું એન્જિન ઓઇલ વાપરવું જેની થીકનેસ વધુ હોય. નિયમિત રીતે એન્જિન ઓઇલ ચેન્જ કરતા રહો. ઓઇલનું લેવલ પણ ચેક કરતું રહેવું, જરૂર મુજબનું લેવલ રાખવુ.
બેટરી
ઉનાળામાં બાઇકની સ્મુથ ડ્રાઇવ માટે બેટરીનો પણ ખ્યાલ રાખવો જોઈએ. તમારે બેટરી ટર્મિનલોને સાફ કરતા રહેવું, તેમાં કાટ ન લાગે તેનું પણ ધ્યાન રાખવું. બેટરીનું વોટર લેવલ તપાસવું, જરૂર હોય તો ડિસ્ટિલ્ડ વોટર એડ કરવું.
ટાયર
ટાયરોના એર પ્રેશરને રેગ્યુલર ચેક કરતા રહો. ગરમીના કારણે એર થોડી લીક થઇ શકે છે માટે મેન્યુફેક્ચર્સ દ્વારા જણાવેલ પ્રેશરથી થોડી વધુ હવા ભરવી. ટાયરની સ્થિતિ ચેક કરવી, જો ટાયરમાં થોડી ખરાબી હોય તો તેને ચેન્જ કરી દો.
બ્રેક અને ચેન
ઉનાળાની ગરમીમાં બાઇક ચલાવતી વખતે બ્રેકનું ઓઇલ લેવલ ચેક કરી લેવું, જરૂર પડે તો લેવલ અપ કરવું. બ્રેક પેડ પણ ચેક કરવા જો તે ઘસાઈ ગયા હોય તો તેને બદલી કાઢો. ચેનને પણ નિયમિત રૂપે સાફ અને લુબ્રીકેટ કરો.
સર્વિસ
બાઇકને ગરમીમાં સારી રીતે રાઇડ કરવી હોય તો તેની નિયમિત રીતે સર્વિસ કરાવવી જોઇએ. જેમાં બાઇકના મહત્વનાં પાર્ટની તપાસ થતા ખરાબ પાર્ટની સમયસર સર્વિસ થઈ જશે જેથી રાઇડમાં તમને કોઈ મુશ્કેલી નહીં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.