બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'આવતીકાલે 12 વાગ્યે હું બીજેપી ઓફિસ જઈશ જેને પણ...' વિભવ કુમારની ધરપકડ બાદ કેજરીવાલનું નિવેદન

સ્વાતિ માલીવાલ કેસ / 'આવતીકાલે 12 વાગ્યે હું બીજેપી ઓફિસ જઈશ જેને પણ...' વિભવ કુમારની ધરપકડ બાદ કેજરીવાલનું નિવેદન

Last Updated: 06:33 PM, 18 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે ભાજપ આમ આદમી પાર્ટીની પાછળ પડી ગઈ છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપ જેલ-જેલની રમત રમી રહ્યું છે. પહેલા તેઓએ મને જેલમાં નાખ્યો, આજે મારા પીએને જેલમાં નાખ્યો. અમે દિલ્હીમાં વધુ સારું કામ કર્યું છે. તેથી જ તેઓ અમને જેલમાં ધકેલી દેવા માંગે છે. જે કામ તેઓ નથી કરી શકતા તે અમે કરી રહ્યા છીએ.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ કાલે 12 વાગે બીજેપી ઓફિસ આવી રહ્યા છે, જેને જેલમાં નાખવું હોય તેને જેલમાં નાખો આ લોકો આમ આદમી પાર્ટીના છે. આપણો શું વાંક? આપણા લોકોને જેલમાં કેમ નાખવામાં આવે છે?

બિભવે ધરપકડ પહેલા દિલ્હી પોલીસને એક મેઈલ મોકલ્યો હતો

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના સહયોગી બિભવ કુમારની AAP સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત હુમલાના સંબંધમાં શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ તેને પૂછપરછ માટે સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. દિલ્હીની તીસ હજારી કોર્ટે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલના સહયોગી બિભવ કુમારની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. જે બાદ હવે તેઓ બહાર આવી શકશે નહીં.

અગાઉ કોર્ટમાં બિભવ કુમારનો પક્ષ રાખતા વરિષ્ઠ વકીલ એન.હરિહરણએ સુનાવણી વિશે માહિતી આપતાં કહ્યું હતું કે, 'મેં દલીલ કરી હતી કે તેમની સામે કોઈ કેસ નથી અને આ વચગાળાના જામીનનો કેસ છે. મેં આગોતરા જામીનની વકીલાત કરી છે કારણ કે CCTV ફૂટેજ અને કવરેજમાં જે જોવા મળ્યું છે ત્રણ દિવસ પછી માલીવાલ દ્વારા નોંધાયેલા નિવેદનમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જો કે, કોર્ટે તેમની દલીલો સ્વીકારી ન હતી અને બિભવ કુમારને આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. આ પહેલા દિલ્હી પોલીસની એક ટીમે કુમારને કસ્ટડીમાં લીધો અને પૂછપરછ માટે મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનથી સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન લઈ ગઇ હતી જ્યાં પછીથી તેની ધરપકડ કરવામાં આવી છે.

ધરપકડ પહેલા મેઈલ મોકલ્યો

બિભવે ધરપકડ પહેલા દિલ્હી પોલીસને એક મેઈલ મોકલ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે તે પહેલાથી જ તપાસમાં સહકાર આપી રહ્યો છે, જ્યારે તેને પોલીસ તરફથી કોઈ નોટિસ મળી નથી. બિભવે મેલમાં લખ્યું, 'મને મીડિયા દ્વારા ખબર પડી કે સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં એક કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં મારું નામ આરોપી તરીકે રાખવામાં આવ્યું છે. મને હજુ સુધી કોઈ નોટિસ મળી નથી, હું સ્પષ્ટપણે જણાવું છું કે હું તપાસમાં સહકાર આપવા તૈયાર છું અને જ્યારે પણ કેસના તપાસ અધિકારીને બોલાવવામાં આવે ત્યારે હું તપાસમાં જોડાવા તૈયાર છું.' બિભવે આ મેલમાં માલીવાલ વિરુદ્ધ તેમના દ્વારા કરવામાં આવેલી ફરિયાદનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું, 'વિનંતી છે કે ફરિયાદને રેકોર્ડ પર મૂકવામાં આવે અને કાયદા મુજબ તપાસ કરવામાં આવે.'

બિભવ પર સાંસદ માલીવાલ સાથે મારપીટનો આરોપ

AAP સાંસદ સ્વાતિ માલીવાલે સોમવારે 13 મેના સીએમ હાઉસમાં બિભવ કુમાર પર તેમની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. સ્વાતિની ફરિયાદ પર દિલ્હી પોલીસે ગુરુવારે આ સંબંધમાં આરોપી બિભવ કુમાર વિરુદ્ધ નામની એફઆઈઆર નોંધી હતી. ત્યારથી દિલ્હી પોલીસની ઘણી ટીમો બિભવ કુમારને શોધી રહી હતી.

AAPના રાજ્યસભા સાંસદ બિભવ કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી FIRમાં ઘણા ગંભીર અને સનસનાટીભર્યા આરોપો લગાવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસની એફઆઈઆર મુજબ, બિભવ કુમારે કથિત રીતે સ્વાતિ માલીવાલને ઘણી વખત લાત અને થપ્પડ મારી હતી. સ્વાતિ માલીવાલે બિભવ પર જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ પણ લગાવ્યો છે.

વધુ વાંચોઃ 'મારા શહીદ દાદી અને પિતાને દેશદ્રોહી કહેશે તો હું...' પ્રિયંકા ગાંધીના ભાજપ પર પ્રહાર

બિભવે માલીવાલ સામે પણ ફરિયાદ કરી

AAP સાંસદે એફઆઈઆર નોંધાવ્યા બાદ શુક્રવારે કેજરીવાલના સહયોગી બિભવ કુમારે પણ સ્વાતિ માલીવાલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે માલીવાલે 13 મેના મુખ્યમંત્રીના નિવાસસ્થાનની સુરક્ષામાં અનધિકૃત પ્રવેશ કરીને ત્યાં હંગામો મચાવ્યો હતો. પાર્ટીએ કહ્યું કે જ્યારે કુમારે માલીવાલને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે AAP સાંસદે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેમને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી. આ મામલામાં કુમારે સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનના એસએચઓને ઈ-મેલ દ્વારા ફરિયાદ મોકલીને કહ્યું કે હવે માલીવાલ ખોટા આરોપો લગાવીને તેમને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Swati Maliwal Case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ