બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / અજબ ગજબ / વિશ્વ / Miracle medical world! doctor saved woman who reached last stage by inserting a pig kidney, what now?

World News / મેડિકલ જગતમાં ચમત્કાર! લાસ્ટ સ્ટેજમાં પહોંચેલી મહિલાને ડોક્ટરે ભૂંડની કિડની નાખી બચાવી, હવે કેવું

Ajit Jadeja

Last Updated: 09:33 PM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીંદગીના અંતિમ શ્વાસ ગણતી મહિલાને ડોક્ટરોએ બચાવી લીધી છે.

જીંદગીના અંતિમ શ્વાસ ગણતી મહિલાને ડોક્ટરોએ બચાવી લીધી છે. મહિલાને તબીબોએ ભૂંડની કિડની નાખી જીવનદાન આપ્યુ છે. એનવાયયુ લેંગોન ટ્રાન્સપ્લાન્ટ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડૉ. રોબર્ટ મોન્ટગોમેરીએ કહ્યું કે હું આશ્ચર્ય ચકિત છું  કેમકે પ્રાણીના અંગ વડે લિસાનો જીવ બચી ગયો છે. મેડિકલ સાયન્સ એ હદે આગળ વધી રહ્યું છે કે હવે તે પ્રાણીઓના અંગોનો ઉપયોગ કરીને માનવ જીવન બચાવી રહ્યું છે. અમેરિકામાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં બે ગંભીર બીમારીઓથી પીડિત મહિલામાં ડુક્કરની કિડની અને હૃદયનું ઉપકરણ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. આ પહેલા અમેરિકામાં ડુક્કરની કીડની પણ એક માણસમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.

પ્રાણીના અંગ વડે લિસાનો જીવ બચાવ્યો

આ મામલો અમેરિકાના ન્યુ જર્સીમાં રહેતી 54 વર્ષની લિસા પિસાનોનો છે, જેનું હૃદય અને કિડની બંને છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયા હતા. ડોકટરોએ પોતાનો કરિશ્મા બતાવીને લીસાને મોતથી બચાવી હતી. વિશ્વમાં આ પહેલો કિસ્સો છે જેમાં ડોક્ટરોએ કિડની અને હાર્ટ ડિવાઈસ ટ્રાન્સપ્લાન્ટ કરીને મહિલાનો જીવ બચાવ્યો છે. આ ટ્રાન્સપ્લાન્ટ પછી મહિલા સંપૂર્ણપણે સ્વસ્થ છે. એનવાયયુ લેંગોન ટ્રાન્સપ્લાન્ટ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડૉ. રોબર્ટ મોન્ટગોમેરીએ કહ્યું કે તેઓ માની શકતા નથી કે તેમણે પ્રાણીના અંગ વડે લિસાનો જીવ બચાવ્યો હતો. ડૉક્ટરે કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સમાં લગભગ 808,000 લોકોની કિંડનીની બિમારી અંતિમ તબક્કામાં છે, પરંતુ ગયા વર્ષે માત્ર 27,000 લોકોનું જ ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. ડો.રોબર્ટ મોન્ટગોમેરીએ જણાવ્યું હતું કે આ અમારી વૈજ્ઞાનિક સિદ્ધિની મહાનતા છે કે અમે લિઝાને નવું જીવન આપ્યું છે.

વધુ વાંચો : હોટલમાં ગર્લફ્રેન્ડ સંગ નેતાના રંગરેલિયા, પત્ની 'કબાબની હડ્ડી' બનીને આવી, મજા બગાડી નાખી

પિગ કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી મહિલાની સ્થિતિ કેવી છે?

એક મિડિયા અહેવાલ મુજબ 54 વર્ષીય લિસા પિસાનોનો જીવ બચાવવા તેને ડૂંકરની કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું છે અને તેની હાલત પણ સારી છે. લિસાની કિડની છેલ્લા સ્ટેજ પર હતી અને તેના હૃદયે પણ કામ કરવાનું બંધ કરી દીધું હતું. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, જો લિસાને પરંપરાગત કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવી હોત તો તેનું જીવવું મુશ્કેલ હતું, તેથી તેને ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. લિસા છેલ્લા કેટલાક સમયથી માનવ કિડની મેળવવાની રાહ જોઈ રહી હતી પરંતુ તેને કિડની મળી શકી ન હતી. લાંબા સમય સુધી રાહ જોવાના કારણે તેમની કિડની અને હૃદય બંને ફેલ થઈ ગયા હતા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ લિસાની કિડનીએ પણ યુરીન બનાવવાનુંશરૂ કરી દીધું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ