બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / સિવિલ હોસ્પિટલમાં NOCના સાધનોમાં કૌભાંડ, સિવિલ સુપ્રિટેન્ડેન્ટનું નામ સામે આવતા કર્યો ખુલાસો
Last Updated: 07:23 PM, 18 May 2024
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની જાળવણીનાં કોન્ટ્રાક્ટ પાંચ વર્ષમાં કુલ 73 કરોડ રૂપિયાનું કૌભાંડ થયાનું સામે આવ્યું હતું. આ કૌભાંડમાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટનું નામ ખુલ્યું હતું.
ADVERTISEMENT
કોન્ટ્રાક્ટનાં માલિક તરીકે સિવિલ સુપ્રિટેન્ડેન્ટનું નામ ખુલવા પામ્યું હતું. વાર્ષિક 1.82 લાખમાં મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેની સામે 21 લાખ રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો છે. તેમજ પેટા કોન્ટ્રાક્ટની જોગવાઈ નહી છતાં પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. હોસ્પિટલનાં એક કર્મચારીએ બિલ અટકાવ્યું તો તેમની બદલી કરી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
આ સમગ્ર મામલે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ર્ડા. રાધેશ્યામ ત્રિવેદીએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, શરત ચૂકના કારણે મારૂ નામ એનઓસી સર્ટિફિકેટમાં આવ્યું છે. મે ગત 13 તારીખનાં રોજ મનપાનાં ચીફ ફાયર ઓફીસરને પત્ર લખ્યો હતો. પત્રનાં આધારે નવું એનઓસી સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. જેમાં મારૂ નામ દર્શાવવામાં આવેલ નથી.
આ સમગ્ર મામલે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ર્ડા. રાધેશ્યામ ત્રિવેદીએ જણાવ્યું હતુ કે, રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છની સૌથી મોટી હોસ્પિટલ છે. અત્યારે 2000 બેડ આ હોસ્પિટલમાં છે. તેમજ હોસ્પિટલમાં હાલ 13 થી 14 બિલ્ડીંગ છે. તમામ બિલ્ડીંગોમાં ફાયર એનઓસી હોવી જોઈએ. ફાયર એનઓસીનાં મેન્ટેનન્સની વાત છે એનઓસી કોર્પોરેશન તરફથી આપવામાં આવે છે.
હાલ મારી પાસે 14 થી 15 એનઓસી છે. જેમાં એક એનઓસી પીએસએસવાય બિલ્ડીંગનું છે. જેમાં શરત ચૂકથી કહી શકીએ કે મારૂ નામ શરત ચૂકથી આવી ગયું છે. ત્યારે આ બાબત મારા ધ્યાન ઉપર આવતા ત્યારે હું તરત જ આ માટે કોર્પોરેશનને અરજી કરી હતી. કદાચ ટાઈપીંગ મીસ્ટેક થઈ શકે. હાલ સુધારો કરેલું સર્ટીફીકેટ આવી ગયું છે. આમાં શરત ચૂકથી આ ભૂલ થઈ શકે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.