બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોયફ્રેન્ડે શેર કરેલા પ્રાઇવેટ વીડિયો પર વર્ષો બાદ પૂનમ પાંડેનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું 'હું ક્યારેય નહીં ભૂલું'
Last Updated: 01:36 PM, 18 May 2024
પૂનમ પાંડે ઇન્ડસ્ટ્રીની કોન્વર્શિયલ અભિનેત્રી-મોડલમાંથી એક છે. એ કોઈને કોઈ વિવાદને કારણે ચર્ચાઓમાં રહે છે. એકવાર સોશિયલ મીડિયા પર તેનો બાથરૂમ વીડિયો લીક થયો હતો. પૂનમના પ્રાઈવેટ વીડિયોએ દરેકને ચોંકાવી દીધા હતા. વર્ષો પછી હવે તેણે લીક વીડિયો વિશે વાત કરી છે. અભિનેત્રીનું કહેવું છે કે તેની સાથે આવી ગંદી હરકત કોઈ બીજાએ નહીં પણ ખુદ તેના બોયફ્રેન્ડે કરી હતી.
ADVERTISEMENT
બોયફ્રેન્ડે પૂનમને આપ્યો દગો
ADVERTISEMENT
એમ તો પૂનમ પાંડેની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે, પરંતુ જયારે સોશિયલ મીડિયા પર તેનો બાથરૂમ વીડિયો લીક થયો તો ચારેબાજુ ચર્ચાઓ વધી ગઈ. આ વીડિયોને YouTube એ બ્લોક કરી દીધો હતો. પૂનમે લીક વીડિયો વિશે વાત કરતા કહ્યું - સોશિયલ મીડિયા પર એ વીડિયો તેના એક્સ બોયફ્રેન્ડે શેર કર્યા હતા.
એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું - મને આજે પણ યાદ છે અને હું એને ક્યારેય નહીં ભૂલી શકું. અમે એકબીજા સાથે ઝઘડી રહ્યા હતા અને મારે પોતાની જાતને બચાવવાની હતી. ઝઘડા દરમિયાન તેને ટ્રીમર ઉઠાવ્યું અને મારા વાળને ટ્રીમ કરવા જઈ રહ્યો હતો. પણ કોઈક રીતે મેં એની પાસેથી ટ્રીમર છીનવી લીધું અને રૂમમાંથી ભાગી ગઈ. હું ભાગી તો ગઈ, પણ મારો ફોન રૂમમાં જ રહી ગયો. હું રડતા-રડતા ઘરે પહોંચી અને મારા પપ્પાને આખો કિસ્સો જણાવ્યો. પપ્પાએ એને બોલાવ્યો અને કહ્યું કે તું મારી દીકરી સાથે શું કરી રહ્યો છે.
બોયફ્રેન્ડે લીક કર્યા પ્રાઈવેટ વીડિયો
પૂનમ કહે છે કે એ ઝઘડા પછી એક્સ બોયફ્રેન્ડે તેના પ્રાઈવેટ વીડિયો લીક કરવાની ધમકી આપી, પણ એમણે વિચાર્યું કે આ બધી કહેવાની વાતો છે. એ આવી હરકત નહીં કરે. અભિનેત્રીએ કહ્યું - એને મારા પપ્પાના ફોન પર કૉલ કર્યો અને કહ્યું કે જો તું પાછી ન આવી તો વીડિયો લીક કરી દઈશ. મેં એને કહ્યું કે હું નહીં આવું. એને કહ્યું કે હું સાચે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરી દઈશ અને એને કરી દીધા.
વધુ વાંચો: 'આલોચના તેને તબાહ કરી શકે છે', શર્મિન સહગલ ટ્રોલિંગ થતા શેખર સુમને તોડ્યું મૌન
પૂનમ કહે છે કે 'એ વીડિયોએ મારું જીવન ખરાબ કરી નાખ્યું હતું. એ સમયે હું પૈસાની તંગીથી પણ ગુજરી રહી હતી. ખરાબ તો ત્યારે લાગ્યું જયારે તેને મિત્રોએ તેના આ કૃત્ય પર તેના વખાણ કર્યા.' પૂનમના વર્કફ્રન્ટ પર વાત કરીએ તો તેણે નશા, ધ જર્ની ઓફ કર્મા એન્ડ લવ ઇન ટેક્સી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે કંગના રનૌતના શો લોકઅપનો પણ ભાગ રહી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT