બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહેસાણામાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ

logo

રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર

logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

VTV / ભારત / સ્પોર્ટસ / રોહિત શર્મા મોટા દિલવાળો નીકળ્યો, IPL કેપ્ટનન્સી ગયા બાદ પહેલી વાર બોલ્યો, ચાહકોને ગમશે

T20 વર્લ્ડ કપ / રોહિત શર્મા મોટા દિલવાળો નીકળ્યો, IPL કેપ્ટનન્સી ગયા બાદ પહેલી વાર બોલ્યો, ચાહકોને ગમશે

Last Updated: 06:38 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાના એલાન બાદ કેપ્ટન રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજિત અગરકરે મુંબઈમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કેટલીક સ્પસ્ટતાંઓ કરી હતી.

આ વર્ષે યોજાનારા ટી-20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે. હવે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ આ મામલે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી છે. આ દરમિયાન તેની સાથે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના ચીફ સિલેક્ટર અજીત અગરકર પણ હતા. આઇપીએલમાં રોહિત શર્માને કેપ્ટનશિપમાંથી દૂર કરવામાં આવ્યો છે અને મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઈ) ફ્રેન્ચાઈઝીએ હાર્દિક પંડયાને કમાન સોંપી દીધી છે. પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. રોહિતે કહ્યું કે આ મારા માટે નવી વાત નથી. હું અગાઉ પણ ઘણા કેપ્ટન હેઠળ રમી ચૂક્યો છું.

શિવમનું પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થવું અઘરુ

ઓલરાઉન્ડર શિવમ દુબે અંગે રોહિતે કહ્યું કે, "અમારો ટોપ ઓર્ડર સારો દેખાવ કરી રહ્યો છે, તે ખરાબ નથી. અમે ઇચ્છીએ છીએ કે કોઈ મધ્ય ઓવરમાં તે ભૂમિકા ભજવે અને મુક્તપણે રમે. અમે દુબેને આઈપીએલમાં તેના પ્રદર્શનના આધારે પસંદ કર્યો. અમે તેના વિશે વાત કરી અને પસંદગી કરી, પરંતુ પ્લેઇંગ 11 માં તેને લેવાશે તેની કોઈ ગેરન્ટી નથી.

'કેપ્ટન હતો પછી ન રહ્યો, હવે છું'

રોહિતે કહ્યું, 'હું કેપ્ટન હતો પછી કેપ્ટન નહોતો અને હવે છું. આ જીવનનો એક ભાગ છે, બધું આપણું મરજી પ્રમાણે ન થાય. તે એક મહાન અનુભવ રહ્યો છે. મારા જીવનમાં પણ હું કેપ્ટન ન હતો અને જુદા જુદા કેપ્ટન હેઠળ રમ્યો હતો. તેની સાથે તેને કોઈ લેવાદેવા નથી. મેં હંમેશા ખેલાડી બનવા માટે જે જરૂરી હોય તે કરવાનો પ્રયાસ કર્યો છે અને મેં છેલ્લા એક મહિનામાં તે કરવાનો પ્રયાસ કર્યો છે.

હાર્દિક કરતા રોહિત વધુ સારો

અજીત અગરકરે કહ્યું, "રોહિત શાનદાર કેપ્ટન રહ્યો છે. 50 ઓવરના વર્લ્ડ કપ અને આ (ટી-20) વર્લ્ડ કપ વચ્ચેના 6 મહિના દરમિયાન અમારે કેટલાક નિર્ણયો લેવાના હતા, તેમાં કોઈ શંકા નથી. હું જાણું છું કે હાર્દિકે કેટલીક શ્રેણીમાં નેતૃત્વ કર્યું છે. પરંતુ રોહિત ઉત્કૃષ્ટ રહ્યો છે.

વધુ વાંચો : T20 વર્લ્ડ કપમાં કઈ ટીમ બનશે ચેમ્પિયન? વર્લ્ડ કપ ચેમ્પિયન ખેલાડીએ આપ્યું આ ટીમનું નામ

કેએલ રાહુલને કેમ ન લેવાયો

ટી 20 વર્લ્ડ કપમાં રાહુલની બાદબાકી પર બોલતાં અજિત અગરકરે કહ્યું કે રાહુલ શાનદાર ખેલાડી છે. અમે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતા ખેલાડીઓ પર વિચાર કરી રહ્યા છીએ. ટોપ ઓર્ડરમાં કેએલ બેટિંગ કરે છે. જ્યારે ઋષભ પંત 5માં નંબર પર રમે છે. સંજુ સેમસન પણ નીચે રમવાની ક્ષમતા ધરાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ