બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / બિઝનેસ / રિલાયન્સ સસ્તા ભાવમાં વેચશે AC! મુકેશ અંબાણીની દીકરી ઈશાએ શરૂ કરી મોટી તૈયારી

બિઝનેસ / રિલાયન્સ સસ્તા ભાવમાં વેચશે AC! મુકેશ અંબાણીની દીકરી ઈશાએ શરૂ કરી મોટી તૈયારી

Last Updated: 10:43 AM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સની નવી બ્રાન્ડ Wyzr સાથે ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ માર્કેટમાં પ્રવેશ કરવા જઈ રહી છે અને ટેલિવિઝન, વોશિંગ મશીન, રેફ્રિજરેટર્સ, એર કંડિશનર અને નાના ઉપકરણો લોન્ચ કરી શકે છે.

દેશના સૌથી પૈસાદાર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ઝડપથી વધી રહેલા કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ બિઝનેસ માટે નવી વ્યૂહરચના તૈયાર કરી છે. રિપોર્ટ અનુસાર અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એલઈડી બલ્બથી લઈને એસી અને ફ્રીજ સુધીની દરેક વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરવા જઈ રહી છે.

mukesh-ambani (3)

ઈશા અંબાણી રિલાયન્સ રિટેલનો પોર્ટફોલિયોને વિસ્તારવા માંગે છે

જાણીતું છે કે મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી ઓગસ્ટ 2022ની રિલાયન્સ રિટેલની જવાબદારી સંભાળી રહી છે અને ત્યારથી આ કંપની સારું પ્રદર્શન કરી રહી છે. એવામાં હવે ઈશા અંબાણી રિલાયન્સ રિટેલનો પોર્ટફોલિયોને વિસ્તારવા માંગે છે અને રિપોર્ટ અનુસાર કંપની ટૂંક સમયમાં હોમ એપ્લાયન્સિસના બિઝનેસમાં પ્રવેશ કરવા જઈ રહી છે.

Wyzer નામની નવી બ્રાન્ડ લોન્ચ કરી છે

રિલાયન્સ રિટેલે તાજેતરમાં Wyzer નામની નવી બ્રાન્ડ લોન્ચ કરી છે અને Wyzr એર કૂલર્સ લોન્ચ કર્યા હતા. એવામાં હવે આ કંપની ટેલિવિઝન, વોશિંગ મશીન, રેફ્રિજરેટર્સ, એર કંડિશનર, નાના ઉપકરણો અને એલઇડી બલ્બ લોન્ચ કરી શકે છે.

mukesh-ambani_23 (1)

ભારતમાં ACનું માર્કેટ ઘણું મોટું છે

હવે એ વાત તો જાણીતી જ છે કે આપણાં ભારતમાં ACનું માર્કેટ ઘણું મોટું છે, સાથે જ હોમ એપ્લાયન્સનું માર્કેટ પણ આટલું જ મોટું છે. ભારતમાં હોમ એપ્લાયન્સ અને નાના ઉપકરણોનું બજાર રૂ. 1.1 લાખ કરોડનું છે, જેમાં વિદેશી કંપનીઓ LG, Samsung, Whirlpool, Haier વગેરેનો હિસ્સો 60% છે. જ્યારે AC માર્કેટમાં ટાટાની વોલ્ટાસનું વર્ચસ્વ છે.

વધુ વાંચો: SIPમાં આ રીતે ઇન્વેસ્ટ કરવાથી તમે પણ બની શકશો કરોડપતિ, એ કઇ રીતે? સમજો ગણિત

એવામાં જો આ માર્કેટમાં રિલાયન્સની એન્ટ્રી થાય છે તો હાલ હાજર કંપનીને ઘણી ટક્કર મળી શકે છે. જોકે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હજુ સુધી આ રણનીતિને લઈ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ