બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રોજમદાર કામદાર કાયમી બનવા માટે હકદાર, વનવિભાગના કર્મીઓની અરજી પર ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય

ચુકાદો / રોજમદાર કામદાર કાયમી બનવા માટે હકદાર, વનવિભાગના કર્મીઓની અરજી પર ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય

Last Updated: 07:53 AM, 15 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોજમદાર કામદારો અંગે હાઈકોર્ટે ચૂકાદો આપ્યો હતો. જેમાં રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર છે. તેમજ ચોક્કસ કાર્યકાળ પૂર્ણ કરે તો કાયમી બનવા હકદાર છે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા રોજમદાર કામદારો અંગે હાઈકોર્ટ દ્વારા ચૂકાદો આપવામાં આવ્યો છે. જેમાં હોઈકોર્ટે કહ્યું છે કે, રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર છે. તેમજ ચોક્કસ કાર્યકાળ પૂર્ણ કરે તો કાયમી બનવા હકદાર છે. તેમજ કાયમી બન્યા બાદ પેન્શન અને ઉચ્ચ પગાર ધોરણનાં લાભો મેળવવાનો પણ અધિકાર છે.

gujarat-highcourt-10 (2)_1_0_0_0

નિમણૂંક કરાયેલા કામદારો દ્વારા કોર્ટમાં પિટિશન કરાઈ

આ સમગ્ર બાબતે રાજ્યનાં વન વિભાગ દ્વારા નિમણૂંક કરાયેલા કામદારો દ્વારા કોર્ટમાં પિટિશન કરાઈ હતી. જેમાં દૈનિક વેતન કામદારોનો કાર્યકાળ લાંબો હોવા છતાં વન વિભાગે તેમને નિર્ધારિત લાભો કે અધિકારો આપ્યા ન હતો. હાલમાં કામદારો હકદાર છે તેનાં કરતા ઓછું મહેનતાણું મળતું હોવાનું કોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું.

વધુ વાંચોઃ ટ્રાવેલ્સ છૂટી જતા દુષ્કર્મનો ભોગ બની રાજસ્થાનની યુવતી, અમદાવાદના હોમગાર્ડ જવાનની હેવા'નિયત'

કાયદા મુજબ નિર્ણય લેવા સત્તાવાળાઓને કોર્ટે તાકીદ કરી

આ બાબતે હાઈકોર્ટે કહ્યું હતું કે, વન વિભાગે સરકારી ઠરાવનાં લાભોનો અમલ કર્યો નથી. દૈનિક વેતન કામદારોએ કાયમી થવા માટેની અવધિ પૂર્ણ કરી હોવા છતાં તેઓને કાયમી કરાયા નથી કે લાભો અપાયા નથી. વન વિભાગને આઠ સપ્તાહમાં નિર્ણય લેવા હુકમ કર્યો હતો. કાયદા મુજબ નિર્ણય લેવા સત્તાવાળાઓને કોર્ટે તાકીદ પણ કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Daily Labourers Forest Department Gujarat High Court
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ