બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / અમદાવાદ / આજે મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ યુજી નીટનું આયોજન, ગુજરાતમાં 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

NEET Exam / આજે મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ યુજી નીટનું આયોજન, ગુજરાતમાં 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Last Updated: 10:36 AM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધો. 12 સાયન્ય પછી મેડીકલમાં પ્રવેશ માટે યુજી નીટની પરીક્ષા યોજાનાર છે. ત્યારે મેડિકલ ક્ષેત્રની અલગ અલગ બેઠક પર પ્રવેશ માટે વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે. જેમાં ગુજરાતમાંથી આશરે 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપશે.

દેશભરમાં મેડિકલમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. ગુજરાતમાંથી અંદાજે 80 હજાર જેટલા વિદ્યાર્થીઓ અને દેશમાંથી 24 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. દેશમાં નોંધાયેલા આંકડાની વાત કરવામાં આવે તો 3 લાખ જેટલા વિદ્યાર્થીઓનો વધારો થવા પામ્યો છે. ત્યારે ગત વર્ષે 21 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 20.87 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે બપોરે 2 થી 5:20 દરમ્યાન પરીક્ષા લેવામાં આવશે. ત્યારે પરીક્ષાર્થીઓએ દોઢ વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવાનું સૂચન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાંથી 80 હજાર જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા

NTA દ્વારા NEET-UG માં પ્રવેશ માટે દેશમાં કુલ 557 તેમજ દેશ બહારનાં કુલ 14 શહેરોમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, ગાંધીનગર તેમજ મહેસાણા સહિતનાં કુલ 31 શહેરોમાં પરીક્ષા લેવાશે. અમદાવાદમાં કુલ 21 સેન્ટર પર અંદાજે 9 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે ચાલુ વર્ષે ધો. 12 માં સાયન્યમાં બી ગ્રુપ સાથે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પૈકી સીબીએસઈ બોર્ડ સંલગ્ન સ્કૂલનાં તેમજ ગત વર્ષે જે વિદ્યાર્થીઓએ ઓછો સ્કોર મેળવ્યો હોય તે વિદ્યાર્થીઓ પણ રજીસ્ટ્રેશન કરાવતા હોય છે. ત્યારે ગુજરાતમાંથી 80 હજાર જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વધુ વાંચોઃ મતદાન કરવા માટે ચૂંટણી કાર્ડ સિવાય 12 વૈકલ્પિક દસ્તાવેજ માન્ય રહેશે, મતદારોને મુશ્કેલી ન પડે તે માટે વહીવટીતંત્ર સજ્જ

તમામ વિદ્યાર્થીઓને બાયોમેટ્રીક સાથે જ પ્રવેશ અપાશે

NEET-UG નાં આધારે ગુજરાતમાં મેડિકલ, ડેન્ટલની અંદાજે 12 હજારથી વધુ બેઠકોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. ત્યારે દેશની વાત કરવામાં આવે તો 700 થી વધુ મેડિકલ અને 320 થી વધુ ડેન્ટલ કોલેજો સહિતને અંદાજે 2.10 લાખથી વધુ બેઠકોમાં પ્રવેશ માટે દર વર્ષે NTA દ્વારા NEET-UG ની પરીક્ષા લેવાય છે. ત્યારે તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર બાયોમેટ્રીક સાથે જ પ્રવેશ આપવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ