બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ટંકારામાં 15.40 કરોડના રોડ પ્રોજેક્ટમાં કરોડોનો ધુમાડો તો આ તરફ પાટણમાં પણ 20 લાખ...!
Last Updated: 10:25 PM, 4 June 2026
મોરબી જિલ્લાના ટંકારામાં ગૂગલ મેપને પણ કન્ફ્યૂઝ કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીંયા કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા રસ્તામાં એન્જિનિયરોની ગંભીર બેદરકારી જોવા મળી છે. અંધેર તંત્રે લીલાપરથી વીરપર વચ્ચે ખાનગી જમીન પર રોડ બનાવી નાંખ્યો છે. ટંકારા તાલુકામાં બની રહેલાં 15.40 કરોડના એક પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનો ધુમાડો કરાયો છે. અડધો રોડ બનાી ગયા પછી તંત્રને ખબર પડી કે જમીન તો ખાનગી માલિકીની છે.
ADVERTISEMENT

ખાનગી માલિકીની જગ્યામાં બનાવી દીધો રોડ
ADVERTISEMENT
અધૂરા રોડ પર જમીનના માલિકે 5 ફૂટ ઉંચી દીવાલ બનાવી દેતાં અનેક સવાલ ઉઠ્યા. કેમ કે રોડ-રસ્તા બનાવતાં પહેલાં રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગે માપણી કરવાની હોય છે. કોઈ જ પૂર્વ તૈયારી વગર કરોડોનો રોડ બનાવવાનું શરૂ કરી દેતાં લોકોમાં રોષ ફેલાયો છે. જિલ્લા પંચાયતના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના કાર્યપાલક ઈજનેર દિવ્યેશ પટેલે જવાબદારીમાંથી હાથ ખંખેર્યા. કોન્ટ્રાક્ટરે શરતચૂકથી કામગીરી કરી નાંખી હોવાનું કહીને કાર્યપાલક ઈજનેરે છટકબારી પણ શોધી કાઢી છે.
ADVERTISEMENT
બંધાકામ વિભાગની ઘોર બેદરકારી
પાટણ નગર પાલિકાએ પોતાનું બુદ્ધિનુ પ્રદર્શન કર્યાની ઘટના સામે આવી છે જે સાંભળીને તમે પણ માથું ખંજવાળવા મજબૂર થઈ જશો આપે ભ્રષ્ટાચારના કિસ્સા તો ઘણા સાંભળ્યા હશે, પણ આજે પાટણ નગર પાલિકાના બાંધકામ અને ટાઉન પ્લાનિંગ વિભાગે 'બુદ્ધિનું એવું પ્રદર્શન' કર્યું છે કે સરકારી તિજોરીને લાખોનો ચૂનો લાગી ગયો છે.
ADVERTISEMENT
ખાનગી માલિકીની જગ્યા પર બનાવી દીધો રોડ
ADVERTISEMENT
નગર પાલિકાએ કોઈ સરકારી કે જાહેર જમીન પર નહીં, પણ એક ખાનગી માલિકીના પ્લોટની જમીન પર આખે આખો રોડ બનાવી નાખ્યો! હા, તમે બરાબર સાંભળ્યું પાલિકાએ જેતે સમયે અંદાજે 20 લાખથી વધુના ખર્ચે માલિકી ની જમીન પર રોડ બનાવી દીધો હતો આ રોડ પર હવે જમીન માલિક જીગર પટેલ દ્વારા તારની ફેન્સિંગ કરીને બંધ કરી દીધો છે પાલિકાની આ ઘોર બેદરકારીના કારણે અત્યારે જનતા હેરાન પરેશાન થઈ રહી છે.

ADVERTISEMENT
20 લાખના ખર્ચે બનેલો રોડ બન્યો નકામો
પાટણ શહેરના વોર્ડ નંબર 10 ના લાલેશ્વરપાર્કની પાછળ અને ભીલમતિ મંદિરની આગળ આવેલા વેચુંખાડ વિસ્તારના જ્યાં રોડની વચોવચ જમીન માલિક જીગર પટેલ દ્વારા લોખંડની એંગલ અને કાંટાળા તાર મારીને રસ્તો બંધ કરી દેવાયો છે પ્રશ્ન એ થાય કે સરકારી રોડ કોઈ કેમ બંધ કરી શકે? તો જવાબ એ છે કે આ રોડ સરકારી જમીન પર છે જ નહીં! આ તો કોઈકની ખાનગી માલિકીની જમીન છે, જેના પર પાટણ નગર પાલિકાના હોશિયાર એન્જિનીયર દ્વારા અંદાજે 12 થી 18 મહિના પહેલા લાખોના ખર્ચે સીસી રોડ ઠોકી બેસાડ્યો હતો!

જમીન માલિકે ફેન્સીંગ કરીને રસ્તો કર્યો બંધ
ટાઉન પ્લાનિંગ વિભાગ અને બાંધકામ વિભાગની જવાબદારી હોય છે કે કોઈપણ રોડ બનાવતા પહેલા તેની જમીનની માપણી કરવી, રેકોર્ડ તપાસવા પરંતુ અહીં તો સરકારી બાબુઓએ આંખો બંધ કરીને જનતાના ટેક્સના 20 લાખ રૂપિયા પાણીમાં હોમી દીધા. જ્યારે ખાનગી જમીનના અસલી માલિકને ખબર પડી કે નગર પાલિકાએ તેની જમીન પર રોડ બનાવી દીધો છે, ત્યારે તેને તાત્કાલિક તારનું ફેન્સિંગ કરીને પોતાનો પ્લોટ સુરક્ષિત કરી લીધો પરિણામે, લાખોનો રોડ પણ વેડફાયો અને સ્થાનિક રહીશોનો અવર જ્વર કરવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે..

વર્ષ 2023 માં કારોબારી મા ઠરાવ કર્યો
આ આખા છબરડા અંગે જ્યારે પાટણ નગર પાલિકાના પ્રમુખ ને પૂછતાં તેવોએ પોતાની બેદરકારી ને ઢાંકવા માટે આંખે આખું રોડનું ઠીકરુ વિપક્ષ પર ઢોલ્યું હતુ અને પાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે રોડ બનાવ્યો હતો. આ માર્ગ વર્ષ 2023 મા કારોબારી મા ઠરાવ કર્યો હતો. તે સમયે બિલ્ડર દ્વારા કોઈ પગલાં ન ભર્યા પરંતુ સવાલ એ થાય કે પાલિકા દ્વારા રોડ બનાવ્યો હતો તો એમની ભૂલ સ્વીકારવાની જગ્યા પર વિપક્ષ દ્વારા અહિયાંથી લોકો પસાર ન થાય એટલે આ આખુ ઉભુ કરવામાં આવ્યું છે.

હિરલ ઠાકર(પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર)
નગરપાલિકા ચીફ ઓફીસરે શું કહ્યું
આ બાબતે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે પોતાનો લૂલો બચાવ કર્યો હતો અને જમીન માલિક પર દોષનો ટોપલો ધોળ્યો હતો અને પાલિકા દ્વારા બનાવેલ રોડ વર્ષો જૂનો છે. ત્યારે જમીન માલિક દ્વારા કોઈ વાંધો ન ઉઠાવ્યો આ રોડ વર્ષ 2023 - 24 મા તેની ગ્રાન્ટ મંજુર થઈ હતી અને વર્ષ 2025 મા રિસરફેસિંગ કામગીરી કરવામાં આવી હતી. વર્ષો પહેલા બનાવેલ રોડ બાબતે જમીન માલિક દ્વારા કોઈ પુરાવા આપ્યા ન હતા. જમીન માલિક દ્વારા ચાર વર્ષ પહેલા બધાકામ માટેની મંજૂરી માંગી હતી પણ કોઈ બાંધકામ કર્યું ન હતુ. ત્યારે હવે જમીન માલિક પોતાનો હક લગાવી રસ્તો બંદ કરી દેતા લોકોને ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચોઃ લો બોલો, દારૂના નશામાં મનપાના જ અધિકારીએ સર્જ્યો અકસ્માત, અનેક વાહનો લીધા અડફેટે
ત્યારે પાલિકાની ઘોર બેદરકારીના કારણે પ્રજાના ટેક્સના 20 લાખ રૂપિયા હાલતો પાલિકાએ પોતાની બુદ્ધિનુ પ્રદર્શન કરી વેડફી દીઘા છે. ત્યારે પોતાની ભૂલ સ્વીકારવાની જગ્યાએ જમીન માલિકની જમીન પર જે રોડ બનાવ્યોએ હાલ બંદ કરી તાર ફેન્સીંગ કરવામાં આવી છે. એ માર્ગ પાલિકા દ્વારા ખોલી દેવામા આવશે તેવી વાત કરી રહ્યા છે. ત્યારે સવાલ એ છેં કે માલિકી ની જગ્યા પર પાલિકા દ્વારા રોડ બનાવ્યો છે. જેનો વિવાદ સામે આવ્યો છે તે માર્ગ પરની જમીન માલિકને મળશે કે પછી પાલિકા પોતાની ભૂલ છુપાવવા પોતાની સત્તાનો ઉપયોગ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.