બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

તાપમાન / ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

Last Updated: 05:28 PM, 18 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: ગરમીથી રાહત આપવા કાંકરિયા ઝુમાં વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.પ્રાણીઓને ગરમીથી રાહત આપવા ઇન્ડસ્ટ્રીયલ કુલર મૂકાયા છે

Gujarat Weather Update: રાજયમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયા છે. ત્યારે લોકો ગરમીથી બચવા ઘરની બહાર નીકળતા નથી. રાજ્યમાં આજે ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. ગરમીનો પારો આજે 45 ડિગ્રીએ પહોંચ્યો છે.

gharmi_0_0_0

ગરમીએ રેકોર્ડ તોડ્યો

સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજ અને રાજકોટમાં 44 ડિગ્રી તો ડીસા અને ગાંધીનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જો રાજકોટમાંની વાત કરીએ તો રાજકોટના ઇતિહાસમાં પહેલી વખત 44 ડિગ્રી ગરમી નોંધાઇ છે. લોકોને કામ સિવાય બહાર ન નીકળવા મનપાએ અપીલ કરી છે.

garmi_7

તપામાનનો પારો 45 ડિગ્રીને પાર

રાજ્યમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં આજે સૌથી વધુ તાપમાન પણ નોંધ્યું. જેને લઈને લોકો બેહાલ થયા. સ્થાનિક લેવલે વાત કરીએ તો સામાજિક સંસ્થાઓ દ્વારા ઠેર-ઠેર પાણીના પરબ બનાવીને વ્યવસ્થા ગોઠવવામાં આવી. તો બીજી તરફ અબોલ પશુઓ માટે પણ પાણી, ઘાસ જેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી. સાથે જ સ્થાનિક પ્રશાસન તરફથી લોકોને ખાસ કરીને બપોરના સમયે જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ પણ કરવામાં આવી.

ગરમીથી થતી બીમારીના કેસો વધ્યા

ગરમીથી થતી બીમારીની જો વાત કરીએ. તો હાલ હીટ સ્ટ્રોક, ડાયેરીયા, તાવ, બેભાન થવું, ગંભીર બીમારી ધરાવતા લોકોમાં બેચેની થવી વગેરે જેવા કેસોમાં પણ વધારો જોવા મળ્યો. જેને લઈને સિવિલના અધિક્ષકે માહિતી પણ આપી.. સાથે જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે લોકોને પોતાના સ્વાસ્થ્ય માટે જરૂરી ઉપાયો કરવા માટે અપીલ પણ કરી.

વાંચવા જેવુ: દ્વારકા-સોમનાથ હાઈવે પર યાત્રાળુઓને લઈ જતી બસનો ગમખ્વાર અકસ્માત, 30થી વધુ યાત્રાળુઓ ઈજાગ્રસ્ત

ગરમીથી બચવા એટલું અવશ્ય કરો

તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના સમાચારો માટે ટીવી જોતા રહેવું.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Heat State Heat Rise Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ