બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ખેડૂતના ખાતામાં અચાનક આવ્યાં 99 અબજ, બેન્કમાં પહોંચ્યો ત્યારે આવ્યો મોટો ટ્વિસ્ટ

નસીબનો ખેલ / ખેડૂતના ખાતામાં અચાનક આવ્યાં 99 અબજ, બેન્કમાં પહોંચ્યો ત્યારે આવ્યો મોટો ટ્વિસ્ટ

Last Updated: 06:04 PM, 18 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાના બેન્ક ખાતામાં અચાનક 99 અબજ રુપિયા આવી જતાં ખેડૂત તો આભો બની ગયો હતો. કહેવામાં આવતાં બેન્કને પણ નવાઈ લાગી કારણ કે તેને ખબર નહોતી રુપિયા ક્યાંથી આવ્યાં?

યુપીના ભદોહીના એક ખેડૂત સાથે નસીબે મોટો ખેલ ખેલ્યો. આ ખેડૂત રાતોરાત અબજોપતિ બની ગયો કારણ કે તેના ખાતામાં અચાનક અબજો રુપિયાની રકમ આવી જતાં તે આભો બની ગયો હતો અને તેને ખૂદ પણ ખબર નહોતી પડતી કે આ રકમ તેના ખાતામાં કોને જમા કરાવી, ત્યાં સુધી કે ખુદ બેન્કને પણ ખબર નહોતી કે આ રુપિયા ક્યાંથી આવ્યાં?

બેન્ક ખાતામાં આવ્યાં 99 અબજ

ભદોહીના ખેડૂત ભાનુ પ્રકાશ બિંદનું બેંક ઓફ બરોડા ગ્રામીણ બેંકમાં ખાતુ છે જે ઘણા સમયથી બંધ પડેલું છે. 16 મેના રોજ તેના મોબાઈલ પર બેંકમાંથી મેસેજ આવ્યો હતો. વાંચતા આવડતું નહોતું તેથી તેમણે આ મેસેજ બીજા કોઈ પાસે વંચાવ્યો ત્યારે ખબર પડી કે તેમના ખાતામાં 99 અબજ જેટલી રકમ જમા થઈ છે. આ જોઈને ખેડૂતના હોશ ઉડી ગયાં હતા.

ક્યાંથી આવ્યાં પૈસા? કોણે મોકલ્યાં

કંઈ ન સુઝતા ભાનુપ્રસાદ બિંદુ બેન્કમાં આવ્યાં હતા અને પોતાના ખાતામાં 99 અબજ જમા થયાની જાણ કરી તો બેન્કવાળા પણ ચોંકી ઉઠ્યાં હતા. ખાતરી કરવામાં આવતાં ખેડૂતની વાત સાચી લાગી.

બેન્કને પણ ખબર નથી પૈસા ક્યાંથી આવ્યાં?

આ ઘટનામાં ખરો ટ્વિસ્ટ તો ત્યારે આવ્યો કે જ્યારે બેન્કવાળાએ એવું કહ્યું કે આ પૈસા ક્યાંથી તેની તેમને પણ ખબર નથી, તેઓ હાલ તપાસ કરી રહ્યાં છે. હાલમાં ખેડૂતના ખાતાને બ્લોક કરી દેવાયું છે અને પૈસાનું મૂળ શોધી કાઢવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો : લાલચની ઠગાઈ ! કાર્ડ ઘસવામાં 18 લાખ ઘસાઈ ગયાં, ઠગબાજોની આ નવી રીતથી ચેતજો

કોણે મોકલ્યાં પૈસા, ખરો સવાલ?

આ ઘટનામાં ખરો સવાલ એ છે કે આ પૈસા કોણે મોકલ્યાં? કારણ કે બેન્કવાળાને પૈસાની ખબર નથી, હાલમાં પૈસાનું મૂળ શોધવામાં આવી રહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

UP farmer bank account Bhadohi farmer bank account
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ