બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહેસાણામાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ

logo

રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર

logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

VTV / સ્પોર્ટસ / Cricket / રિંકુ અને રાહુલને કેમ ટીમ ઈન્ડિયામાં સામેલ ન કર્યા? અજિત અગરકરે આપ્યો જવાબ

IPL 2024 / રિંકુ અને રાહુલને કેમ ટીમ ઈન્ડિયામાં સામેલ ન કર્યા? અજિત અગરકરે આપ્યો જવાબ

Last Updated: 07:02 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે તમામ સવાલોના જવાબ આપ્યા છે. કે.એલ રાહુલના સવાલ પર અજીત અગરકરે કહ્યું, "કે.એલ રાહુલ એક શાનદાર ખેલાડી છે.

ભારતીય ટીમે ટી-20 વર્લ્ડ કપ માટે તૈયારી કરી લીધી છે. 30 એપ્રિલે BCCIએ T20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. જેના માટે અનેક દિગ્ગજો પોતાના મંતવ્યો આપતા જોવા મળ્યા હતા. હવે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે તમામ સવાલોના જવાબ આપ્યા છે.

કે.એલ રાહુલ કેમ બહાર ?

કે.એલ.રાહુલના સવાલ પર અજીત અગરકરે કહ્યું, "કેએલ રાહુલ એક શાનદાર ખેલાડી છે. અન્ય વિકેટકીપર મિડલ ઓર્ડરમાં રમી રહ્યા છે અને રાહુલ ટોપ ઓર્ડરમાં છે. આ માત્ર ટીમને સંતુલિત કરવા માટે લેવાયેલું પગલું છે." મિડલ ઓર્ડરમાં વિકેટકીપર તરીકે સંજુ સેમસન અને ઋષભ પંત શ્રેષ્ઠ વિકલ્પ છે.

રોહિતનો કેપ્ટનશિપનો અનુભવ

કેપ્ટનશીપ અંગે રોહિત શર્માએ કહ્યું કે, “ભારતની કેપ્ટનશીપ કરવી એ સારો અનુભવ છે. હું મારી કારકિર્દીમાં ઘણા ખેલાડીઓની કેપ્ટનશીપ હેઠળ રમ્યો છું. આ કંઈક નવું છે. એક ખેલાડી તરીકે તમારે તમારી ટીમ માટે રમવાનું હોય છે.'' આ સિવાય પસંદગીકાર અજીત અગરકરે કેપ્ટનના સતત બદલાવ પર જવાબ આપ્યો. તેમણે કહ્યું, 'રોહિત અમારો શ્રેષ્ઠ કેપ્ટન છે. વનડે વર્લ્ડ કપ પછી છ મહિનાનો સમય મળ્યો છે. હાર્દિકે પણ વચ્ચે સારું પ્રદર્શન કર્યું છે. રોહિત એક શાનદાર કેપ્ટન છે અને તેણે ODI વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

ટીમ પસંદ કરવી એક પડકાર હતોઃઅજીત અગરકર

ટીમ પસંદ કરવા પર અજીત અગરકરે કહ્યું, "તે હંમેશા પડકારજનક હોય છે, પરંતુ મેં રોહિત સાથે પહેલાથી જ વાત કરી હતી. અમે પહેલાથી જ સ્પષ્ટ હતા કે અમારે શું કરવાનું છે. IPLમાં પ્રદર્શને આમાં ઘણી મદદ કરી." રોહિત શર્માએ IPLમાં પ્રદર્શનની અસર પર કહ્યું, 'હાલના સમયમાં જે પણ ICC ટૂર્નામેન્ટ થઈ છે તે IPL પછી જ થઈ છે. ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પણ આઈપીએલ બાદ થઈ હતી. આ કારણોસર અમે અગાઉથી તૈયારીઓ કરીએ છીએ. અમે પહેલાથી જ અમારા મગજમાં 11 રમી રહ્યા છીએ. અમે પરફેક્ટ રોલ માટે પરફેક્ટ પ્લેયર પસંદ કરીએ છીએ. ઘણા ખેલાડીઓ લાંબા સમયથી આ ફોર્મેટમાં રમ્યા નથી, પરંતુ તેઓ ઘણા અનુભવી છે. 15 સભ્યોની ટીમ પર IPLની બહુ અસર નથી. IPLમાં પ્રદર્શન સતત બદલાતું રહે છે. ક્યારેક કોઈ સદી ફટકારે છે તો ક્યારેક કોઈ 5 વિકેટ લે છે. અમે પહેલાથી જ 70 ટકા ટીમ પસંદ કરી લીધી હતી.

આ પણ વાંચોઃ એવાં 7 ભારતીય ખેલાડીઓ કે જેઓની T20 વર્લ્ડકપમાં પસંદગી કરાઇ, પરંતુ IPLમાં રહી ચૂક્યાં છે ફ્લોપ!

રિંકુ સિંહ ટોપ-15માંથી કેમ બહાર થઈ ગયો ?

રિંકુ સિંહને બહાર રાખવાના સવાલ પર ચીફ સિલેક્ટર અજિત અગરકરે કહ્યું, “રિંકુ સિંહને બહાર રાખવો સૌથી મુશ્કેલ બાબત હતી. શુભમન ગિલ સાથે પણ એવું જ હતું. અમે પહેલા ટીમ કોમ્બિનેશન પર ધ્યાન આપ્યું અને પછી આકરા નિર્ણયો લીધા. " તેમણે વિરાટ કોહલીના સ્ટ્રાઈક રેટ પર પણ પોતાનું મૌન તોડ્યું. અગરકરે કહ્યું, "કોહલીના સ્ટ્રાઈક રેટ પર કોઈ સવાલ નથી. તે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. અમે ક્યારેય કોહલીના સ્ટ્રાઈક રેટ વિશે ચર્ચા કરી નથી , જ્યારે તમે વર્લ્ડ કપમાં હોવ ત્યારે દબાણ અલગ હોય છે.

ટીમમાં ચાર સ્પિનરો શા માટે ?

રોહિત શર્માએ ટીમમાં ચાર સ્પિનરો અંગે ચિત્ર સ્પષ્ટ કર્યું. તેણે કહ્યું કે, વેસ્ટ ઈન્ડિઝની પિચોને જોતા અમને ટીમમાં ચાર સ્પિનરો જોઈએ છે. હવે આપણે ત્યાં જઈશું અને જોઈશું કે કોણ રમે છે અને કોણ નથી રમતા. શક્ય છે કે અમે ચારેય સ્પિનરોને ટીમમાં રાખી શકીએ. એવી પણ શક્યતા છે કે ચહલ અને કુલદીપ સાથે રમે. આ સિવાય અક્ષર અને જાડેજા કુલદીપ સાથે રહે અથવા અક્ષર અને જાડેજા ચહલ સાથે રહે તેવી પણ શક્યતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ