બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / VTV વિશેષ / 400 પાર થાય તો બંધારણ બદલી શકાય? અનામતને લઇન કોંગ્રેસના સવાલો પર ભાજપનો જવાબ શું?

મહામંથન / 400 પાર થાય તો બંધારણ બદલી શકાય? અનામતને લઇન કોંગ્રેસના સવાલો પર ભાજપનો જવાબ શું?

Last Updated: 09:44 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: ભારતમાં અનામત વ્યવસ્થાની શરૂઆત આઝાદી પહેલાથી જ થઈ હતી. 142 વર્ષ પહેલા ભારતમાં અનામતનો પાયો નંખાયો તેમજ 19મી સદીના મહાન સમાજસેવી જ્યોતિબા ફૂલેએ અનામત વ્યવસ્થાની માગ કરી હતી

અલ્પવિકસિત અને પછાત સમાજના સામાજિક અને આર્થિક વિકાસ માટે આઝાદ ભારતમાં અનામત પ્રથા અમલમાં આવી હતી. શિક્ષણથી લઇ સરકારી નોકરીમાં તમામ જગ્યાએ અનુસૂચિત જાતિ કે જનજાતિને અનામત મળી હતી. પંચોતેર વર્ષની આઝાદી પછી આ મુદ્દે વિવાદ છે, અનુસૂચિત જાતિ, જનજાતિ અને બક્ષી પંચ માટે અનામત રહેશે કે જશે? આ વિવાદનો કોઇ ઉકેલ આવે તે પહેલા આર્થિક રીતે પછાત વર્ગને 10 ટકા અનામત આપીને મોદી સરકારે 50 ટકા અનામતની લક્ષ્મણ રેખા પાર કરી છે. હવે દેશમાં અનામતના મુદ્દાએ નવો વળાંક લીધો છે. ઇન્ડિયા ગઠબંધનના સભ્ય પક્ષોએ જાતી આધારીત વસ્તી ગણતરીની માગ કરી છે અને તેના આધારે અનામત નક્કી કરવાનો વિચાર તરતો મૂક્યો છે. ભૂતકાળમાં દક્ષિણ ભારતના રાજ્યોમાં કોંગ્રેસની સરકારે મુસ્લિમ સમાજ માટે અનામતની જાહેરાત કરી હતી, ધર્મ આધારિત અનામત દેશની સર્વોચ્ચ અદાલતે રદ કરી હતી, કર્ણાટકમાં મુસ્લિમ સમાજને ખાસ શ્રેણીમાં રાખીને અનામતનો મુદ્દો પણ વિવાદ જગાવી રહ્યો છે. આ તમામ ઘટના પછી પણ રાજકીય પક્ષોએ દર ચૂંટણી ટાણે પુનઃવચન આપવું પડે છે કે તેમની સરકાર અનામત હટાવશે નહીં અને બીજાને હટાવવા દેશે પણ નહીં.

2011ની વસ્તી ગણતરી પ્રમાણે અનુસૂચિત જાતિની વસ્તી 16.6 ટકા છે અને અનુસૂચિત જનજાતિની વસ્તી 8.6 ટકા છે, તો નેશનલ સેમ્પલ સર્વેના આંકડા પ્રમાણે દેશમાં બક્ષીપંચની વસ્તી 41 ટકા છે. વિરોધ પક્ષની દલિલ એ છે કે આ વસ્તી વધુ છે અને તેથી જાતી આધારીત વસ્તી ગણતરી થવી જોઇએ, બીજો એક મુદ્દો પણ સામાન્ય નાગરિકના મનમાં સવાલ ઉપજાવી રહ્યો છે. સરકારી નોકરી કે ઉચ્ચ અભ્યાસમાં ઉંચુ મેરિટ હોય તો પણ સ્થાન નહી મેળવી શકનારા નાગરિકોના મનમાં પણ અન્યાયની લાગણી જન્મી રહી છે. પણ વિષય એટલો સંવેદનશીલ છે કે ન તો સત્તાપક્ષ કે ન તો વિરોધપક્ષ તેના વિશે કોઈ સ્ટેન્ડ લઈ શકે. અનામતની સામે એ દલીલ કાયમ થતી રહે છે કે ભારતના બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર ખુદ નહોતા ઈચ્છતા કે અનામત દેશમાં 10 વર્ષોથી વધુ અમલમાં રહી જાય. પરંતુ ઇતિહાસકારો પૂના કરાર અને બંધારણ સભાના નોટિંગ્સને ટાંકીને કહે છે કે બાબા સાહેબે ક્યારેય 10 વર્ષ જ અનામત રહે, એવું કહ્યું નથી.

આ મુદ્દો એટલા માટે ચર્ચામાં રહે છે કે અનામત પ્રથા અમલી હોવા છતાં અનુસૂચિત જાતિ અને જનજાતિનો એટલો વિકાસ થયો નથી, જેટલો થવો જોઈતો હતો. આ કારણે અનામતના અમલ અને લાભ વિશે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જે પરિવારને તેનો લાભ મળ્યો અને આર્થિક સામાજિક રીતે આગળ વધ્યા, તે પરિવાર પેઢીઓથી તેનો લાભ લઇ રહ્યાં છે, અને લાભ મૂકવા તૈયાર નથી. જ્યારે જે વંચિતો સુધી આ લાભ પહોચ્યો જ નથી, તે પરીવારો આજે પણ લાભને ઝંખી રહ્યાં છે. છતાં જે મુદ્દે ચૂંટણી સિવાય વાત થવી જોઈએ, ચર્ચા થવી જોઈએ, દલીલો થવી જોઈએ એ મુદ્દે કાયમ ચૂંટણી સમયે જ ચર્ચા થાય છે, જેની ગંભીરતા આપણને પણ ખબર છે. તો, આજના મહામંથનમાં ચર્ચીશું કે ચૂંટણી ટાણે જ કેમ અનામત મુદ્દો બની જાય છે.

અનામતની વ્યાખ્યા શું ?

હાંસિયામાં ધકેલાયેલા વર્ગ માટે સમાનતા અને સામાજિક અન્યાયથી બચાવવા માટે અનામત તેમની જગ્યા સુરક્ષિત કરે છે. રોજગાર અને શિક્ષણમાં પછાત વર્ગોને અનામત પસંદગીની તક આપે છે. અનામતની શરૂઆત ઐતિહાસિક અન્યાયને દૂર કરવા માટે કરવામાં આવી છે. અનામતનો મુખ્ય હેતુ સમાજના પછાત વર્ગોને સામાજિક લાભની પ્રાપ્તિ સુનિશ્ચિત કરવાનો છે. અલગ અલગ જાતિઓ વચ્ચે તકની સમાનતા સ્થપાય તે સિદ્ધ કરવાનો હેતુ તેમજ બંધારણમાં સમતાવાદી ઢબની, ન્યાયી સમાજ રચનાનું ધ્યેય ભારતની પ્રજાએ સ્વીકાર્યું છે. અસમાનતાઓ દૂર કરી બાકીના સમાજની હરોળમાં લાવવાનો પ્રયાસ કરાય છે.

અનામતનો ઈતિહાસ

ભારતમાં અનામત વ્યવસ્થાની શરૂઆત આઝાદી પહેલાથી જ થઈ હતી. 142 વર્ષ પહેલા ભારતમાં અનામતનો પાયો નંખાયો તેમજ 19મી સદીના મહાન સમાજસેવી જ્યોતિબા ફૂલેએ અનામત વ્યવસ્થાની માગ કરી હતી. મફત અને ફરજિયાત શિક્ષણ તેમજ નોકરીમાં પણ અનામત પ્રતિનિધત્વની માગ કરી છે.

વર્ષ 1991

ત્રાવણકોરમાં સાર્વજનિક સેવામાં વિદેશી ભરતી વિરૂદ્ધ પ્રદર્શન અને નોકરીમાં અનામતની માગ થઈ

વર્ષ 1901

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં શાહુ મહારાજે નોકરીમાં પછાત વર્ગ માટે 50% અનામત રાખી

વર્ષ 1908

અંગ્રેજોએ પણ પ્રશાસનમાં પછાત વર્ગો માટે અનામતની વ્યવસ્થા ગોઠવી

વર્ષ 1909

ભારત સરકાર અધિનિયમ 1909 અને 1919માં અનામતની જોગવાઈ કરવામાં આવી

અધિનિયમમાં સમયાંતરે બદલાવ પણ કરવામાં આવ્યા

અંગ્રેજોએ અલગ અલગ ધર્મ અને જાતિ માટે કમ્યુનલ એવોર્ડની પણ શરૂઆત કરી

વર્ષ 1921

મદ્રાસ પ્રેસીડેન્સીએ બ્રાહ્મણ સિવાયના માટે 44% અનામત આપી

બ્રાહ્મણો માટે 16%

મુસ્લિમ માટે 16%

ભારતીય એંગ્લો/ઈસાઈયો માટે 16%

અનુસૂચિત જાતિઓ માટે 8% અનામતની વ્યવસ્થા માટે જાતિગત સરકારી આજ્ઞાપત્ર જાહેર કર્યું હતું

વર્ષ 1932

પૂણેની યરવડા જેલમાં બાબાસાહેબ અને મહાત્મા ગાંધી વચ્ચે સમજૂતીના ભાગ રૂપે પૂના પૈક્ટ તૈયાર થયો હતો

પૂના પૈક્ટ સમજૂતીથી પ્રાંતિય અને કેન્દ્રિય વિધાન પરિષદોમાં ગરીબો માટે સીટોની ગેરંટી આપી

બ્રિટિશ સરકાર તરફથી કેટલીક સીટ વંચિત વર્ગ માટે અનામત રાખી હતી

વર્ષ 1942

બાબાસાહેબે અનુસૂચિત જાતિઓની ઉન્નતિ માટે અખિલ ભારતીય દલિત વર્ગ મહાસંઘની સ્થાપના કરી

સરકારી સેવાઓ અને શિક્ષણમાં અનુસૂચિત જાતિઓ માટે અનામતની માગ કરી

વર્ષ 1946

કેબિનેટ મિશને અન્ય ઘણી ભલામણો સાથે સૂચિત પ્રમાણસર પ્રતિનિધિત્વનો પ્રસ્તાવ મૂક્યો

વર્ષ 1947

ભારતને આઝાદી મળ્યા પછી, SC, ST અને OBC શ્રેણીઓ માટે ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા

વર્ષ 1953

પછાત વર્ગોની સ્થિતિના મૂલ્યાંકન માટે કાલેલકર આયોગની રચના કરવામાં આવી

તેમના રિપોર્ટ અનુસાર કેટલીક કલમમાં સંશોધન કરવામાં આવ્યા

વર્ષ 1979

સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોની સ્થિતિના મૂલ્યાંકન માટે મંડલ આયોગની રચના કરવામાં આવી

વર્ષ 1980

મંડલ આયોગે રિપોર્ટમાં અનામનત કોટામાં 22% થી 49.5%નો વધારો કરવાની ભલામણ કરી

વર્ષ 1990-91

મંડલ આયોગની ભલામણોને વિશ્વનાથ પ્રતાપસિંહ દ્વારા સરકારી નોકરીમાં લાગુ કરવામાં આવી

વિરોધ થતા 1991માં નરસિંહા રાવ સરકારે ઉપલા વર્ગના ગરીબ માટે 10% અનામત લાગુ કરી

કર્ણાટકમાં મુસ્લિમ અનામતનો શું છે મામલો ?

તમિલનાડુમાં 50% અનામત કેવી રીતે? 1971 સુધી તામિલનાડુમાં 41% અનામત હતું. DMKની સરકારે અનામતમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે બક્ષીપંચ માટેની અનામત 31% તેમજ અનુસૂચિત જાતિ અને જનજાતિની અનામત 18% કરતાં, 49% થઈ તો 1980માં એમ. જી. રામચંદ્રનની સરકાર બક્ષિપંચ માટે અનામત 50% કરતાં, કુલ અનામત 68% થઇ હતી

વાંચવા જેવું: 'ભાજપે પછાતવર્ગને અનામત આપવાનું કામ કર્યું' OBC અનામત મુદ્દે કોંગ્રેસને અમિત શાહે આપ્યો જવાબ

કર્ણાટકમાં મુસ્લિમ અનામતનો શું છે મામલો ?

સંપત્તિની વહેંચણી પર ઘેરાયેલી કોંગ્રેસ મુસ્લિમ અનામત પર ફસાઈ રહી છે. PM મોદીનો આરોપ છે કે કોંગ્રેસે મુસ્લિમોને OBC ક્વોટા નાંખીને અનામત કાપી નાંખ્યું તેમજ OBC સમાજને જે લાભ મળતા હતા તે લાભનો મોટો હિસ્સો કપાઈ જશે. કર્ણાટકમાં OBC સમાજ માટે 32% અનામત તો આ જ 32% ટકાની કેટેગરીમાં મુસ્લિમોનો પણ સમાવેશ કરાયો છે. 5% અનામત પાંચ શ્રેણીઓમાં વિભાજિત - 1, 2A, 2B, 3A અને 3B. જેમાં કેટેગરી 1 માં 391 જાતિઓ અને પેટા જાતિઓ છે, જેમાંથી મુસ્લિમોની પણ 17 જાતિઓ છે. આ શ્રેણીમાં 4% અનામત ઉપલબ્ધ છે. ત્રીજી શ્રેણી 2B બનાવવામાં આવી છે અને તેમાં મુસ્લિમોની તમામ જાતિઓનો સમાવેશ કરાયો છે. આ રીતે, રાજ્યમાં તમામ મુસ્લિમો માટે 4% અનામત આપવામાં આવી છે. સરકારી કોલેજમાં 930માંથી 150 સીટ OBC ક્વોટામાંથી મુસ્લિમ સમાજને અપાઇ છે. કાયદા પ્રમાણે 4 ટકા સીટ મુસ્લિમોને મળવી જોઇએ. ગણતરી કરતા 16 %થી વધુ થઇ છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ