બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / વીજળીના બિલથી કૂલિંગ સુધી, ઇન્વર્ટર અને નોન-ઇન્વર્ટર એસી વચ્ચે શું તફાવત છે?

ટેકનોલોજી / વીજળીના બિલથી કૂલિંગ સુધી, ઇન્વર્ટર અને નોન-ઇન્વર્ટર એસી વચ્ચે શું તફાવત છે?

Last Updated: 08:04 PM, 18 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રૂમ ઠંડો થાય છે, ત્યારે ઇન્વર્ટર ACનું કોમ્પ્રેસર ઓછી ઝડપે ચાલતું રહે છે પણ બંધ થતું નથી

AC Buying Guide: તમે નવું એસી ખરીદવા માંગતા હો, તો તમારે પહેલા નોન-ઈન્વર્ટર એસી અને ઈન્વર્ટર એસી વચ્ચેનો તફાવત જાણવો જોઈએ. કારણ કે થોડી સમજદારી તમને ફાયદો પહોંચાડી શકે છે, નહીં તો એક નાની ભૂલ તમને મોટું નુકસાન કરી શકે છે. ચાલો જાણીએ કે ઠંડક, પાવર વપરાશ અને કિંમતના સંદર્ભમાં ઇન્વર્ટર અને નોન-ઇન્વર્ટર વચ્ચે શું તફાવત છે?

ac-service-final

ઉનાળાની સિઝન ચાલી રહી છે અને કાળઝાળ ગરમીથી બચવા માટે કેટલાક લોકો પોતાના ઘર માટે નવું કુલર ખરીદી રહ્યા છે તો કેટલાક નવા એસી ખરીદી રહ્યા છે. જો તમે પણ તમારા ઘર માટે નવું એર કંડિશનર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે જાણવું જોઈએ કે ઈન્વર્ટર એસી અને નોન-ઈન્વર્ટર એસી વચ્ચે શું તફાવત છે?

નવું એર કંડિશનર ખરીદતા પહેલા, નોન-ઇન્વર્ટર એસી અને ઇન્વર્ટર એસી વચ્ચે શું તફાવત છે અને કયું ખરીદવું તમારા માટે ફાયદાકારક છે? આ સવાલનો જવાબ તમારે જાણી લેવો જોઈએ, નહીં તો તમારા પૈસા ડુબી શકે છે. વિન્ડો એસી હોય કે સ્પ્લિટ એસી, નવું એર કંડિશનર ખરીદતા પહેલા, ઇન્વર્ટર અને નોન-ઇન્વર્ટર વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે.

નોન-ઇન્વર્ટર એસી અને ઇન્વર્ટર એસી

AC ઇન્વર્ટર અને નોન-ઇન્વર્ટર એસીમાંથી રૂમને ઝડપથી ઠંડુ કયુ એસી કરી શકે છે? ઇન્વર્ટર એસી વિશે વાત કરીએ તો આ એર કંડિશનરનું કામ કોમ્પ્રેસરની મોટર સ્પીડને નિયંત્રિત કરવાનું છે. આ કારણોસર જ્યારે રૂમ ઠંડો થાય છે, ત્યારે ઇન્વર્ટર ACનું કોમ્પ્રેસર ઓછી ઝડપે ચાલતું રહે છે પણ બંધ થતું નથી. જ્યારે જો આપણે નોન-ઇન્વર્ટર AC વિશે વાત કરીએ તો આ ACનું કાર્ય બિલકુલ વિપરીત છે.

કિંમત પણ જાણો

નોન-ઇન્વર્ટરની તુલનામાં ઇન્વર્ટર એસી ખરીદવા માટે વ્યક્તિએ વધુ પૈસા ખર્ચવા પડે છે. તમને એર કંડિશનર ઓનલાઈન અને ઓફલાઈન બંને સરળતાથી મળી જશે. કંપનીના એસી પ્રમાણે તેની કિંમત હોય છે.

આ પણ વાંચોઃ ઉનાળાની ગરમીમાં બાઈક ચલાવતા લોકો આ વાતનું રાખો ધ્યાન, નહીં તો થશે ભારે નુકસાન

વીજળીની બચત

જો તમે થોડી સમજદારી બતાવો તો AC ખરીદ્યા પછી દર મહિને જંગી વીજળીના બિલનો બોજ ઘટાડી શકો છો. નોન-ઇન્વર્ટર એસી ખરીદવાથી, તમે શરૂઆતમાં પૈસા બચાવશો પરંતુ દર મહિને તમારે ઇન્વર્ટર એસીની તુલનામાં વધુ વીજળીનું બિલ ચૂકવવું પડશે. આનું કારણ એ છે કે નોન-ઇન્વર્ટર એસી ઇન્વર્ટર એસી કરતાં વધુ વીજળી વાપરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

AC Buying Guide AC non inverter AC એર કંડિશનર Inverter AC ટેકનોલોજી ટિપ્સ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ