બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Reelના ચક્કરમાં જોખમી સ્ટંટબાજોના Videos વાયરલ, પોલીસે બોલાવ્યો તપાસનો ધમધમાટ
Last Updated: 10:49 PM, 4 June 2026
અંબાજી નજીક આવેલા ચિખલા હેલીપેડ જેવી સંવેદનશીલ જગ્યાએ કેટલાક બુટલેગરોએ જન્મદિવસની પાર્ટીની ઉજવી કાયદા અને વ્યવસ્થાના જાહેરમાં ધજાગરા ઉડાવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે.
ADVERTISEMENT
સ્થાનિકોમાં રોષ
વાયરલ વીડિયોમાં કેટલાક યુવકો કાળા કાચવાળી અને નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો ગાડી પર ચઢીને નાચતા અને ઉજવણી કરતા જોવા મળે છે. આ વીડિયો ચિખલા હેલીપેડ પર બનાવવામાં આવ્યો હોવાનું સામે આવતા સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT

પોલીસે કાળા કાચવાળી સ્કોર્પિયો કબ્જે કરી
ADVERTISEMENT
વીડિયો પોલીસ સુધી પહોંચતા જ અંબાજી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત, કાળા કાચવાળી સ્કોર્પિયો ગાડી પણ પોલીસે કબ્જે લીધી છે.

ADVERTISEMENT
અન્ય આરોપીઓની ઓળખ કામગીરી ચાલુઃ ડીવાયએસપી
આ મામલે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, “જિલ્લામાં અસામાજિક તત્વો સામે બનાસકાંઠા પોલીસની લાલ આંખ રહેશે. કાયદો હાથમાં લેનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.” વીડિયોમાં દેખાતા અન્ય આરોપીઓની ઓળખ કરવાની કામગીરી ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડો કરવામાં આવશે.આ સમગ્ર ઘટનાએ સંવેદનશીલ સ્થળોની સુરક્ષા અને કાયદા-વ્યવસ્થાના અમલ અંગે ફરી એકવાર ચર્ચા જગાવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ પીપળી નજીક ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર લેન્ડિંગનું ટેસ્ટિંગ સફળ, જુઓ Video
ADVERTISEMENT
લક્ઝરી કારથી સ્ટંટ બનાવતો વીડિયો વાયરલ થયો
રીલ બનાવી વાયરલ થવાના ચક્કરમાં યુવાનોએ લક્ઝરી કારથી કર્યો સ્ટંટ કર્યા હતા. સાપુતારા ઘાટ માર્ગ પર લક્ઝરી કારથી સ્ટંટ બનાવતો વીડિયો વાયરલ થયો હતો. ઘાટ માર્ગ પર BMW કારચાલક સ્ટંટ કરી વીડિયો બનાવતા હતા. જોખમી રીતે કાર હંકારી લોકોનો જીવ જોખમમાં મૂકવાનો કર્યો પ્રયાસ. જાગૃત નાગરિકે વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. વાયરલ વીડિયોના આધારે સાપુતારા પોલીસે તપાસનો ધમધમાટ બોલાવ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.