બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / કેજરીવાલને તો જામીન મળી ગયા, પરંતુ હેમંત સોરેનનું શું થયું? સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
Last Updated: 03:36 PM, 17 May 2024
Hemant Soren : ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, હેમંત સોરેનની ધરપકડને પડકારતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જસ્ટિસ સંજીવ ખન્નાની બે સભ્યોની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. આ દરમિયાન EDએ કહ્યું કે, સોરેનની લાંબા સમય પહેલા ધરપકડ કરવામાં આવી હતી. બેન્ચે કહ્યું કે, તે માત્ર ચૂંટણીને ધ્યાનમાં રાખીને વચગાળાના જામીન ઈચ્છે છે.
ADVERTISEMENT
પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન વતી કપિલ સિબ્બલે કહ્યું કે, મારે ચૂંટણી માટે જેલમાંથી બહાર આવવું પડશે. આગામી તારીખ 20મી મે છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, શું જામીન તમારા કબજામાં છે? સિબ્બલે કહ્યું ના. ખંડપીઠે કહ્યું કે આમાં કોઈ અન્ય પણ સામેલ છે. શું આ કેસમાં સંજોગોવશાત્ પુરાવા છે? તમારા નિયમિત જામીન મંજૂર થયા નથી. ED વતી એસવી રાજુએ કહ્યું કે, મારે તૈયારી માટે સમય જોઈએ છે.
જામીન પર આગામી 21 મે એ સુનાવણી
ADVERTISEMENT
કપિલ સિબ્બલે કહ્યું કે, અનેક પ્રસંગોએ EDએ રાતોરાત કોર્ટમાં દસ્તાવેજો દાખલ કર્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે આગામી સપ્તાહે 21 મેના રોજ સુનાવણી કરીશું. અન્ય કેસોમાં EDના વકીલો હાજર થાય છે. તેમને તૈયારી માટે સમય આપવો પડશે. EDએ સોમવાર સુધીમાં જવાબ આપવો પડશે અને વેકેશન બેન્ચ મંગળવારે આ મામલે સુનાવણી કરશે.
સોરેનને હાઈકોર્ટમાંથી લાગ્યો છે ઝટકો
વાત જાણે એમ છે કે, હેમંત સોરેને જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ સામે ઝારખંડ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો પરંતુ હાઈકોર્ટે તેમની રિટ અરજી ફગાવી દીધી હતી. આ પછી તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. શુક્રવારે એવું લાગતું હતું કે તેમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળશે પરંતુ એવું થયું નહીં. કોર્ટે તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.
વધુ વાંચો : સ્વાતિ માલીવાલ કેસમાં નવો ટ્વીસ્ટ: 13 મેની ઘટનાનો વીડિયો આવ્યો સામે, આપી રહી છે ગાળો
પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ક્યારે કરાઇ હતી ધરપકડ ?
નોંધનિય છે કે, હેમંત સોરેન પર 31 કરોડ રૂપિયાથી વધુની 8.86 એકર જમીન ગેરકાયદેસર રીતે અધિગ્રહણ કરવાનો આરોપ છે. 31 જાન્યુઆરીએ ED દ્વારા સોરેનની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારથી કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા છે ત્યારથી હેમંત સોરેનની મુક્તિની ચર્ચાએ જોર પકડ્યું છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા. જો કે તમામની નજર 21 મે પર છે. સોરેનને આ દિવસે જામીન મળે છે કે નહીં તે જોવું રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.