બ્રેકિંગ ન્યુઝ

logo
logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

VTV / સ્પોર્ટસ / Cricket / એવાં 7 ભારતીય ખેલાડીઓ કે જેઓની T20 વર્લ્ડકપમાં પસંદગી કરાઇ, પરંતુ IPLમાં રહી ચૂક્યાં છે ફ્લોપ!

ક્રિકેટ / એવાં 7 ભારતીય ખેલાડીઓ કે જેઓની T20 વર્લ્ડકપમાં પસંદગી કરાઇ, પરંતુ IPLમાં રહી ચૂક્યાં છે ફ્લોપ!

Last Updated: 08:26 AM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમની જાહેરાત થયા બાદ IPLમાં બે મેચ રમાઈ છે. જેમાં T20 વર્લ્ડ કપ રમવા જઈ રહેલા 7 ખેલાડીઓ મેદાન પર જોવા મળ્યા હતા, ચાલો જાણીએ કે ખેલાડીઓ એમના છેલ્લા મેચમાં કેવું પ્રદર્શન કર્યું હતું.

T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. 30 એપ્રિલે BCCIએ ટીમના 15 ખેલાડીઓના નામ જાહેર કર્યા હતા. આ સાથે ચાર ટ્રાવેલિંગ રિઝર્વની પણ પસંદગી કરવામાં આવી છે. ટીમની જાહેરાત થયા બાદ IPLમાં બે મેચ રમાઈ છે. જેમાં T20 વર્લ્ડ કપ રમવા જઈ રહેલા 7 ખેલાડીઓ મેદાન પર જોવા મળ્યા હતા. જેમાં કેપ્ટન રોહિત શર્મા અને ત્રણ મુખ્ય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. એવામાં ચાલો જાણીએ એ ખેલાડીઓએ એમના છેલ્લા મેચમાં કેવું પ્રદર્શન કર્યું છે.

રોહિત શર્મા- 4 રન

રોહિત શર્મા લખનૌ સુપર જાયન્ટ્સ સામે માત્ર ચાર રન બનાવીને આઉટ થયો હતો. મોહસીન ખાને રોહિતની વિકેટ લીધી હતી. IPL 2024માં શાનદાર શરૂઆત કરનાર રોહિત ત્રણ મેચમાં ડબલ ફિગરને સ્પર્શી શક્યો નથી.

અર્શદીપ સિંહ- 4 ઓવરમાં 52 રન

અર્શદીપ સિંહ T20 વર્લ્ડ કપમાં ડેથ ઓવરોમાં પણ બોલિંગ કરશે. પરંતુ વર્લ્ડકપની ટીમમાં જગ્યા મળ્યા બાદ ચેન્નાઈ સામે મેદાનમાં ઉતરેલા અર્શદીપ સિંહે 4 ઓવરમાં 52 રન આપ્યા હતા. તેણે છેલ્લી બે ઓવરમાં 5 વાઈડ બોલ ફેંક્યા હતા.

સૂર્યકુમાર યાદવ – 6 બોલમાં 10 રન

સૂર્યકુમાર યાદવે 6 બોલમાં 10 રન બનાવ્યા હતા. સૂર્યા આઉટ થયો એને થોડો કમનસીબ ગણી શકાય કારણ કે બોલ લેગ સ્ટમ્પની બહાર ગયો અને તેના ગ્લોવ્ઝને અથડાયા બાદ વિકેટકીપર પાસે ગયો. તે પહેલા સૂર્યા સારા ફોર્મમાં દેખાતો હતો. શરૂઆતમાં આવીને તેને સિક્સર પણ ફટકારી હતી.

જસપ્રીત બુમરાહ- 4 ઓવરમાં 17 રન

જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં માત્ર 17 રન આપ્યા પરંતુ તે કોઈ વિકેટ લઈ શક્યો નહતો. લખનૌના બેટ્સમેનોએ તેમની સામે સતત ડિફેન્ડિંગ શોટ રમ્યા જેના કારણે તેમને વિકેટ લેવાની તક મળી ન હતી.

રવિન્દ્ર જાડેજા- 2 રન અને 0 વિકેટ

રવીન્દ્ર જાડેજા T20 વર્લ્ડ કપમાં ભારતનો મુખ્ય ઓલરાઉન્ડર હશે. તેની પાસે મેચ ફિનિશ કરવાની જવાબદારી પણ રહેશે. ચેન્નાઈ માટે ચોથા નંબરે આવતા જાડેજાએ 2 રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ તે બોલિંગની 3 ઓવરમાં 22 રન આપીને કોઈ વિકેટ લઈ શક્યો નહોતો.

હાર્દિક પંડ્યા - 0 રન અને બે વિકેટ

હાર્દિક પંડ્યા લખનૌ સામે ગોલ્ડન ડક બન્યો હતો. નવીન ઉલ હકે તેની વિકેટ લીધી હતી. જોકે, હાર્દિકે કેએલ રાહુલ અને દીપક હુડાને 4 ઓવરના સ્પેલમાં 26 રન પર આઉટ કર્યા હતા.

વધુ વાંચો: T20 વર્લ્ડ કપ માટે IPLની 4 ટીમમાંથી એક પણ ખેલાડીની પસંદગી નહીં, જાણો કઈ ટીમના કેટલા પ્લેયર સિલેક્ટ થયા

શિવમ દુબે- 0 રન અને એક વિકેટ

IPLમાં તેની તોફાની બેટિંગના કારણે શિવમ દુબેને T20 વર્લ્ડ કપની ટીમમાં જગ્યા મળી હતી. પરંતુ ટીમમાં આવ્યા બાદ તે સ્પિન સામે ગોલ્ડન ડક બની ગયો હતો. સિઝનમાં પ્રથમ વખત બોલિંગ કરતા, તેણે પ્રથમ ઓવરમાં વિકેટ લીધી પરંતુ તે જ ઓવરમાં 14 રન પણ આપ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ