બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ઈન્કમટેક્સ ભરતા પહેલા ચેક કરી લો તમારું PF એકાઉન્ટ, નહીં તો 80Cના લાભથી રહી જશો વંચિત

તમારા કામનું / ઈન્કમટેક્સ ભરતા પહેલા ચેક કરી લો તમારું PF એકાઉન્ટ, નહીં તો 80Cના લાભથી રહી જશો વંચિત

Last Updated: 02:34 PM, 18 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્કમ ટેક્સની કલમ 80C ખૂબ મહત્ત્વની છે. તેના હેઠળ EPF અને PPFમાં કરેલ રોકાણ પર ટેક્સની રાહત મળે છે. આ સિવાય ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ, હોમ લોન, સુકન્યા સમૃદ્ધિ યોજના, લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પણ 80C હેઠળ આવે છે.

ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે, જેનાથી ટેક્સમાં પણ રાહત મળે છે અને કેટલીક યોજનાનો લાભ પણ મળે છે. જેમાં ઇન્કમ ટેક્સની કલમ 80C તમને અનેક પ્રકારે મદદરૂપ સાબિત થઈ શકે છે અને વર્ષે 1.5 લાખ રૂપિયાની છૂટ પણ મળે છે. પરંતુ તમારા PF એકાઉન્ટનું સ્ટેટસ તમને મળતી આ 1.5 લાખની રાહતથી વંચિત રાખી શકે છે.

ઉલ્લેખનીય છે કે, તમારા પગારમાંથી કપાતા PFના પૈસા EPF એકાઉન્ટમાં જમા થાય છે. તે પૈસા તમારી 80Cની લિમિટનો પણ હિસ્સો હોય છે. જેમાં તમને મળવા પાત્ર રિટર્ન કુલ વ્યાજ સમેત ટેક્સમાં રાહત આપે છે. પરંતુ તમારું EPF એકાઉન્ટનું સ્ટેટસ નક્કી કરે છે કે તમને 80C હેઠળ રાહત મળશે કે નહીં.

epfo-1_13

કેટલાય લોકો એવું જ માનતા હશે કે, દેશના તમામ લોકોનો PF એક જ ઓર્ગેનાઈઝેશનમાં જમા થાય છે અને તે જ તેનું મેનેજમેન્ટ કરે છે. પરંતુ દરેક કંપનીના એમ્પ્લોઇઝના PFના પૈસા EPFO માં જમા થાય છે અને તેઓ જ તેનું સંચાલન કરે છે એવું નથી હોતું. ભારતમાં એવી કેટલીય કંપનીઓ છે જે ખુદનું ટ્રસ્ટ બનાવી PFનું મેનેજમેન્ટ કરે છે. જેથી તમારે એ જોવું જોઈએ કે, તમારી કંપનીના ટ્રસ્ટને 80C હેઠળ મળનારી છૂટની કેટેગરીમાં સામેલ કરાયું છે કે નહીં.

જો તમારા કંપનીના ટ્રસ્ટને 80Cની કેટેગરીમાં નથી રખાયું તો તમને 80C હેઠળ મળનારી ઇન્કમ ટેક્સની રાહતો તમને નહીં મળી શકે. સાથે PF કોન્ટ્રીબ્યુશન ટેક્સ આપવો પડશે. પરંતુ તમને 80C હેઠળ કરવામાં આવેલ બચત પર રાહત મળી શકે છે.

વધુ વાંચો: રોકાણ માટે પૈસા તૈયાર રાખજો! આવતા અઠવાડિયે આવી રહ્યા છે બે નવા IPO, 8 નવા શેરનું થશે લિસ્ટિંગ

તમારી કંપનીનું ટ્ર્સ્ટ 80Cની કેટેગરીમાં આવે છે તો તમને તેમાં મળનારી રાહત મળશે. કંપનીની PF ટ્રસ્ટનું સ્ટેટસ શું છે તેની જાણકારી તમારી HR ઓફિસમાંથી મળી રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

IT Act 80C Income Tax EPFO PF
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ