બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / સ્પોર્ટસ / મહેસાણાની યાત્રી પટેલે એશિયન યુથ બોક્સિંગમાં જીત્યો બ્રોન્ઝ મેડલ, ઈન્ટરનેશનલ લેવલ પર મેડલ જીતનારી પ્રથમ ગુજરાતી બોક્સર

સ્પોર્ટ્સ / મહેસાણાની યાત્રી પટેલે એશિયન યુથ બોક્સિંગમાં જીત્યો બ્રોન્ઝ મેડલ, ઈન્ટરનેશનલ લેવલ પર મેડલ જીતનારી પ્રથમ ગુજરાતી બોક્સર

Last Updated: 12:05 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જવાહર નવોદય વિદ્યાલય વડનગરની ભૂતપૂર્વ વિદ્યાર્થીની કઝાકિસ્તાનમાં ચાલી રહેલી એશિયન બોક્સિંગ કોન્ફેડરેશન એએસબીસી અંડર-22માં 57 કિલો વજનની કેટેગરીમાં યાત્રી પટેલે બ્રોન્ઝ મેડલ વિજેતા બની ગઈ છે.

મહેસાણા: મહેસાણાના વડનગરના જવાહર નવોદય વિદ્યાલયની ભૂતપૂર્વ વિદ્યાર્થીની યાત્રી પટેલે આંતરરાષ્ટ્રીય સ્તર પર ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગુજરાતના મહેસાણાની બોક્સર યાત્રી પટેલે એશિયન યુથ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે.

બોક્સર યાત્રી પટેલે કઝાકિસ્તાનના અસ્થાનમાં ચાલી રહેલી એશિયન યુથ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં મહિલાઓની 57 કિલો વજનની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મેડલ જીતતાની સાથે જ તે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મેડલ જીતનારી ગુજરાતની પ્રથમ મહિલા બોક્સર બની ગઈ છે. જોકે સેમીફાઈનલમાં 57 કિલો વજનની કેટેગરીમાં યાત્રી પટેલ પરાજિત થતા તેણે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો, પરંતુ કોરિયા સાથે ક્વાર્ટર ફાઈનલમાં યાત્રી પટેલ 30-27થી જીતી હતી, અને સેમીફાઈનલમાં પ્રવેશી હતી.

કઝાકિસ્તાનમાં ચાલી રહેલી એશિયન બોક્સિંગ કોન્ફેડરેશન એએસબીસી અંડર-22માં 1 મેના રોજ યોજાયેલી સ્પર્ધામાં યાત્રી પટેલે બ્રોન્ઝ મેડલ વિજેતા બની ગઈ છે. આ દરમિયાન ભારતના અન્ય યુવા બોકસરોએ પણ પોતાની ક્ષમતાનું શાનદાર પ્રદર્શન કરીને 14 જુદી-જુદી કેટેગરીની સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.

ગુજરાત સ્ટેટ બોક્સિંગ એસોસિએશનનાં ઇન્દ્રવદન નાણાવટીએ જણાવ્યું કે અગાઉ ભારતીય ટીમની ટ્રાયલ્સમાં પણ યાત્રી પટેલે નોંધપાત્ર દેખાવ કરીને તેની વેઇટ કેટેગરીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પહેલા યાત્રી પટેલે મે-2022માં ફ્રાન્સમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

મહેસાણાના કલેક્ટરના અધિકૃત X હેન્ડલ પરથી યાત્રી પટેલને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. મહેસાણાના કલેક્ટરના હેન્ડલ પર લખવામાં આવ્યું છે, "મહેસાણા જીલ્લાના વડનગર નવોદય વિદ્યાલયની ભૂતપૂર્વ વિદ્યાર્થિની અને મહિલા યુવા બોક્સર યાત્રી પટેલે કઝાકિસ્તાન ખાતે યોજાયેલ ASBC Asian U22&Youth Boxing Championship 2024 માં ભારતનું પ્રતિનિધિત્વ કરી ઇન્ટરનેશનલ બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન."

વધુ વાંચો: ગુજરાત સામેની મેચમાં વિરાટ કોહલીની શાનદાર ઈનિંગથી બન્યો રેકોર્ડ, IPLના ઈતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી

ભારતના 14 બોક્સરોએ મેળવ્યો ફાઈનલમાં પ્રવેશ

કઝાકિસ્તાનના અસ્થાનમાં ચાલી રહેલી એશિયન અંડર-22 અને યુથ બોક્સિંગમાં ભારતના 14 બોકસરોએ જુદી-જુદી કેટેગરીની ફાઈનલ્સમાં પ્રવેશ મેળવી લીધો. ભારતના આકાશ ગોરખા, વિશ્વનાથ સુરેશ, નિખિલ અને પ્રીત મલિક સહિતના કુલ મળીને 14 બોકસરોએ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ