બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / હાઉસફૂલ 5માંથી આ એક્ટરની છુટ્ટી, હવે નહીં કરે મલ્ટીસ્ટારર ફિલ્મમાં કામ, હતો મુખ્ય રોલ

મનોરંજન / હાઉસફૂલ 5માંથી આ એક્ટરની છુટ્ટી, હવે નહીં કરે મલ્ટીસ્ટારર ફિલ્મમાં કામ, હતો મુખ્ય રોલ

Last Updated: 02:05 PM, 18 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડની પ્રખ્યાત કોમેડી ફિલ્મ હાઉસફુલ તેના પાંચમા ભાગ માટે ઘણા દિવસોથી ચર્ચામાં છે. આ ફિલ્મની જાહેરાત થતા જ લોકોની નજર તેના પર ટકેલી છે. આ ફિલ્મની કાસ્ટ માટે ઘણા નામો સામે આવ્યા, જેમાંથી હવે કોઈ નામ ફાઈનલ છે તો કોઈ અભિનેતાના નામ પર અટકળો ચાલી રહી છે. ત્યારે હવે સ્ટાર કાસ્ટમાંથી એક નામ બહાર થઈ જવાની વાત સામે આવી છે.

બોલિવૂડની મોસ્ટ અવેઈટેડ કોમેડી ફિલ્મ 'હાઉસફુલ'ના પાંચમા ભાગની જાહેરાત થઈ ત્યારથી જ આ ફિલ્મને લઈને ચાહકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં એક, બે કે ત્રણ નહીં પરંતુ ઘણા બધા કલાકારો છે. 'હાઉસફુલ 5'માં 'વેલકમ' ફિલ્મમાં ભરપૂર કોમેડીથી દર્શકોને હસાવનાર અનિલ કપૂર અને નાના પાટેકરનાં હોવાની ઘણી ચર્ચા હતી. પરંતુ હવે એવી વાત સામે આવી છે કે જેનાથી ચાહકોની ઉત્તેજના ઓછી થઈ શકે છે.

'હાઉસફુલ 5'માંથી નીકળી ગયો આ અભિનેતા

'હાઉસફુલ 5'માં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચન સાથે નાના પાટેકર અને અનિલ કપૂરને પણ કાસ્ટ કરવામાં આવ્યા હતા. આટલા બધા કોમેડી કલાકારો એક જ ફિલ્મનો ભાગ હોય ત્યારે ચાહકોની ખુશી બમણી થઈ ગઈ હતી. પરંતુ હવે સાંભળવા મળી રહ્યું છે કે અનિલ કપૂર આ ફિલ્મનો ભાગ નહીં હોય. પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા સાથે તેનો થોડો વિવાદ થઈ ગયો છે.

anil-kapoor

આ કારણે છોડી દીધી ફિલ્મ

અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચન સાથે નાના પાટેકર અને અનિલ કપૂરને પણ કાસ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ એક અહેવાલ મુજબ અનિલ કપૂર હવે આ ફિલ્મનો ભાગ નહીં હોય. સાજિદ નડિયાદવાલા અને અનિલ કપૂર વચ્ચે પૈસાને લઈને કોઈ વાત બની નહીં, જેના કારણે અનિલ કપૂરે ફિલ્મ ન કરવાનું યોગ્ય લાગ્યું હતું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે અનિલ કપૂરે જેટલા રૂપિયાની ડિમાન્ડ કરી હતી, એના પર પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા રાજી ન હતા. જેના કારણે અનિલે ફિલ્મ છોડી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કારણે મેકર્સ ફિલ્મમાં નાના પાટેકરના પાત્ર પર ફરીથી કામ કરી રહ્યા છે. તેમના પાત્રને ફરીથી લખવામાં આવી રહ્યું છે કારણ કે ફિલ્મમાં તેમની અનિલ કપૂર સાથેની કેમેસ્ટ્રી બતાવવાની હતી.

વધુ વાંચો: બોયફ્રેન્ડે શેર કરેલા પ્રાઇવેટ વીડિયો પર વર્ષો બાદ પૂનમ પાંડેનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું 'હું ક્યારેય નહીં ભૂલું'

અર્જુન રામપાલની થઈ શકે છે એન્ટ્રી

ચર્ચા છે કે અનિલ કપૂરની જગ્યાએ અર્જુન રામપાલને કાસ્ટ કરવામાં આવી શકે છે. જોકે, મેકર્સ તરફથી હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Housefull 5 Bollywood Entertainment Anil Kapoor Nana Patekar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ