બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દરિયાપુરના મદરેસામાં આચાર્ય પર હુમલાનો મામલો, 2 વ્યક્તિઓ સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો

ક્રાઈમ / દરિયાપુરના મદરેસામાં આચાર્ય પર હુમલાનો મામલો, 2 વ્યક્તિઓ સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો

Last Updated: 04:44 PM, 18 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં મદરેસામાં આચાર્ય પર હુમલા કેસ મામલે આચાર્ય દ્વારા 2 વ્યક્તિઓ સહિત ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજનાં આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કેન્દ્ર સરકારનાં બાળ સંરક્ષણ વિભાગનાં આદેશને પગલે આચાર્ય દ્વારા અમદાવાદનાં દરિયાપુર વિસ્તારમાં આવેલ મદરેસામાં સર્વે માટે ગયા હતા. તે દરમ્યાન કેટલાક શખ્સો દ્વારા આચાર્ય પર મદરેસામાં હુમલો કર્યો હતો. જેને લઈ આચાર્ય દ્વારા 2 વ્યક્તિઓ સામે નામજોગ અને ટોળાં સામે ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે પોલીસે રાયોટિંગ, લૂંટ, સરકારી કામમાં રૂકાવટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

vlcsnap-2024-05-18-16h27m10s098

ફરહાન અને ફૈઝલ નામનાં 2 શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી

આચાર્ય દ્વારા નોંધાયેલ ગુનાની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજનાં આધારે હુમલાખોર વ્યક્તિઓની શોધખોળ હાથ ધરી હતી. જ્યારે ફરહાન અને ફૈઝલ નામનાં 2 શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા હુમલાનાં સીસીટીવી ફૂટેજ કબ્જે કરી 5 વ્યક્તિઓની ઓળખ કરી હતી.

vlcsnap-2024-05-18-16h27m33s154

વધુ વાંચોઃ સિવિલ હોસ્પિટલમાં NOCના સાધનોમાં કૌભાંડ, સિવિલ સુપ્રિટેન્ડેન્ટનું નામ સામે આવતા કર્યો ખુલાસો

ગૂગલ શીટમાં માહિતી અપલોડ કરવાની સૂચના અપાઈ

મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓ સામાન્ય શિક્ષણ લઈ રહ્યા છે કે નહી જેને લઈ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા સર્વેનો આદેશ કરવામાં આવ્યો છે. જેને લઈ દરેક જીલ્લા શિક્ષણાધિકારી તેમજ પ્રાથમિક જીલ્લા શિક્ષણાધિકારીને ટીમ બનાવી તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી. તેમજ તમામ વિગતો ફિઝીકલ સર્વે કરીને ગૂગલ શીટમાં માહિતી અપલોડ કરવાની સૂચના અપાઈ હતી. તેમજ મદરેસામાં ભણતા બિનમુસ્લિમ વિદ્યાર્થીઓની પણ ચકાસણી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Madrasa Search Daryapur Police Station Ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ