બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

logo

આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ

VTV / મનોરંજન / બોલિવૂડ / સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં આવ્યો નવો વળાંક, સામે આવ્યું છોટા શકીલ કનેક્શન?

મનોરંજન / સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં આવ્યો નવો વળાંક, સામે આવ્યું છોટા શકીલ કનેક્શન?

Last Updated: 03:30 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાનના રહેઠાણ ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ કેસમાં આરોપી અનુજ થાપનના મોતને કારણે મામલો વધુ પેચીદો બન્યો છે. હવે બોમ્બે હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવી છે.

બોલિવૂડના દબંગ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં લગભગ દરરોજ નવો વળાંક આવી રહ્યો છે. હાઈપ્રોફાઈલ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી અનુજ થાપનના કસ્ટોડિયલ ડેથના કારણે નવી ગૂંચવણ ઊભી થઈ છે. હવે અનુજ થાપનની માતાએ બોમ્બે હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરીને આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં અનુજ થાપનના મોતની સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત અભિનેતા સલમાન ખાન વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની પણ માંગ કરવામાં આવી છે. જણાવી દઈએ કે પંજાબમાંથી ધરપકડ કરાયેલ અનુજ થાપનનું કસ્ટડીમાં મોત થયું હતું. આ કેસમાં છોટા શકીલનો પણ ઉલ્લેખ થયો છે.

અનુજ થાપનની માતા વતી એડવોકેટ રજની ખત્રીએ બોમ્બે હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી છે. તેમણે કહ્યું કે અમે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી છે. રજની ખત્રીએ કહ્યું, 'અનુજ થાપનની માતા વતી રિટ પિટિશન દાખલ કરવામાં આવી છે, જેમાં અમે ત્રણ લોકોને પક્ષકાર બનાવ્યા છે. જેમાં મહારાષ્ટ્ર રાજ્ય, ક્રાઈમ બ્રાન્ચ અને સલમાન ખાનનો સમાવેશ થાય છે. અમે માંગ કરી છે કે સલમાન ખાન વિરુદ્ધ પણ FIR નોંધવામાં આવે. તેમજ આ મામલાની સીબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ.' રજની ખત્રી દ્વારા દાખલ કરાયેલી રિટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ સામેલ છે. અનુજ થાપનને થર્ડ ડિગ્રીમાં ટોર્ચર કરવામાં આવ્યો હતો. તેણે અનુજ થાપનના મોતને પોલીસ કસ્ટડીમાં હત્યા ગણાવી છે.

salman-khan

છોટા શકીલ કનેક્શન

હવે બોલિવૂડ સ્ટાર એક્ટર સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર થયેલા ફાયરિંગમાં અંડરવર્લ્ડ ડોન છોટા શકીલનું નામ પણ સામે આવ્યું છે. હકીકતમાં, આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ કરી રહેલા ક્રાઈમ બ્રાન્ચના અધિકારી પોતે છોટા શકીલના સહ-આરોપી રહી ચુક્યા છે. તેને મકોકા હેઠળ આરોપી બનાવવામાં આવ્યો હતો. આ અંગે ખુલાસો કરતાં રજની ખત્રીએ જણાવ્યું કે આવી સ્થિતિમાં ક્રાઈમ બ્રાન્ચ આ કેસમાં નિષ્પક્ષ તપાસ કરશે તે અમે માની શકતા નથી. મામલામાં છોટા શકીલનો ઉલ્લેખ થતાં મામલો વધુ પેચીદો બન્યો છે.

વધુ વાંચો: સાઉથની એ એક્ટ્રેસ, જેને ખુશી-ખુશી પોતાનાથી 27 વર્ષ મોટા CM સાથે કર્યા હતા લગ્ન, હવે છે બિઝનેસ વુમન

અનુજ થાપન પર ગંભીર આરોપો હતા

સલમાન ખાનના આવાસ ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કેસના આરોપી અનુજ થાપનના મૃત્યુએ કેસને વધુ જટિલ બનાવી દીધો છે. અનુજ થાપન પર ગંભીર આરોપો હતા. તેના પર શૂટરોને હથિયાર પૂરા પાડવાનો આરોપ હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પંજાબમાંથી અનુજ થાપનની ધરપકડ કરી હતી. કોર્ટે તેને 8મી મે સુધી કસ્ટડીમાં મોકલી દીધો હતો, પરંતુ કસ્ટડીમાં તેનું મોત થયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ