બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / અમદાવાદ / મતદાન કરવા માટે ચૂંટણી કાર્ડ સિવાય 12 વૈકલ્પિક દસ્તાવેજ માન્ય રહેશે, મતદારોને મુશ્કેલી ન પડે તે માટે વહીવટીતંત્ર સજ્જ

લોકસભા ચૂંટણી 2024 / મતદાન કરવા માટે ચૂંટણી કાર્ડ સિવાય 12 વૈકલ્પિક દસ્તાવેજ માન્ય રહેશે, મતદારોને મુશ્કેલી ન પડે તે માટે વહીવટીતંત્ર સજ્જ

Last Updated: 10:12 AM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી તા. 7 મે નાં રોજ યોજાનાર ચૂંટણીને લઈ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે કોઈ પણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે.

લોકસભા સામાન્ય ચૂંટણીમાં કોઈપણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. મહિલાઓ, પુરૂષો, યુવાનો, વયોવૃદ્ધ, દિવ્યાંગો અને થર્ડ જેન્ડર મતદારો વગેરે તમામ લોકો મતદાન કરી શકે તે માટે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. મતદાનના દિવસે કોઈ પણ મતદારને મતદાન કરવામાં મુશ્કેલી ન પડે તે માટે પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરુરી વ્યવસ્થાઓ પણ ઉભી કરવામાં આવી રહી છે.

WhatsApp Image 2024-05-05 at 7.32.41 AM (1)

WhatsApp Image 2024-05-05 at 7.32.42 AM

જે અનુસંધાને તા.૦૭,મે ના રોજ મતદાનના દિવસે સવારના ૦૭.૦૦ કલાક થી સાંજના ૦૬.૦૦ કલાક સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.મતદાતાએ આ માટે યોગ્ય પુરાવો સાથે રાખવાનો રહેશે.ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલી મતદાર કાપલી એ ફક્ત માહિતી માટે છે, મતદાન કરવા માટે પુરાવા તરીકે માન્ય રહેશે નહિ. મતદાનના દિવસે મતદારો ઓળખના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ ઉપરાંત આધારકાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેન્ક કે પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એનપીઆર (National Population Register) અન્વયે આરજીઆઇ દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ,ભારતીય પાસપોર્ટ ,ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોકયુમેન્ટ, કેન્દ્ર કે રાજય સરકાર અથવા જાહેર ક્ષેત્ર ઉપક્રમો તેમજ જાહેર લીમીટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદ સભ્યો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો, , સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવતા Unique Disability ID Card વગેરે વૈકલ્પિક ૧૨ દસ્તાવેજો પૈકી કોઈ એક સાથે રાખીને મતદાન કરી શકશે.

WhatsApp Image 2024-05-05 at 7.32.41 AM (2)

ઉપરાંત દરેક વિધાનસભા મતદાર વિભાગમાં ૦૭-સખી મતદાન મથકો રાખવામાં આવેલ છે. જેમાં તમામ મતદાન સ્ટાફ તરીકે મહિલાઓ ફરજ બજાવશે. ૦૧-પી.ડબલ્યુ.ડી સંચાલિત મતદાન મથક ખાતે દિવ્યાંગ કર્મચારીઓ ફરજ બજાવશે તથા ૦૧- યુવા મતદાન મથક રાખેલ છે જેમાં યુવા કર્મચારીઓ ફરજ બજાવશે અને લોકશાહીના પર્વમાં ભાગીદાર બનશે.

WhatsApp Image 2024-05-05 at 7.32.43 AM (1)

WhatsApp Image 2024-05-05 at 7.32.41 AM

રજા મંજૂર કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

ઉલ્લેખનીય 7મેના રોજ ચૂંટણીના દિવસે મતદાન કરવા સરકારી કચેરીઓમાં રજા જાહેર થયેલ છે, તથા દુકાનો, સંસ્થાઓ અને કારખાનાઓમાં મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિઓની રજા મંજુર કરવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ સિવાય મતદાનના દિવસે ગરમીને અનુલક્ષી ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં મતદાન મથકો ખાતે તડકો ન લાગે તે માટે મંડપ, પંખા, કુલર, પ્રતિક્ષા સમય દરમિયાન બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા ઉભી કરાશે.તથા ગરમીના કારણે મતદાન કરવા આવનાર મતદાતાઓ માટે મતદાન મથક ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઓ.આર.એસ. તથા પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ ઉપરાંત જરૂરીયાત મુજબના મતદાન મથકો ખાતે પીવાનું પાણી, લીંબુ પાણી કે છાશની પણ સગવડ કરવાની સાથે ભીડ ન થાય તથા ઝડપી મતદાન પૂર્ણ થાય તે મુજબનું આયોજન કરવામાં આવનાર છે.

WhatsApp Image 2024-05-05 at 7.32.43 AM

WhatsApp Image 2024-05-05 at 7.32.42 AM (1)

મતદારોને ચૂંટણી સયય દરમિયાન કોઈ પણ તકલીફ કે પ્રશ્નો ઉભા થાયતો તેના માટે મતદાર સહાયતા કેન્દ્રની સુવિધા પણ ઉભી કરવામાં આવેલ છે. જેમાં બી.એલ.ઓ. દ્વારા જરૂરી સહાયતા કરવામાં આવશે.અને દિવ્યાંગ મતદારોની સુવિધા માટે ટ્રાન્સપોર્ટ, વ્હીલચેર તથા સહાયકની વ્યવસ્થા કરવામાં આવી છે.

WhatsApp Image 2024-05-05 at 7.32.42 AM (2)

મતદારોનો ઉત્સાહ વધારવા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરાઈ

મતદાન કરનાર મતદારોનો ઉત્સાહ વધારવા માટે ગાંધીનગરની નામાંકિત એવી રાધે સ્વીટ, વૃન્દાવન સ્વીટ માર્ટ, અંબિકા સ્વીટ સેકટર-૨૪, આનંદ સ્વીટ માર્ટ સેકટર-૧૬ દ્વારા પોતાની તમામ બ્રાન્ચ પરથી ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરાઇ છે. તેની સાથે આ દિવસે વિવિધ હોટલ જેવી કે, હોટલ લીલા સેકટર-૧૪, ફોરચ્યુન હોટલ સેકટર-૧૧, અર્બનીયા રેસ્ટોરન્ટ કુડાસણ, ફુરાત રેસ્ટોરન્ટ કુડાસણ, ભાગ્યોદય રેસ્ટોરન્ટ સેકટર-૨૧, ટેકોબેલ રેસ્ટોરન્ટ કુડાસણ, લા ક્રેસ્ટ રેસ્ટોરન્ટ સરગાસણ, ઘ ગ્રાન્ટ વિનાયક રેસ્ટોરન્ટ સેકટર-૨૧, હોટલ ઘુંઘટ રાંધેજા, રિવાજ ગુજરાત થાળી ભાઇજીપુરા, ઘ ફેમિલી જંકશન કુડાસણ, કેએફસી કુડાસણ, પીઝા હટ કુડાસણ સાથે સાથે ગાંધીનગરના હાર્દસમા સેકટર-૧૬માં આવેલી હોટલ ગોકુલ, તૃપ્તિ પાર્લર, ક્રિષ્ના ભાજીપાઉ, બ્લ્યુ બેરી રેસ્ટોરન્ટ, ગ્રીન એપલ રેસ્ટોરન્ટ, વેરાયટી ફાસ્ટ ફ્રુડ, ગુલાલવાડી પાઉભાજી, વૈષ્ણવ પાણીપુરી અને સેકટર-૧૭ની આલ્ફા રેસ્ટોરન્ટ દ્વારા મતદાન કરનાર નાગરિકોને પોતાના ત્યાંથી ફરસાણ, મીઠાઇ, ભોજન કે અન્ય ખાધ ચીજ વસ્તુઓ પર ૭% ડિસ્કાઉન્ટ જાહેર કરેલ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ