બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

logo

આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ

VTV / વિશ્વ / નિજ્જર હત્યાકાંડમાં ભારત વિરૂદ્ધ પુરાવાઓ એકત્ર કરવામાં કેનેડાનું સૂરસૂરિયું! પોલીસ રહી નિષ્ફળ

વર્લ્ડ / નિજ્જર હત્યાકાંડમાં ભારત વિરૂદ્ધ પુરાવાઓ એકત્ર કરવામાં કેનેડાનું સૂરસૂરિયું! પોલીસ રહી નિષ્ફળ

Last Updated: 03:25 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડાએ દાવો કર્યો છે કે તેમનાં દ્વારા નિજ્જરની હત્યા મામલે ત્રણ શકમંદ ભારતીયોની ધરપકડ કરી છે. ત્યાં જ કેનેડાનાં વહીવટી તંત્રનું કહેવું છે કે ભારત સાથે તેમનું કનેક્શન છે કે નહી તે બાબતે તપાસ હાલ ચાલી રહી છે.

કેનેડા પોલીસે ખાલીસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા મામલે ત્રણ શકમંદ ભારતીયોની ધરપકડ કરી છે. ત્યારે ગયા વર્ષે જૂન 18 નાં રોજ નિજ્જરની કેટલાક અજ્ઞાત લોકો દ્વારા ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. અત્યાર સુધી કેનેડા પોલીસ દ્વારા એડમંટન વિસ્તારમાંથી ત્રણ શકમંદ લોકોની ધરપકડ કરી છે. જેમનું નામ છે કરણ બરારા (ઉ.વર્ષ.22), કમલપ્રીતસિંહ (ઉ.વર્ષ.22) અને કરનપ્રીત સિંહ (ઉ.વર્ષ28) જાણવા મળી રહ્યું છે. આ ત્રણેય લોકો પર મર્ડર તેમજ તેની સાજીશ રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કેનેડાની ઈન્ટીગ્રેટેડ ઈન્વેસ્ટિગેશન ટીમે એક નિવેદનાં આ વાત કહી છે. ત્યાં જ IHIT એ ભારત સાથે સબંધ ખરાબ થવાની પણ સંભાવનાં વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભારતીય એજન્સીઓ સાથે વાતચીત કરવામાં થોડી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

આ કેસમાં હજુ અન્ય લોકો સંડોવાયેલા લોકોની શોધખોળ શરૂ કરીઃ ડેવિડ ટેબોલે

પસિફિક રીઝનમાં ફેડરેલ પોલિસિંગ પ્રોગ્રામનાં કમાંન્ડર ડેવિડ ટેબોલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે. તેમજ આ સિવાય એ પણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે હત્યાનું ભારત સાથે શું કનેક્શન છે. આ સમગ્ર મામલે અલગ અલગ તપાસ હાલ ચાલી રહી છે. માત્ર એજ જાણવાનો પ્રયત્ન નથી કરવાનો કે જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તે લોકોની આ ષડયંત્રમાં શું ભૂમિકા હતી તેમજ ભારત સરકાર સાથે આ લોકોનાં સબંધ બાબતે પણ તપાસ કરવામાં આવનાર છે.

તેમણે આ નથી કહ્યું કે હત્યા પાછળ શું કારણ હોઈ શકે છે. સોમવાર કોર્ટમાં આ મામલે સુનાવણી શરૂ થશે. તેમજણે કહ્યું કે હું એજ જણાવવા માંગુ છુ કે આ મામલે ગંભીરતાથી તપાસ થશે. આજે જે કંઈ જણાવવામાં આવ્યું તે તમામ હકીકત નથી. હજુ તપાસ ચાલી રહી છે. જે બાદ જ તમામ વિગતો સામે આવશે.

આ ત્રણ લોકોનું લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કનેક્શનઃ ટેબોલે

ટેબોલે કહ્યું કે તપાસ કરવાવાળા અધિકારી ભારતીય એજન્સીઓ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતું મુશ્કેલી એટલા માટે થઈ રહી છે કે એક વર્ષમાં બંને દેશો વચ્ચે સબંધ ખૂબ જ ખરાબ થયા છે. આ તપાસ અહીંયા જ પૂર્ણ થતી નથી. અમને જાણવા મળ્યું છે કે આ ષડયંત્રમાં હજુ ઘણા લોકો સંડોવાયેલા છે. અને અમારે તમામ લોકોની ધરપકડ કરવાની છે. મીડિયા રિપોર્ટસ માં જણાવવામાં આવ્યું છે કે અત્રે ઉલ્લેખનીય છે કે આ ત્રણ આરોપીઓ પાંચ વર્ષની અંદર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ બનીને કેનેડામાં આવ્યા છે. તેમજ એ પણ જાણાવવામાં આવી રહ્યું છે કે તેમનુ કનેક્શન લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે છે.

વધુ વાંચોઃ HD રેવન્ના વિરૂદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી, ઘરે પહોંચી SITની ટીમ, 700 મહિલાઓ ચડી મેદાને

કેનેડાનાં પીએમ દ્વારા આરોપો લગાવવામાં આવ્યા હતા

પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ ત્રણમાંથી એક કરણ બરારનો ફોટો પણ જાહેર કરવામાં આવ્યો છે. આ સિવાય એક ટોયેટા કોરોલાનો ફોટ પણ શેર કરવામાં આવ્યો છે. પોલીસનું માનવું છે કે હત્યાનાં સમયે આ એક્સયુવીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કેનેડાનાં પ્રધાનમંત્રી જસ્ટીસ ટુડોએ નિજ્જરની હત્યાને લઈ ભારત પર આરોપ લગાવ્યો હતો. પરંતું ભારતે તે તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા. નવી દિલ્લી તરફથી કહેવામાં આવ્યું હતું કે, જો આ મામલે કેનેડા દ્વારા કોઈ મજબૂત પુરાવા આપવામાં આવે તો ભારત તેમની મદદ કરવા તૈયાર છે. પરંતું અત્યાર સુધી કેનેડા એક પણ પુરાવા આપી શક્યું નથી. આતંકી નિજ્જર શીખ ફોર જસ્ટીસનો વડો હતો. તેમજ બ્રિટિશ કોલંબિયામાં રહીને ખાલિસ્તાનની માંગણી વાળો જનમત સંગ્રહ કરતો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ